રાશિફળ : જાણો કઈ રાશિ માટે રેહશે મંગળવાર શુભ દિવસ

ધાર્મિક

મેષ રાશિ
આજે બૌદ્ધિક-તાર્કિક વિચાર વિનિમય માટે ખૂબ જ સારો સમય છે. આજનો દિવસ તમારા માટે સામાન્ય રૂપથી ફળદાયી રહેશે. વિરોધીઓ પરાસ્ત થશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. તમારી ધન વૃદ્ધિ થશે અને કોઇ જગ્યાએથી પૈસાનાં સ્ત્રોત મળી શકે છે. અટવાયેલા પૈસા પ્રાપ્ત થવાના પણ યોગ નજર આવી રહ્યા છે. એટલા માટે તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમે પોતાના દરેક કાર્ય આત્મવિશ્વાસથી પૂર્ણ કરશો અને તેમાં તમને સફળતા મળશે.

Advertisement

વૃષભ રાશિ
આજે તમને પોતાના જીવનસાથી તરફથી ખાસ ગિફ્ટ મળી શકે છે. જોખમપૂર્ણ રોકાણમાં લાભ મળશે. આજે તમારું ચિત્ત પ્રસન્ન રહેશે અને પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. બની શકે તો પરિવારનાં લોકોની સાથે તેમના કાર્યમાં મદદ કરવી. સંતાન અભ્યાસ પર ધ્યાન આપશે. પાર્ટનર સાથે ખૂબ જ મધુરતા ભરેલો સમય પસાર કરી શકશો. ભાવનાત્મક સંબંધો થી તમે નરમ બનશો. જીવનસાથીનો સહયોગ તથા સાનિધ્ય મળશે.

મિથુન રાશિ

પિતા તરફથી તમને કોઈ લાભ મળશે. આધ્યાત્મિક સુખ તથા સુખ શાંતિનું વાતાવરણ રહેશે. આર્થિક મામલામાં લાભની સ્થિતિ રહેશે, જ્યારે કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. રોજિંદા કાર્યમાં મન લાગશે. તમે અતિ ઉત્સાહ અને ઉતાવળમાં કોઇ કામ બગાડી શકો છો. કામકાજમાં આવી રહેલી અડચણ દૂર થશે. ઝગડા અને વિવાદાસ્પદ સ્થિતિથી દૂર રહેવાનો પ્રયાસ કરો. વેપાર-ધંધા સારા ચાલી રહ્યા છે.

કર્ક રાશિ
કર્ક રાશિવાળા લોકોને કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. મિત્રોની સાથે મતભેદ થશે. લાભના અવસર પ્રાપ્ત થશે. સંતાન પક્ષની ચિંતા રહેશે. શત્રુઓ કાર્યમાં અડચણ ઉભી કરી શકે છે. ઉત્તેજના તથા ક્રોધ પર નિયંત્રણ રાખો. રોકાણથી લાભ થશે. તમારે પોતાના સામાન્ય કુશળ ઉપાયથી કાર્ય પૂર્ણ કરવાનું રહેશે, જેથી તમે પોતાની કારકિર્દીમાં આવનાર સમયમાં વૃદ્ધિ કરી શકો. વિદ્યાર્થીવર્ગ સફળતા પ્રાપ્ત કરશે. અટવાયેલા કાર્યોમાં ગતિ આવશે.

સિંહ રાશિ

આવકમાં અચાનક વૃદ્ધિ તમને ખુશ કરશે, કારણ કે તમારી મહેનતને ઓળખવામાં આવશે. માન-સન્માન અને યશમાં વૃદ્ધિ થશે. કાર્યોમાં રુચિ, સફળતા તથા નવી યોજનાઓ ભરેલો દિવસ સાબિત થશે. તેલ નો વેપાર કરવાવાળા લોકો અને ગ્રાહકો તરફથી તાલમેલ જાળવી રાખવાનું રહેશે, જેનાથી સારો લાભ પ્રાપ્ત થઈ શકે. સુખનાં સાધન વધશે. નોકરી-વ્યવસાયમાં બધા કાર્ય સક્રિય થઇને કરશો તો લાભ અવશ્ય મળશે. પોતાની વાણી પર નિયંત્રણ રાખો.

કન્યા રાશિ
આર્થિક લાભ થઈ શકે છે. અનાવશ્યક બહાર નીકળવાથી બચવું. તમે પોતાને તંદુરસ્ત મહેસૂસ કરશો. મોટા વડીલોની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. ઉત્સાહવર્ધક સૂચના પ્રાપ્ત થશે. આત્મ સન્માન જળવાઇ રહેશે. ઘર બહારથી સહયોગ મળશે.પરીક્ષાનાં પરિણામ વિદ્યાર્થીઓની તરફેણમાં આવશે. લવ મેટ્સ માટે આજનો દિવસ સારો રહેવાનો છે. સેમિનાર અને પ્રદર્શન વગેરે તમને નવી જાણકારીઓ તથ્ય થી અવગત કરાવશે.

તુલા રાશિ

તમે પોતાને અનોખી ઉર્જાથી ભરપુર મહેસૂસ કરશો. તમને પરિવારના વડીલોના આશીર્વાદ અને સહયોગ મળશે. તેમની સલાહથી કરવામાં આવેલ કાર્ય તમારા માટે ફળદાયક રહેશે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો. સ્વાસ્થ્ય કમજોર રહેશે. દાંપત્યજીવનમાં પ્રેમ વધશે. જીવનસાથી પરિવારના અન્ય લોકો સાથે મળીને તમને કોઇ સરપ્રાઇઝ આપી શકે છે. પરિણામોની ચિંતા કર્યા વગર મહેનત કરશો તો સફળતા અવશ્ય પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ
નોકરીના ક્ષેત્રમાં કરવામાં આવેલ પ્રયાસ સફળ રહેશે. ઓનલાઇન વેપાર કરી રહેલા લોકોને આજે ફાયદો થશે. લવ મેટ્સ એકબીજા પ્રત્યે વિશ્વાસ જાળવી રાખશે, જેનાથી સંબંધો વધુ સારા બનશે. સુખ સુવિધાઓ માટે કરજ લેવું યોગ્ય નથી. બની શકે તેટલી વધારે બચત કરવી જોઈએ. કારકિર્દીમાં તમને સફળતા મળશે. વિરોધીઓથી તમારે થોડું બચીને રહેવાની જરૂરિયાત છે. તમને વધારે જવાબદારી આપવામાં આવશે. રોમેન્ટિક સંબંધ સારા રહેશે.

ધન રાશિ

આજે તમે વડીલોના સમર્થનથી ઘરના એક વિશાળ મુદ્દા પર સમાધાન કરશો. વાણી પર નિયંત્રણ રાખવું, નહીંતર કાર્ય બગડી શકે છે. ભાગ્યનો સાથ મળશે. સંપત્તિના કાર્યમાં વધવાના યોગ છે. કોઈ મોટું કામ થવાથી પ્રસન્નતા રહેશે. પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે. દુ:ખદ સમાચાર મળી શકે છે. કાર્ય વધારે રહેવાને કારણે અંગત કાર્ય પ્રભાવિત થશે. પરિવારજનો સારો સહયોગ મળશે.

મકર રાશિ
વિપરિત લિંગના વ્યક્તિઓની સાથે સારો સમય પસાર થશે. નોકરી કરતા લોકો માટે દિવસ સારો રહેશે. મહેનતનું ફળ પ્રાપ્ત થશે. દાંપત્યજીવનમાં તણાવમુક્ત રહેશો. તમે પોતાના સંબંધોને સારી રીતે જાળવી શકશો. જૂની ચીજોમાં સુધારો થવાની સંભાવના છે. તમારા કામકાજમાં વધારો થઈ શકે છે. જે લોકો પ્રેમ જીવનમાં છે, આજે તેમને અમુક પરેશાનીઓ આવશે. તમારા પ્રિય વ્યક્તિ બીમાર થઈ શકે છે. આજે ગાયને પોતાના હાથથી મીઠી વસ્તુનું દાન કરવું શુભ ફળ પ્રાપ્ત કરાવશે.

કુંભ રાશિ

વિવાહ માટે કરવામાં આવેલ પ્રયાસ સફળ રહેશે. પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમારે સમજદારીથી કાર્ય કરવાની આવશ્યકતા છે. કારણકે આક્રમક થવું હાનીકારક સાબિત થશે. સાથીનું વર્તન તમને પરેશાન કરી શકે છે. ક્યારેક-ક્યારેક વધારે પડતી હોશિયારી પણ નુકસાન અપાવી શકે છે. કોઇ ગૌશાળામાં પૈસાનું દાન કરવું. કાર્યસ્થળ પર કોઈ અધિકારી સાથે સંબંધોમાં મજબૂતી આવશે. સારું કરવા છતાં પણ તમારે અપજશનો સામનો કરવો પડશે.

મીન રાશિ
આજે તમારે પોતાના કાર્ય પ્રત્યે ધગસ જાળવી રાખવી, તેનાથી ઘણા બધાં કાર્ય તમે ભટકતા વિચારોની સાથે પણ સફળતાપૂર્વક કરી શકશો. કોઇ મિત્ર સાથે ફોન પર લાંબી વાતચીત થઈ શકે છે. તમને અમુક નવા બિઝનેસ પ્રપોઝલ મળશે. વિપરિત લિંગના લોકો સાથે વાદ-વિવાદ થઈ શકે છે. સંતાન તરફથી સુખની અનુભૂતિ મળશે. કાર્યોમાં જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. કુલ મળીને આજનો દિવસ તમારો સારો રહેશે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.