ઉનાળામાં કેરી ખાવાથી મળે છે જબરદસ્ત લાભ અને રોગો રહેશે દૂર, પણ આવી ભૂલો ન કરતાં નહીંતર થશે આડઅસર

હેલ્થ

જો કેરી અને કેરીનો રસ પ્રમાણસર અને યોગ્ય રીતે આહારમાં સામેલ કરવામાં આવે તો તેના લીધે અનેક રોગો સામે રક્ષણ મળી શકે છે. એટલું જ નહીં, તેના લીધે સ્વાસ્થ્યને ઘણાં લાભ થાય છે અને ભરપૂર પોષક તત્વો પણ મળી રહે છે. સાથે જ શરીરને ઊર્જા પણ મળે છે.

કેરીમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં છે. તે પ્રેગ્નેન્ટ તેમ જ લોહીની ઉણપ (એનિમિયા) ધરાવતા લોકો માટે ઘણી ઉપયોગી છે. તેમાં આવેલા રેસાના લીધે કબજિયાત જેવા રોગ દૂર થાય છે. તેમાં આવેલું બીટા કેરોટીન આંખની જ્યોતિ વધારે છે, તેમાં રહેલું વિટામિન ઈ હાર્ટના રોગોને દૂર કરવા માટે ઉપયોગી છે. કેરી સ્વાદિષ્ટ તો છે જ. ઉપરાંત તેમાં રહેલા વિટામિન, મિનરલ્સ ઘણાં ઉપયોગી છે.

રોજ એક પાકી કેરી ખાવામાં આવે તો કબજિયાત, પાઇલ્સ જેવા રોગ દૂર થાય છે. એક મીડિયમ સાઇઝની કેરીમાંથી રોજની ફાયબરની જરૂરિયાતના 40 ટકા ફાયબર્સ મળી શકે છે.

કેરી વિશે જાણો આ વાતો

કેરીના રસથી વજન વધે છે. કેરીનો રસ કાઢવામાં આવે ત્યારે તેમાં આવતા ફાઇબર્સને ગાળી લેવામાં આવે છે માટે તેના ગુણ ઓછા થાય છે. રસને સ્વાદિષ્ટ બનાવવા ઘણી વાર તેમાં ખાંડ નાંખવામાં આવે છે જે તેની કુલ કેલરીને વધારે છે. રસ એક જ વાટકી લેવામાં આવે તો તે વજન વધારતો નથી પરંતુ જો વધુ પડતો લેવામાં આવે તો વજન વધી શકે છે. જો તમને પેટ સંબંધી સમસ્યા હોય તો તમારે કેરી ખાવાથી દૂર રહેવું જોઇએ.

એસિડિટી

જો કેરીના રસને દૂધ સાથે લેવામાં આવે તો એસિડિટી થઇ શકે છે, પરંતુ એક કેરી સવારે કે બપોરે લેવાથી એસિડિટી થતી નથી.

વજન

તેમાં આવેલી ખાંડને કારણે વજન વધે છે કેરીમાં આવેલી ખાંડ કોમ્લેકસ શુગર છે. તેનાથી વજન વધતું નથી, પરંતુ જો રસ ખાટો લાગે અને તેમાં ખાંડ ઉમેરવામાં આવે તો વજન વધે છે. જો કેરીનો આઇસક્રીમ રોજ ખાવ તો વજન વધે.

કેરીમાં આવેલું પોટેશિયમ વધુ પડતી શારીરિક કસરત કરતાં લોકોને ઉપયોગી થાય છે. આ સિવાય એવું કહેવાય છે કે કેરી ખાવાથી ગરમી થાય છે. જોકે, જો તમે તેને વિરૂદ્ધ આહાર સાથે અથવા વધુ પ્રમાણમાં ખાવાથી ગરમી વધી શકે છે અને નુકસાન થઈ શકે છે. બાકી માપસર કેરી ખાવાથી આવી સમસ્યા થતી નથી. એન્ટીઓક્સિડન્ટથી ભરપુર કેરીનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે. તેના કારણે તમે ખતરાથી બચી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *