પ્રેમ આંધળો હોય છે, પિતા ની ઉંમરના પુરુષ સાથે કર્યા લગ્ન ને પછી જે થયું તે તો..

અન્ય

એવું કહેવાય છે કે પ્રેમમાં ઉંમરના કોઈ બંધનો નથી હોતા, પ્રેમ કોને ? ક્યારે અને કોની સાથે થઇ જાય એ પણ નક્કી નથી હોતું, પરંતુ ઘણીવાર સમાજ અને દુનિયા માટે આવા પ્રેમ નડતર રૂપ પણ બનતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ કહાની અને તેની તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં એક આધેડ ઉંમરનો પુરુષ અને તેની નાની ઉંમરની પત્ની દેખાઈ રહી છે. તસ્વીર જોતા બંને આમ તો બાપ-દીકરી દેખાઈ રહ્યા છે, પરંતુ હકીકતમાં તે પતિ પત્ની છે, ચાલો જાણીએ તે કોણ છે. વાયરલ થઇ રહેલી તસ્વીરમાં દેખાઈ રહેલા વ્યક્તિનું નામ છે ટોમ ઇમામ, અને તેની સાથે તેની પત્ની મિષ્ટી છે. આ બંને મૂળ બાંગ્લાદેશના રહેવાસી છે, પરંતુ હાલ તે અમેરિકામાં સ્થાઈ થઇ ચુક્યા છે.

ટોમ ઇમામે પોતાના ફેસબુક ઉપર પોતાના લગ્નનું એક વર્ષ પૂર્ણ થવા ઉપર કેક કાપતી તસ્વીર શેર કરી હતી. જે ખુબ જ વાયરલ થઇ ગઈ હતી, અને વાયરલ થવાનું કારણ પણ બંનેની જોડી હતું. કારણ કે કોઈ માનવા તૈયાર નહોતું કે આ બંને પતિ પત્ની છે, ઘણા લોકોએ કોમેન્ટ કરી અને બંનેને બાપ-દીકરી પણ કહ્યા હતા, તો ઘણા લોકોનું કહેવું છે કે પૈસા હોય તો શું ના થઇ શકે?

ટોમ ઇમામે સોશિયલ મીડિયા ઉપર ઉઠી રહેલી કોમેન્ટના જવાબ પણ આપ્યા હતા. સાથે પોતાના પરિવારની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. ટોમે પોતાનો પરિચય આપવાની સાથે જણાવ્યું હતું કે, શું તમને લાગે છે કે આ કરવું યોગ્ય છે ? બહુ જ બધા લોકો જાણવા ઈચ્છે છે કે ટોમ ઇમામ છે કોણ? તેના જવાબમાં કહું તો હું એક બાંગ્લાદેશી અને એક અમેરિકી નાગરિક છું. મારી પૂર્વ પત્ની અમેરિકી હતી અને તે છેલ્લા 10 વર્ષથી ખુબ જ બીમાર હતી જેનું 2011માં નિધન થઇ ગયું.

ટોમે આગળ જણાવ્યું કે “ત્યારબાદ મેં લગ્ન ના કર્યા. મેં મારા દીકરા અને દીકરીને એકલા હાથે સાચવ્યા. મેં 20 વર્ષ સુધી બલિદાન આપ્યું. ત્યારબાદ મેં બાંગ્લાદેશમાં બીજા લગ્ન કરી લીધા. હું મારી પત્નીને પ્રેમ કરું છું અને મારી પત્ની પણ મને ખુબ જ પ્રેમ કરે છે.” સાથે જ ટોમ ઇમામે પોતાના પરિવારની કેટલીક તસવીરો પણ શેર કરી હતી અને લોકોને તેમના પરિવારનું સન્માન કરવા માટે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *