સમસ્યા: મને મૂંઝવતો પ્રશ્ન છે કે સ્ત્રીને માસિક આવ્યા બાદ કેટલા દિવસ પછી સંભોગ કરવો યોગ્ય ગણાય? આપના તરફથી ‘સે@ક્સ’ વિશે જે રસપ્રદ માર્ગદર્શન મળે છે તે બદલ આપનો ખૂબ આભારી છું. કારણ કે સે@ક્સ વિશેના જ્ઞાનનો ખૂબ જ અભાવ છે. આપનું માર્ગદર્શન દિશાસૂચક ગણી શકાય.
ઉકેલ: માસિક સ્ર્ાાવના દિવસોમાં પણ જો આપ પતિ-પત્નીને વાંધો ના હોય તો જાતીય સંબંધ રાખી શકાય છે. મેડિકલી કોઈ જ વાંધો નથી, પરંતુ માસિકના સમયે ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. જેથી શક્ય હોય તો આ સમયે જાતીય સંબંધથી દૂર રહેવું જોઈએ અથવા નિરોધનો પ્રયોગ કરવો હિતાવહ છે, પણ બાળક રાખવા માટે સામાન્ય રીતે માસિકના બારમા દિવસથી અઢારમા દિવસ સુધી દરરોજ સંબંધ રાખવો જોઈએ. કારણ કે આ દિવસોમાં સ્ત્રીબીજ છૂટું પડતું હોય છે અને આ સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન થાય તો ગર્ભ રહે છે. બાકીના દિવસોને રિલેટિવલી સેફ સમય ગણી શકાય. એટલે કે બાકીના દિવસોમાં ગર્ભ રહેવાની શક્યતાઓ પ્રમાણમાં નહિવત્ હોય છે.
સમસ્યા: મારી ઉંમર ૪પ વર્ષની છે અને પત્નીની ઉંમર ૩૭ વર્ષની છે. અમને એક પુત્રી અને એક પુત્ર એમ બે સંતાનો છે. અમે નિયમિત રીતે અઠવાડિયામાં ચારથી પાંચ વખત સંભોગ કરીએ છીએ. સંભોગ પહેલાંની રતિક્રીડામાં અમે એકબીજાના ગુપ્ત અવયવો પર દિવેલથી માલિશ કરીએ છીએ. તેથી અમારા અવયવો વધારે ઉત્તેજિત થાય છે અને સંભોગમાં અમને ખૂબ જ આનંદ આવે છે, પરંતુ દરેક સંભોગમાં દિવેલ વાપરવાથી કોઈ નુકસાન થાય ખરું? મહિનામાં એકાદ વખત મુખમૈથુન કરી મોઢામાં ર્વીય કાઢવાથી કાંઈ નુકસાન થાય ખરું?
ઉકેલ: સે@ક્સ એટલે માત્ર સમાગમની પ્રક્રિયા જ નહીં, પણ ખરા અર્થમાં સહચર્ય. કામક્રીડા બંને પાત્રોના આનંદ માટે છે અને તેની સફળતાનો આધાર સમાગમ પૂર્વેના પ્રેમાલાપ અને પૂર્વક્રીડા પર હોય છે, માટે જો આપ બન્નેને દિવેલના માલિશથી આનંદ આવતો હોય તો તેમ કરવામાં કાંઈ જ ખોટું નથી. વિવિધતા દરેક જગ્યાએ આવશ્યક છે. સે@ક્સમાં પણ કોઈ વાર આપ દિવેલને બદલે ક્રીમ અથવા વેસેલિનનો પ્રયોગ કરી શકો છો. બાકી કોઈ પણ પ્રકારના નિર્દોષ માલિશથી ઇન્દ્રિયમાં કમજોરી આવતી નથી. હા, પણ જે મિત્રોને બાળકની ઇચ્છા હોય તેમણે કોઈ પણ પ્રકારનાં તેલ, ક્રીમ કે જેલીનો પ્રયોગ ના કરવો જોઈએ. આમ કરવાથી શુક્રાણુની હલનચલન શક્તિ ઘટી જાય છે અને ગર્ભ રહેવાની શક્યતા ઓછી થઈ જાય છે.
મુખમૈથુનથી કોઈ જ વાંધો ના આવે અને સ્ત્રી જો આ ર્વીય ગળી જાય તો પણ કોઈ જ નુકસાન કે ગર્ભ રહેતો નથી. ર્વીયમાં ઊચ્ણ્ેઞ્ગ્જ્ર્ અને પ્રોટીન જ હોય છે માટે એની ચિંતા કરશો નહીં, પરંતુ યાદ રાખજો કે મુખમૈથુન આપણા દેશમાં ગેરકાનૂની છે અને સજાને પાત્ર છે.
સમસ્યા: મારી ઉંમર ૨૨ વર્ષની છે. મારા આ પ્રશ્નોના જવાબ આપવા વિનંતી છે: (૧) સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય છે? (૨) પુરુષ સે@ક્સમાં ક્યું આસન વધારે પસંદ કરે છે? (૨) ‘એનલ સે@ક્સ’ કોને કહેવાય? (૩) સ્ત્રીને કેવું લિંગ વધુ આનંદ આપી શકે? લંબાઈમાં વધુ હોય તે કે જેની જાડાઈ વધારે હોય તે? (૪) હાથથી લિંગને ખેંચવાથી કે હસ્તમૈથુનથી લિંગની લંબાઈ વધી શકે કે નહીં? આપના જણાવ્યા મુજબ ૨ ઈંચ લાંબું લિંગ સે@ક્સ માટે પૂરતું છે, પણ લિંગની લંબાઈ અને જાડાઈ વધારવા માટે કઈ રીત અપનાવી શકાય? (પ) વિવિધ સે@ક્સ – આસનો વિશે વિગતે માહિતી આપશો.
ઉકેલ: દરેક પ્રશ્ન પૂછનાર મિત્રને વિનંતી છે કે એક કાગળમાં માત્ર એક જ પ્રશ્ન પૂછે, જેથી બીજા પત્રોને પણ યોગ્ય જવાબ આપી શકાય.
પંચોતેર ટકા જેટલી ભારતીય સ્ત્રીઓનું કહેવું છે કે સમાગમ દરમિયાન તેઓ પોતે ‘ઉપર’ અને પુરુષ નીચે હોય એવી સ્થિતિ પસંદ કરે છે. કારણ કે આ આસનમાં તેમની પાસે જ કંટ્રોલ હોય છે અને સાથોસાથ ર્વીયસ્ખલન થતાં પણ વાર લાગે છે. આમ છતાં પણ મોટા ભાગનાં યુગલો ‘મેલ સુપિરિયર’ આસન જ માણે છે.
પુરુષોની પસંદમાં કોઈ સામ્યતા જોવા મળી નથી. આ તો કોઈકને ચાઇનીઝ ભાવે તો કોઈકને પંજાબી કે ગુજરાતી. વળી કોઈને ઇટાલિયન પણ વધારે પસંદ આવી શકે છે. તે જ રીતે સે@ક્સમાં પણ પોતાને અને સાથીને અનુકૂળ હોય તેવી સ્થિતિમાં જાતીય જીવન માણી શકે છે. કોઈ વાર પરિસ્થિતિ પ્રમાણે પણ આસન બદલવાં પડે છે. જેથી સર્ગભાવસ્થાના છેલ્લા મહિનાઓમાં પેટ પર વજન ના આવે તે જરૂરી છે, તો તે સમયે ‘સાઇડ બાય સાઇડ’ આસન વધારે અનુકૂળ છે.
ટૂંકમાં દાંપત્ય જીવનમાં પતિ-પત્નીએ પોતાની અંગત સૂઝબૂઝ વાપરી પારસ્પરિક ઇચ્છા અનુસાર સમાગમ કરવો જોઈએ.
એનલ સે@ક્સ એટલે કે ગુદામૈથુન. આમ કરવાથી એઇડ્સ થવાની શક્યતાઓ રહેલી છે. નિરોધનો ઉપયોગ જરૂરી છે.
સ્ત્રીના જાતીય આનંદનો આધાર શિશ્નનાં આકાર, લંબાઈ કે જાડાઈ ઉપર રહેલી નથી. ઇન્દ્રિયની લંબાઈ કે જાડાઈ નહીં, કલા અને ગુણવત્તા મહત્ત્વ ધરાવે છે. કારણ કે આનંદ માટે સંવેદના જરૂરી છે. જે સ્ત્રીના યોનિમાર્ગની બહારના ભાગમાં અને આગળના બે ઇંચમાં જ હોય છે. પાછળનો ચાર ઇંચમાં સંવેદના નહિવત્ જ હોય છે.
વળી યોનિમાર્ગ એક પ્રસારણક્ષમ, સ્ટ્રેચેબલ અવયવ છે. સમાગમ વખતે ઇન્દ્રિયની જાડાઈ જેટલું અને નવજાત શિશુના જન્મ સમયે તેના માથા જેટલું પહોળું થઈ શકે છે.
આટલું જાણ્યા પછી પણ જો આપને લંબાઈ વધારવી જ હોય તો એક જ રસ્તો છે. એ આપ ઓપરેશન દ્વારા લંબાઈ અને જાડાઈ વધારી શકો છો.
બાકી હાથથી ખેંચવાથી કે હસ્તમૈથુન દ્વારા લિંગની લંબાઈ કે જાડાઈમાં કોઈ જ ફેર પડી શકે નહીં.
સમસ્યા: સ્ત્રીને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યા પછી કેટલા દિવસ પછી સંભોગ કરી શકાય? મારી ઉંમર ૩પ વર્ષની છે.
ઉકેલ: સામાન્ય રીતે સ્ત્રીના માસિક આવવાના પહેલા ૧૪ દિવસમાં આ ઓપરેશન કરવામાં આવે છે. જેથી જ્યારથી ઓપરેશન થાય ત્યારથી જ મોટે ભાગે બીજા ગર્ભનિરોધક સાધનોનો પ્રયોગ જરૂરી રહેતો નથી. બાકી સ્ત્રીને તકલીફ ના હોય અને તેમની ઇચ્છા હોય તો ઓપરેશનના બે-ત્રણ દિવસ પછી પણ જાતીય સંબંધ રાખી શકાય છે.’