રાજ્યમાં આજકાલની પેઢી જીવનસાથી ઓનલાઈન શોધવા માંડી છે, જેના કારણે અનેક વખત યુવતીઓ અને યુવકો સાથે છેતરાયા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોયા છે. ત્યારે આવો જ એક કિસ્સો આજે સુરતમાંથી આવ્યો છે, જેમાં સોશિયલ મીડિયા સાઈટ શાદી ડોટ કોમથી પરિચયમાં આવેલા ઉત્તર પ્રદેશના યુવાને એક વિધવા સાથે માથામાં સિંદૂર પુરીને શરીરસુખ માણ્યું હતું, લગ્ન કરવાના કોડ આપ્યા હતા, પરંતુ પાછળથી યુવાને બીજે લગ્ન કરી લેતા મામલો ચર્ચામાં આવ્યો છે. એટલું જ નહીં, યુવાને મહિલા અને તેના 22 વર્ષીય પુત્રને વોટ્સએપ મેસેજ કરી ધમકી પણ આપી હતી.
શાદી ડોટ કોમ નામની મેટ્રોમોનિયલ સાઇટથી પરિચયમાં આવેલી મલ્ટિનેશનલ કંપનીમાં ડિલિવરી ગર્લ તરીકે નોકરી કરતી 41 વર્ષીય વિધવાના ઘરે આવી માથામાં સિંદૂર પૂરી ભોગવ્યા બાદ વતન જઇ બીજી યુવતી સાથે લગ્ન કરી લેતાં મામલો રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે જહાંગીરાબાદ વિસ્તારમાં રહેતી અને પતિના મૃત્યુ બાદ 22 વર્ષીય પુત્ર સાથે રહેતી 41 વર્ષીય મહિલા મલ્ટિનેશનલ કંપનીમાં ડિલિવરી ગર્લ તરીકે નોકરી કરે છે. બીજાં લગ્ન કરવા માટે મુરતિયાની શોધમાં શાદી ડોટ કોમમાં રજિસ્ટ્રેશન કરાવનાર આ યુવતીને ઉત્તર પ્રદેશના રામપુર ગામના હર્ષવર્ધન ઉર્ફે મુકેશ આત્માપ્રકાશ વર્મા સાથે પરિચય થયો હતો. આ બંને ફેસબુક અને વોટ્સએપ ઉપર વાત કરતાં રહેતા હતા.
ગત 28મી નવેમ્બર-20માં તે સુરત આવ્યો હતો અને આ વિધવાના માથામાં સિંદૂર પૂરી પોતાની પત્ની તરીકે જાહેર કરી હતી. આખી રાત અહીં રોકાઇ પતિ તરીકેના સંબંધ બાંધ્યા બાદ આ યુવતીને દિલ્હી અને અમદાવાદ લઇ જઇ ત્યાં પણ શારીરિક સંબંધ બાંધ્યા હતા. લગ્ન ટલ્લે ચઢાવતાં રહેતાં આ યુવાને ગત 23મી જુલાઇએ વોટ્સએપ મેસેજ ઉપર આ યુવતી અને તેના પુત્રને મારી નાંખવાની ધમકી આપતો મેસેજ કરી સોશિયલ મીડિયા ઉપર બ્લોક કરી દેતાં આ મહિલા ડઘાઇ ગઇ હતી.
બીજા એકાઉન્ટ મારફત ચેક કરતાં હર્ષવર્ધને બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળતાં આ મહિલા રાંદેર પોલીસ મથકે પહોંચી હતી અને હર્ષવર્ધન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી.ની કલમ 493, 504 અને 507 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં