ફ્રિજ માં રાખેલી કેરી ખાવાથી થાય છે આ ગંભીર બીમારીઓ, શા માટે ફ્રિજ માં રાખેલી કેરી ના ખાવી જોઈએ..

હેલ્થ

કેરીને ફ્રિઝમાં રાખવી કે ફ્રિઝની બહાર તેને લઈને અનેક અટકળો જોવા મળે છે પણ જો તમે તેને રૂમ ટ્રેમ્પ્રેચર પર રાખો છો તો તે લાભદાયી રહે છે.

કેરી એક એવું ફળ છે જેને જોતાં દરેકના મોઢામાં પાણી આવી જાય છે. આ ન ફક્ત સ્વાદમાં સારું હોય છે પણ જોવામાં પણ અન્ય ફળથી અલગ છે. તેના કારણે તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. આ સીઝનમાં કેરીની ભરમાર છે ત્યારે તમે પણ તેને લાવ્યા હશો. અનેક લોકો કેરીને બહાર જ રાખે છે તો કેટલાક તેને ફ્રિઝમાં રાખે છે. પણ શું તમે જાણો છો કે ખરેખર કેરીને ફ્રિઝમાં રાખવી કે નહીં. ક્યાં રાખેલી કેરી શરીરને ફાયદો આપે છે.

ઓછા તાપમાને રાખેલી કેરી થઈ શકે છે ખરાબ : ગરમીમાં કેરી સૌથી વધારે ખવાતું ફળ છે. તેમાં વધારે પ્રમાણમાં પાણી હોય છે જેના કારણે કેરી સનસ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે અને શરીરને હાઈડ્રેટ કરે છે. આ સાથે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે કેરીને ફ્રિઝમાં રાખવી નહી. તેને ફ્રિઝની બહાર જ રાખવી યોગ્ય છે. ઓછા તાપમાને તેના ખરાબ થવાનો ડર વધારે રહે છે.

ફળને હંમેશા રૂમ ટેમ્પ્રેચર પર રાખીને કરો યૂઝ : એક્સપર્ટના અનુસાર કેરીને અન્ય ફળની જેમ ફ્રિઝમાં સ્ટોર કરવી નહીં. આ ફળને બજારથી લાવ્યા બાદ થોડી વાર પાણીમાં રાખો. તેના બાદ તેને રૂમ ટેમ્પ્રેચર પર રાખો. જો તમારે ઠંડી કેરી ખાવી છે તો તમે તેને ખાતા પહેલા થોડો સમય ફ્રિઝમાં રાખી લો. આ પછી તેને બહાર નીકાળીને તેના પીસ કરો.

આ કારણે કેરીને ફ્રિઝની બહાર રાખવી યોગ્ય : યૂનાઈચટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના રિપોર્ટ અનુસાર કેરી અને અન્ય તમામ પલ્પ વાળા ફળને રૂમ ટેમ્પ્રેચર પર રાખવાનુ સારું રહે છે. ફ્રિઝની બહાર સામાન્ય તાપમાન પર રાખવાથી તેમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ્સ સારા રહે છે, જે શરીરને માટે અનેક રીતે લાભદાયી છે.

ફ્રિઝમાં એક સાથે ન રાખો ફળ અને શાક : અનેક લોકોને આદત હોય કે તેઓ ફ્રિઝમાં એક સાથે એક જ શેલ્ફમાં ફળ અને શાક રાખે છે. જો તમે પણ આવું કરો છો તો તમે સાવધાન રહો તે જરૂરી છે. ફળ અને શાકને અલગ રાખવા. તેમાંથી અલગ ગેસ બહાર નીકળે છે. બંનેને એક સાથે રાખવાથી તેના સ્વાદમાં ફરક આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *