સ્ત્રીને આનંદ આપવા માટે અપનાવો આ ઉપાય ક્યારેય તમારા થી દૂર નહિ જાય..

અન્ય

કેટલીક વાર એવું થાય છે કે, સંબંધ ધીરે ધીરે ખરાબ થઇ રહ્યો હોય છે જેની જાણકારી બંને પાત્રોને હોતી નથી. નાના નાના કારણોને લીધે સંબંધમાં અંતર આવી ગયુ હોય છે. કેટલીક વાર ઇગોને લઇને પણ બે વ્યક્તિઓ વાત કરવાનું બંધ કરી દે છે, ત્યારે આ ટિપ્સ તમને કામ લાગશે.

પોતાના પાર્ટનરથી દૂર રહેવુ કોઇને પણ ન ગમે પરંતુ કોઇ ને કોઇ કારણને લીધે આવુ થયુ હોય તો ડિસટન્સ આવી જતુ હોય છે. રિલેશનશીપમાં એવો એક સમય આવે છે જ્યારે તમારે શું કરવું તેનો ખ્યાલ નથી આવતો. દૂર થવાને કારણે જ એક બીજા માટે તમે કેટલા મહત્વના છો તેની ખબર પડે છે. આજે અમે તમને જણાવીશું કે તમારા વચ્ચે આવેલા આ ડિસટન્સને કેવી રીતે દૂર કરશો.

વીડિયો કોલ કરો : આજના સમયમાં સૌથી વધારે સારી વાત છે ટેકનોલોજી. જેનાથી આપણે એકબીજા સાથે ડિજીટલી જોડાયેલા છીએ. જો તમને મળવાનો સમય ન મળતો હોય તો એક બે વાર પાર્ટનરને વીડિયો કોલ કરી લો. જેથી તમારા પાર્ટનરને એવુ ન લાગે કે તમે તેને ભૂલી ગયા છો. ઇમોશન્સ બતાવવા માટે ઇમોજી પણ છે તેના ઉપયોગથી પ્રેમ બતાવો.

વાત કરવાની શરૂઆત કરો : ઘણીવાર એવું બને છે કે બંને પાત્રો એકબીજા સાથે વાત કરવા ઇચ્છે છે પરંતુ તેમની વચ્ચેનો ઇગો અથવા સામેની વ્યક્તિ વાત નથી કરતી તો હું શા કારણે વાત કરું તેને લઇને એકબીજા સાથે વાત કરતા નથી. ઇગોને સાઇડમાં મૂકીને જે પ્રોબ્લેમ છે તે વિશે ખુલીને વાત કરવાથી મન હળવું થઇ જશે અને અંતર દુર થઇ જશે.

ગુસ્સો ન કરો : ઘણીવાર એવુ બનતુ હોય છે કે તમારા પાર્ટનરનું કોઇ કારણસર મૂડ સારુ ન રહેતુ હોય. તો તેની સાથે સરખી રીતે વર્તો. બની શકે કે તમારી કોઇ ફરિયાદને કારણે પાર્ટનરમાં રહેલો ગુ-સ્સો સામે આવી જાય અને તમારા પર ગુ-સ્સો ઉતારી દે. માટે ગુસ્સાથી વાત કરવાની ટાળો.

મળવાનુ રાખો : જો તમને થોડો સમય મળે છે તો તમે એક બીજાને મળી લો. ભીડભાડવાળી જગ્યાએ ગયા કરતા હરિયાળી હોય કે શાંત જગ્યા હોય ત્યાં જઇને બેસો. ત્યાંની શાંતિ તમારા મગજને પણ શાંતિ આપશે અને તમારા પાર્ટનરનો સાથ તમને ગમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *