તમે પણ કરો છો તમારા પાર્ટનરને કિસ, તો જાણો શું છે ફાયદા….

અન્ય

તમારા પાર્ટનરને કિસ કરવાથી તમે લાંબુ જીવી શકો છો. આ અમે નથી કહી રહ્યા પરંતુ એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. જર્મન ડૉક્ટરો અને મનોવૈજ્ઞાનિકો કહે છે કે ‘કિસ’ તમને લાંબુ જીવવામાં મદદ કરી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2007માં થયેલા એક અભ્યાસ અનુસાર, આપડે આપણા પાર્ટનરને આપણી પહેલી કિસના આધારે જજ કરીએ છીએ, કારણ કે તેની સાથે અનેક પ્રકારની લાગણીઓ જોડાયેલી હોય છે. જર્મન ચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ અનુસાર, કિસ તમને લાંબુ જીવવામાં મદદ કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે ‘કિસ’ તમારી સેક્સ ડ્રાઇવને વધારવામાં પણ મદદ કરે છે. તેને સેક્સ ડ્રાઇવનું બૂસ્ટર પણ કહેવામાં આવે છે.

2003 ના જાપાનીઝ અભ્યાસ મુજબ, કિસ તમને એલર્જીથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. તે તમને તણાવ દૂર કરવામાં પણ મદદ કરે છે. નિષ્ણાતો કહે છે કે કિસ કરવાથી તમારી ત્વચા ગ્લો કરી શકે છે કારણ કે તેનાથી તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે અને ચહેરાના સ્નાયુઓ સારી રીતે કામ કરે છે.

શું તમે આ જાણો છો

શું તમે ક્યારેય કિસ કરતી વખતે નોંધ્યું છે કે જ્યારે તમે તમારા પાર્ટનરને કિસ કરો છો ત્યારે તમે તમારું માથું જમણી તરફ નમાવો છો? જો નહીં, તો તમે આગલી વખતે આ વસ્તુનું ધ્યાન રાખી શકો છો. ‘ફ્રેન્ચ કિસિંગ’ પહેલા ‘ફ્લોરેન્ટાઇન કિસ’ તરીકે જાણીતી હતી. તે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી અંગ્રેજો દ્વારા આપવામાં આવી હતી.

કોના નામે નોંધાયેલ છે રેકોર્ડ?

સમાચાર અનુસાર, સૌથી લાંબી કિસ 58 કલાક, 35 મિનિટ અને 58 સેકન્ડની છે, આ રેકોર્ડ અત્યાર સુધી કોઈ તોડી શક્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *