50 હજાર રૂપિયાથી પણ ઓછા બજેટમાં મળશે આ ઈલેકટ્રીક સ્કૂટર, સિંગલ ચાર્જમાં ચાલશે આટલા KM

લાઇફસ્ટાઇલ

Ampere V48

જો તમે લાંબો પ્રવાસ કરતા નથી. ફક્ત તમારા વિસ્તારમાં ટુ-વ્હીલરનો ઉપયોગ કરો છો તો આ સ્કૂટર્સ તમારા માટે ખૂબ કામમાં આવશે. આવો જાણીએ આ અંગે. 50 હજારના બજેટમાં આવતા ઈલેકટ્રીક સ્કૂટર્સની યાદીમાં એમ્પીયર વી48નું નામ સૌથી ઉપર છે. આ સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 39,990 રૂપિયાથી શરૂ થાય છે. આ સ્કૂટર સિંગલ ચાર્જમાં મહત્તમ 60 કિલોમીટર સુધીનું અંતર સર કરે છે. કંપની મુજબ, તેને ફૂલ ચાર્જ થવામાં 8 કલાકનો સમય થાય છે. ગ્રાહકોની પસંદને ધ્યાનમાં રાખીને આ ઈવી સ્કૂટરને રેડ, બ્લૂ અને પર્પલ કલરમાં રજૂ કરવામાં આવ્યું છે. આ સ્કૂટર 25Kmph ની મહત્તમ સ્પીડથી દોડે છે. જેમાં 48Vની બેટરી અને 250Wની મોટર આપવામાં આવી છે.

Hero Electric Flash LX (VRLA)

હીરો ઈલેકટ્રીક ફ્લેશ એલએક્સ (વીઆરએલએ)ની દિલ્હી-એનસીઆરમાં એક્સ-શોરૂમ કિંમત 46,640 રૂપિયા છે. કંપનીએ આ સ્કૂટરને રેડ અથવા વ્હાઈટ જેવા બે કલર ઓપ્શનમાં લોન્ચ કરી છે. જેની સ્કૂટરની ટોપ સ્પીડ 25Kmph છે. જેને સિંગલ ચાર્જમાં 50Km સુધી ચલાવી શકાય છે. કંપની મુજબ, સ્કૂટરને ફૂલ ચાર્જ થવામાં 8 થી 10 કલાક સુધીનો સમય થાય છે. જેમાં 250Wથી ઓછા પાવરની મોટર અને 48Vની બેટરી આપવામાં આવી છે.

Hero Electric Optima LX (VRLA)

દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર નિર્માતા કંપની હીરોએ માર્કેટમાં ઈલેકટ્રીક ઓપ્ટિમા એલએક્સ સ્કૂટરને લોન્ચ કર્યુ છે. દિલ્હીમાં સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 51,440 રૂપિયા છે. જેને તમે ત્રણ કલર વ્હાઈટ, બ્લૂ અને ગ્રેમાં ખરીદી શકો છો. જોકે, આ સ્કૂટરને તમે ફક્ત 25Kmph ની ટોપ સ્પીડ પર ચલાવી શકો છો. કંપની મુજબ, સ્કૂટરને ફૂલ ચાર્જ થવામાં 8 થી 10 કલાક સુધીનો સમય થાય છે. જેમાં 250Wથી ઓછા પાવરની મોટર અને 48Vની બેટરી આપવામાં આવી છે.

Ampere Reo Plus New

ઓછા બજેટમાં ઈલેકટ્રીક સ્કૂટર શોધી રહેલા લોકો માટે એમ્પીયર રિયો પ્લસ ન્યૂ પ્રથમ પસંદ હોઈ શકે છે. આ સ્કૂટરના Lead Acid બેટરી વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત 45,520 રૂપિયા છે. સ્કૂટરને સિંગલ ચાર્જમાં 65Km સુધી ચલાવી શકાય છે. સ્કૂટરને ફૂલ ચાર્જ કરવામાં 6 કલાક સુધીનો સમય થાય છે. જેની મહત્તમ સ્પીડ 25Kmph ની છે. સ્કૂટરમાં 48Vની બેટરી અને 250W ની મોટર આપવામાં આવી છે.

Lohia Oma Star

લોહિયા ઓમા સ્ટારની વેબસાઈટ પર તેની કિંમત આપવામાં આવી નથી. પરંતુ રીપોર્ટસ મુજબ આ સ્કૂટર 45,368 રૂપિયાની પ્રારંભિક કિંમત પર આવે છે. જેની ટોપ સ્પીડ 25Kmph ની છે અને સિંગલ ચાર્જમાં આ 60Km સુધીનો સફર ખેડી શકે છે. જેમાં 250W થી પણ ઓછી BLDC મોટર મળે છે. પાવર આપવા માટે સ્કૂટરમાં 48Vની બેટરી મળે છે. સ્કૂટરમાં ડીજીટલ ડિસ્પ્લે અને ટેલીસ્કોપ ફોર્ક જેવા ફીચર મળે છે. જેને ચલાવવા માટે કોઈ લાયસન્સની જરૂર પડતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *