મનજીતે મીનુની કમર ઉપર હાથ રાખી ને કહ્યું તું તો રૂપ નો ખજાનો છે તારે પૈસા ની શું જરૂર..

અન્ય

મનજિતની દુકાને એક દિવસ મીનુ અરોડા નામની યુવાન વિધવા આવી હરિયાણાના સિરસા જિલ્લાનું નટાર ગામ. આ ગામના વતની સતપાલસિંહ અને મનજિતસિંહ- એ ભાઇઓએ સિરસાના જનતા ભવન રોડ પર પેસ્ટિસાઇડસની એક દુકાન ખોલી હતી. સતપાલસિંહ વેપાર કરતો અને મનજિતસિંહ જમીનો તથા મકાનોની લે-વેચના દલાલ તરીકે કામ કરતો હતો. બંને ભાઇ પરણેલા હતા. મનજિતસિંહનું લગ્ન અમરજિત કૌર નામની મહિલા સાથે થયું હતું. લગ્ન બાદ અમરજિત કૌર બે બાળકોની માતા પણ બની હતી. મોટી દીકરીનું નામ નવદીપ કૌર અને નાનકડા દિકરાનું નામ સહજપાલ રાખવામાં આવ્યું હતું.

એક દિવસ મનજિતસિંહ એકલો જ દુકાન પર બેઠેલો હતો. એવામાં એક મહિલાએ આવીને કહ્યું : ‘મારે મનજિતસિંહને મળવું છે.’ મહિલાનો મધુર અવાજ સાંભળીને મનજિતસિંહ ભાવવિભોર થઇ ગયો. એણે દુકાનમાં એક નાનકડી કેબિન બનાવી રાખી હતી. એ આવેલી મહિલાને તેની કેબિનમાં લઇ ગયો અને કહ્યું : ‘બોલો મેડમ! શું સેવા કરી શકું?’

મહિલાએ કહ્યું: ‘મારું નામ મીનુ અરોડા છે. મારે એક મકાન વેચવું છે. કેટલાક સમય પહેલાં મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું. એ મકાન માટે અમે લોન લીધી હતી. પણ હવે હપતા ભરી શકાય તેમ નથી. તેથી મકાન વેચીને મારે બેંકની લોન ભરી દેવી છે.’

મનજિતસિંહ એક યુવાન વિધવાને તાકી રહ્યો. તેની નજર મીનુના અંગઉપાંગો પર હતી. મીનું આકર્ષક લાગતી હતી. મનજિતસિંહે કહ્યું : ‘કામ થઇ જશે પણ એ પહેલાં મારે તમારું મકાન જોવું પડશે. ક્યારે મકાન બતાવશો.’

‘આજે જઃ’ મીનુ બોલી. એમ કહી મીનુ એના ઘરનું સરનામું આપી સાંજે એના ઘેર આવવાનું નિમંત્રણ આપી જતી રહી. મનજિત મીનુની પીઠને જોઇ રહ્યો. સાંજે મનજિત સમયસર મીનુ અરોડાના ઘેર પહોંચી ગયો. મીનુ વિધવા હતી પણ સરસ રીતે શ્રૃંગાર સજીને બેઠી હતી. મીનુએ મનજિતને આવકારતા કહ્યું : ‘શું પીશો?’ મનજિતે કહ્યું : ‘એટલી જલ્દી શું છે? આવ્યો જ છું તો બેસવા તો દો ને. મારી પાસે તો સમય જ સમય છે!

‘એ તો બહુ સારું. બે કલાક બેસો તો પણ મને વાંધો નથી.’ મીનુએ મનજિતની આંખોમાં આંખ પરોવતાં કહ્યું. એ પછી મકાનની વાત ચાલી. મીનુએ કહ્યું. ‘મારા પતિના મૃત્યુ બાદ હવે હું એકલી રહું છું. બસ આ મકાન વેચાઇ જાય એટલે નિરાંત.’

‘મકાન વેચાઇ ગયા બાદ શું કરશો?’ ‘ખબર નથી. હું તો સાવ એકલી છું. બીજું લગ્ન કરી લઇશ.’

મનજિત બોલ્યો ‘મકાન વેચવાના બદલે લોનના હપતા ભરાઇ જાય તો?’ ‘એટલા રૂપિયા હું લાવીશ ક્યાંથી?’ : મીનુ બોલી. મનજિતે પાસો ફેંકતા કહ્યું : ‘જેની પાસે રૂપનો ખજાનો છે તેણે રૂપિયા શોધવાની ક્યાં જરૂર છે?’ ‘આવું ઘણા લોકો કહે છે પણ કોઇ હાથ પકડતું નથી.’ મનજિતે મીનુ અરોડાનો હાથ પકડી લેતાં કહ્યું: ‘લ્યો, મેં આ તમારો હાથ પકડી લીધો.’ કહેતાં મનજિતે મીનુનો હાથ પકડી લીધો.

મીનુએ હાથ છોડાવતાં કહ્યું : ‘આટલો જલ્દી?’ ‘ધરમના કામમાં ઢીલ શી?’ મનજિતે મીનુનો હાથ ફ્રી પકડયો. ‘પછી છોડી તો નહીં દો ને?’ ‘કદી નહીં.’ ‘ખાવ કસમ.’ મનજિતે કસમ ખાધા અને મીનુ અરોડાને પોતાની કરીબ ખેંચી લીધી. મનજિતે કહ્યું: ‘તમારા મકાનના બધા હપતા હું ભરી દઇશ.’

એ સાંજે મનજિત મીનુ અરોડાના ઘેર જ રોકાઇ ગયો. રાત્રે એણે ત્યાં જ દારૂ પીધો અને ત્યાં જ રોકાઈ ગયો. આ તરફ મનજિતની પત્ની અમરજિત કૌર અને મનજિતનો ભાઇ આખી રાત મનજિતને શોધતા રહ્યાં. સવારે તે ઘેર પહોંચ્યો ત્યારે એક મિત્રના કામે બહારગામ જવું પડયું તેવું ગપ્પુ મારી દીધું.

હવે રોજ સાંજે મનજિત મીનુ અરોડાના ઘેર જવા લાગ્યો. દિવસે પણ ત્યાં જ પડી રહેવા લાગ્યો. દુકાન પણ બરાબર ચાલતી નહોતી. ઘરમાં પૈસાની તંગી શરૂ થઇ ગઇ. આ તરફ મીનુ અરોડાના મકાનના હપતા મનજિત જ ભરતો હતો. મોડી રાતે ઘેર આવતા મનજિતને તેની પત્નીએ પૂછયું : ‘રોજ મોડા કેમ આવો છો?’

મનજિતે કહ્યું : ‘ધંધામાં મંદી છે. શું કરું? તારા પપ્પા પાસેથી સાત લાખ રૂપિયા લઇ આવ તો ધંધામાં રોકીએ. માલ લાવવા પૈસા જ નથી.’ અમરજિત કૌરે કહ્યું : ‘આપણાં બાળકો પણ રોજ સાંજે પપ્પા ક્યારે આવશે તેમ પૂછીને રડતાં રડતા સૂઇ જાય છે. મારા પપ્પા પૈસાવાળાં ક્યાં છે?’ મનજિતે કહ્યું : ‘તારા પપ્પા પાસે પૈસા નહીં તો આબરૂ તો છે ને! તેમને તો કોઇપણ વ્યક્તિ ઉધાર આપી દેશે. તું કાલે પિયર જાને, ડાર્લિંગ.’

પતિને મદદરૂપ થવાના ઇરાદે અમરજિત બીજા જ દિવસે તેના પિયર ગઇ. એણે તેના પપ્પાને બધી વાત કરી. તેના પિતા પાસે રોકડા રૂપિયા નહોતા પણ ચાર-પાંચ દિવસ પછી તેમણે ક્યાંકથી ઉછીના લઇને પાંચ લાખ રૂપિયા દીકરીને મોકલી આપ્યા. એ રૂપિયા આવતાં જ મનજિત સીધો મીનુ અરોડાના ઘેર પહોંચ્યો. બાકીના હપતા ભરી જે રૂપિયા વધ્યા તે મીનુ અરોડાને વાપરવા આપ્યા. થોડા દિવસ બધું બરાબર ચાલ્યું. હવે તો મનજિત રોજ દારૂ પીને ઘેર જવા લાગ્યો. અમરજિત કોરને ખ્યાલ આવી ગયો કે એના પતિને કોઇ સ્ત્ર્રી સાથે આડો સંબંધ છે. એણે પતિને મોડા આવવાનું કારણ પૂછયું તો એ રાત્રે મનજિતે એની પત્નીને માર માર્યો. બાળકો પણ ડરી ગયાં.

આ તરફ મીનુ અરોડાએ પણ પ્રશ્ન ઊભો કર્યોઃ ‘ક્યાં સુધી આમ આપણે ગૂપચૂપ મળ્યા કરીશું? હું તમારી રખાત બનીને રહેવા માંગતી નથી.’ ‘તો શું કરવું છે?’ ‘મારી સાથે લગ્ન કરી લ્યો.’ ‘અને અમરજિત કોરનું શું?’ ‘એની સાથે છૂટાછેડા લઇ લો.’: મીનુ અરોડાએ માંગણી મૂકી. ‘એ શક્ય નથી.’ ‘તો મને બીજે લગ્ન કરી લેવા દો.’ ‘એ પણ શક્ય નથી.’ : મનજિત બોલી રહ્યો. મીનુ અરોડાએ મનજિતને આખરીનામું આપતા કહ્યું : ‘તમે તમારી પત્ની અને મારામાંથી એકની પસંદગી કરી લો. તમારે તમારી પત્નીને છૂટી ના કરવી હોય તો કાલથી મારા ઘેર આવશો નહીં.’

મનજિતને ખ્યાલ આવી ગયો કે મીનુ અરોડાએ અસલ સ્ત્ર્રી-સ્વરૂપ ધારણ કર્યું છે. તે કોઇપણ હદે જઇ શકે છે. મનજિત મીનુ અરોડાના પ્રેમમાં એટલો ગરકાવ હતો કે તે કોઇપણ સંજોગોમાં મીનુ અરોડા બીજા પુરુષને પસંદ કરી લે તે માટે તે જરા પણ તૈયાર નહોતો. બીજી બાજુ પતિની હરકતોથી અમરજિત કૌર પણ તંગ આવી ગઇ હતી. એને અને પડોશીઓને પણ ખબર પડી ગઇ હતી કે, મનજિત હવે મીનુ અરોડાના ઘેર જ પડી રહે છે. ફ્રી એકવાર ઝઘડો થયો. મનજિતે કહ્યું : ‘તને ખબર છે ને કે પૈસાના અભાવે મારો ધંધો ડૂબી રહ્યો છે.’

અમરજિત કોરે કહ્યું : ‘મને ખબર છે કે, પૈસા બધા મીનુ અરોડાના ઘરમાં જાય છે.’ એ સાંભળી મનજિત લ્હાય લ્હાય થઇ ગયો. એણે પત્નીને ફ્ટકારી. અમરજિત કૌરે પણ રડતાં-રડતાં કહ્યું : ‘મને ગમે તેટલી મારશો પણ હું તમારો સામનો કરીશ. આજે જ મારા પપ્પા અને ભાઇને તમારા ધંધા વિશે જાણ કરું છું. કાલે પોલીસને પણ જાણ કરીશ.’

અમરજિત કૌરનું વિકરાળ સ્વરૂપ જોઇ મનજિત ઘરમાંથી બહાર નીકળી ગયો. ઘરમાંથી બહાર નીકળતાં પત્નીને ગાળો બોલતો હતો. જતાં જતાં એ બોલ્યો હતો : ‘હું તને જોઇ લઇશ.’

અમરજિત કૌરે તરત જ તેના ભાઇને ફેન લગાવી પતિના મીનુ અરોડા સાથેના સંબંધની અને પોતાને મારી નાંખવાની બધી વાત કહી દીધી. તે પછી તેણે જલદી આવી જવા કહ્યું. અમરજિતનો ભાઇ રણધીર કોઇના મૃત્યુ પ્રસંગે બેસવા ગયો હતો. એણે કહ્યું: ‘કહ્યુંં કાલે આવી જઇશ, તું ચિંતા ના કર.’

એ રાત્રે મનજિત મીનુ અરોડાના ઘેર પહોંચી ગયો. તા.૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨ની એ રાત હતી. એ રાત્રે એણે મીનુ અરોડાના ઘેર દારૂ પીધો. અમરજિત કૌરે તેને આપેલી ધમકીની વાત એણે મીનુ અરોડાને કરી. મીનુએ તેને કહ્યું. ‘હું કાંઇ ના જાણું. તમારે તમારી પત્નીનું જે કરવું હોય તે કરો અથવા મને છુટી કરો.’

એ રાત્રે મનજિત અને મીનુ અરોડાએ એક ખતરનાક યોજના ઘડી કાઢી. દારૂની ખાલી બાટલી લઇ તે પેટ્રોલ પંપ પર ગયો. પંપ પરથી તેણે બાટલીમાં પેટ્રોલ ભરાવી લીધું. રાતના બારેક વાગે તે પોતાના ઘેર ગયો. ઘરનું બારણું ખટખટાવ્યું. પત્નીએ બારણું ખોલ્યું. મનજિતે બારણુ અંદરથી બંધ કરી દીધું. છૂપાવી રાખેલી બાટલીનું પેટ્રોલ પત્ની પર ઢોળી લાઇટર પ્રજવલિત કરી અમરજિત કૌરના શરીર પર આગ ચાંપી દીધી, એણે બાકીનુ પેટ્રોલ બે નાનાં બાળકો પર પણ છાંટી તેમની પર પણ આ લાઇટર અડકાડી દીધું. અમરજિત કૌર અને બાળકો ભડભડ બળવા લાગ્યાં. ચીસાચીસ શરૂ થઇ ગઇ. લોકો જાગી ગયા. લોકોને જોઇ મનજિત પાછળના ઓરડામાં છૂપાઇ ગયો. થોડીવાર પછી તે પણ બહાર આવી રડવાનું નાટક કરવા લાગ્યો. અમરજિત કૌર અને બાળકો સખત રીતે દાઝી ગયાં હોઇ તે તમામ મૃત્યુ પામ્યાં.

બીજા દિવસે પોલીસ આવી અને મરનાર અમરજિત કૌરનો ભાઇ રણધીર પણ આવી પહોંચ્યો. એણે પોલીસને અસલી વાત કહી દીધી. પોલીસે મનજિત અને મીનુ અરોડાની ધરપકડ કરી. બેઉ હવે જેલમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *