ફ્લેટમાં ઘુસતા મનોજે દિપાલીને પોતાના બાહોપાશમાં જકડી લીધી અને થોડીવારમાં તો…

અન્ય

બાન્દ્રાના પોશ વિસ્તારમાં પાલી હિલ પર આવેલા દીપાલીના ફ્લેટમાં પહોંચીને દાખલ થતાંની સાથે જ મનોજ દીપાલીને પોતાની બાહોમાં જકડી લીધી. દીપાલીના વિરોધ પર ધ્યાન ન આપતા તે તેને આલિંગનમાં વધુને વધુ જકડવા લાગ્યો.યુવાન, કામણગારી, રૂપસુંદરી દીપાલીનો દેહ અને મોહક અદાઓનો મનોજ દીવાનો બની ગયો હતો.
વિશાળ હવેલીના મોટા પ્રાંગણમાં રંગીન શમિયાણો બંધાયેલો હતો. દરાવાજાની બહાર બંને તરફ અને કારો ઊભી હતી. ‘મિલન હોઝિયારી’ નામની ફેક્ટરીના માલિક મનોજના ઘેર સવારના ૯ વાગ્યાથી જ મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું હતું. અંદર મનોજ અને તેની પત્ની સુગંધા મહેમાનોના સ્વાગતસત્કાર કરી રહ્યાં હતાં. નોકરચાકરો અને ફેક્ટરીના ૩-૪ કર્મચારીઓ વ્યવસ્થા જાળવી રાખવા તત્પર હતા.

જ્યાં મંડપ બાંધવામાં આવ્યો હતો, ત્યાંથી થોડોે દૂર એક પડદા પાછળ રસોઈયા નાસ્તા તૈયાર કરવામાં જોડાયેલા હતા. અંદર વિશાળ ગોળાકાર ડ્રોઈંગરૂમમાં સ્વામી નિર્મલેશ માટે બનાવવામાં આવેલા મંચનેો વિશેષ સાજશણગાર કરવામાં આવ્યો હતો. મંચની બાજુના ગાલીચા પર મહેમાનોએ સ્થાનગ્રહણ કરવું શરૂ કરી દીધું હતું. બહાર વરંડામાં પણ શેતરંજીઓ બિછાવેલી હતી અને એક લાઈનમાં કેટલીક ખુરશીઓ પણ રાખવામાં આવી હતી.

૨-૪ મહેમાનોએ નોંધ્યું હતું કે જ્યાં સુગંધા ખુશીથી આમતેમ ફરી રહી હતી, ત્યાં ક્યારેક ક્યારેક મનોજના ચહેરા પર અણગમા અને હળવા ક્રોધના ભાવ નજરે પડી રહ્યાં હતાં. લોકોએ વિચાર્યું કે કદાચ મનોજની તબિયત સારી નહીં હોય, પરંતુ મનોજના ઘનિષ્ઠ મિત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યોગેશ વસ્તુસ્થિતિથી એક સારી રીતે વાકેફ હતાં. તેને ખબર હતી કે મનોજની પ્રેમિકા દીપાલી દોઢ મહિનાના પ્રવાસ બાદ બપોરના સમયે લંડનથી આવી રહી છે.

જેથી તે એરપોર્ટ પર જઈને તે આવકારવા ઈચ્છે છે, પરંતુ બે દિવસ અગાઉ સુગંધાએ પોતાના ગુરુદેવ ઋષિકેષના સ્વામીના પ્રવચનનો કાર્યક્રમ જ્યારે પોતાના પતિને પૂછ્યા વિના જ નક્કી કરી નાખ્યો ત્યારે તે ગુસ્સામાં વ્યર્થ બોલવા લાગ્યો, ”આ તને શું સૂઝ્યું? આ રીતે અચાનક પ્રોગ્રામ થોડા બનાવી શકાય છે. આવતી કાલે મારો ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ છે. એક મિનિટની પણ ફુરસદ નથી અને તે આ બખેડો ઊભો કરી દીધો….. ઓછામાં ઓછુ મને પૂછવું હતું…. તારા સ્વામી કંઈ ભાગી તો નહોતા જઈ રહ્યા ને… તેમનો કાર્યક્રમ બાદમાં કોઈપણ દિવસે રાખી શકત?”

”કાને ખોલીને સાંભળી લો. કાર્યક્રમ આવતી કાલે જ યોેજાશે. આભાર માનો કે મુંબઈના પોતાના વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન ખૂબ મુશ્કેલીથી તેમણે બે-અઢી કલાકનો સમય કાઢીને મારા આમંત્રણનો સ્વીકાર કર્યો છે. ” સુગંધાએ પતિ સામે ઘૂરકતા કહ્યું, ”વધારે કંઈ કહેવાની જરૂર નથી…. તમારા જેવા સુરાસુંદરીના રસિયા ભલા ગુરુજીનો મહિમા શું જાણે?”

”ઠીક છે, જેવી તારી ઈચ્છા હોય, તેવું જ કર. પરંતુ ભવિષ્યમાં ફરી કોઈ વાર આવેો મનોરંજન કાર્યક્રમ યોજવો હોય તો પહેલા મારી સાથે ચર્ચા-વિચારણા કરી લેજે.” મનોજ સામેથી આવી રહેલા ઉદ્યોગપતિ પ્રેમેન્દ્ર સિંહ તરફ વધતા ધીમેથી કહ્યું.

૧૦ વાગે જ્યારે સ્વામીજી પોતાના ત્રણ શિષ્યો સાથે મંચ પર બિરાજમાન થયા ત્યારે ઉપસ્થિત સમુદાય તેમના ભવ્ય વ્યક્તિત્વને એકીટસે જોતો જ રહી ગયો. ૪૦-૪૫ વર્ષીય ગુરુદેવ ગૌરવશાળી અને સુદ્રઢ શરીરસૌષ્ઠવના સ્વામી હતા. તેમની દાઢી વ્યવસ્થિત રીતે ઓપ આપેલી હતી અને લાંબા કેશ હવામાં લહેરાઈ રહ્યા હતા. ક્રીમ રંગના કિંમતી તથા લાંબા ઝભ્ભામાં અત્યંત સુશોભિત પ્રતીત થઈ રહ્યા હા. મંચ નજીક નીચ ે બેઠેલા તેમના શિષ્યોએ ભગવાં વસ્ત્રો ધારણ કરી રહ્યાં હતાં.

સૌપ્રથમ સુગંધાએ પોતાના ગુરુદેવના ચરણસ્પર્શ કર્યા પછી મીઠાઈ અને સૂકા મેવાના બે પેકેટ તેમની પાસે મૂકી દીધાં. બાદમાં તેણે પોતાના પર્સમાંથી એક કવર કાઢીને તેમના ચરણોમાં મૂક્યું. ત્યારબાદ મનોજ કૃત્રિમ હાસ્ય સાથે સ્વામી સમક્ષ મસ્તક નમાવ્યું. દેખાદેખી અન્ય મહેમાનોએ પણ સ્વામીના ચરણસ્પર્શ કર્યાં. કેટલાકે તો રૂપિયા ૧૦૦,૫૦૦ અને ૧૦૦૦ની ભેટ ચઢાવી.

શીઘ્ર સ્વામીનો ઈશારો થતા શિષ્યોએ હાર્મોનિયમ અને તબલાની સંગત સાથે ભજન ગાવાનો પ્રારંભ કર્યો. લગભગ અડધા કલાક બાદ સ્વામીએ પ્રવચનનો આરંભ કર્યો, જેમાં દરરોજવિવિધ ટીવી ચેનલો પર દર્શાવતા સંતો, ગુરુઓ અને મંડલેશ્વરોનાં પ્રવચન સાથે હળતી મળતી ભાષાશૈલીની ઝલક નજરે પડતી હતી.

એ જ લોકપરલોક અને કામ, ક્રેોધ, લોભ, મોહ તથા અહંકાર જેવાનો ત્યાગ કરવાની શિખામણો બેવડાવવામાં આવી રહી હતી. વચ્ચે વચ્ચે પોતાની વિદ્ધતા પ્રદર્શિત કરવાના હેતુસર સ્વામી સંસ્કૃતના શ્લોકો અને કબીર, રહીમ, તુલસી અને સુરદાસના દોહાઓનો સહારો લઈ રહ્યા હતા.

લગભગ ૧ કલાક બાદ જ્યારે સ્વામીનું પ્રવચન સમાપ્ત થયું ત્યારે સુગંધાએ બદામ, શરબતથી ભરેલા ગ્લાસોથી સજાવેલી ટ્રે તેમની સમક્ષ મૂકી . ઘડિયાળ તરફ જોતાં મનોજે પણ રાહતનો શ્વાસ લીધો. તેની નજર જ્યારે પોતાના મિત્ર યોગેશ તરફ ફરી ત્યારે તેને મંદમંદ હસતા જોઈને તે પણ મૂંઝવણમાં પડી ગયો. પછી ઊઠીને બંનેએ મૂંઝવણમાં પડી ગયો. પછી ઊઠીને બંનેએ મહેમાનોને મંડપ તરફ જવા ઈશારો કરીને આગ્રહ કર્યો કે કોઈપણ નાસ્તાપાણી કર્યા વિના જાય નહીં.

થોડી જ ક્ષણો બાદ પોતાની શિષ્ય મંડળી સાથે સ્વામી પણ કારમાં જઈને બેસી ગયા. તેમના જતાં જ મનોજ ે નાસ્તાપાણીની વ્યવસ્થાની જવાબદારી યોગેશને સોંપીને પોતાની ગાડી તરફ પગલા ભર્યાં.

મનોજ ઠીક સમયે એરપોર્ટ પર પહોંચી ગયો હતો. લગભગ અડધો કલાક બાદ જ્યારે દીપાલી ક્લિયરન્સ ઝોનમાંથી બહાર નીકળી ત્યારે મનોજે તેને ભેટતાં ધીરેધી પૂછ્યું, ”મુસાફરી કેવી રહી? ”

”મજેદાર.” દીપા હસી પડી. ”યાર, હવે પછી હું આટલી લાંબી જુદાઈ સહન નહીં કરી શકું.” મનોજ દીપાલીની આંખોમાં આંખો પરોવી.

”ઠીક છે, ભવિષ્યમાં કદાપિ વધુ દિવસેો માટે ક્યાંક જવાનું થશે તો તમને પણ મારી સાથે લઈ જઈશ.” કહીને દીપાલીએ મનોજને ટોણો માર્યો, ”પરંતુ તમે તો મને સામે જઈને જુઠા પ્રેમનું પ્રદર્શન કરતા હો છો. બિચારી સુગંધા તમને ખૂબ જ પ્રેમ કરે છે…તેને બાથમાં ભરતા ભલા તમને માીરી યાદ ક્યાંથી આવતી હશે…. બોલો ?”

”જાને મન આમ ન કહે… મારું દીલ ન તોડ.” મનોજે કાર સ્ટાર્ટ કરી. દીપાલી ફરીથી હસી, ”જો મને જ આટલો બધો પ્રેમ કરો છો તોે સુગંધાને છૂટાછેડા આપીને મારી સાથે લગ્ન કેમ નથી કરી લેતાં?”

”ડાર્લિંગ, મારી મજબૂરીને સમજવાની કોશિશ કર. હું બે યુવાન બાળકોનો પિતા છું. દીકરીના લગ્ન તો થઈ ચૂક્યા છે, પરંતુ હજુ દીકરાની જવાબદારીથી મુક્ત થયો નથી. આવતા વર્ષે જ્યારે અભ્યાસ પૂરો કરીને તે અમેરિકાથી પરત આવશે ત્યારે તેના પણ જેમ બને તેમ જલદી લગ્ન કરાવી દઈશ… પછી ચિંતાની કોઈ વાત રહેશે નહીં, ક્યાંય કોઈ પાબંદી નહીં સુગંધાને જ્યારથી આપણા બંનેમાં પ્રેમની ખબર પડી છે ત્યારથી જ તે મને બેહદ નફરત કરવા લાગી છે. તારું નામ લઈ લઈને મને મહેણા મારે છે. હમેશાં કડવા બોલ બોલે છે.”

”અને તમે ચૂપચાપ બધું જ સાંભળી લો છો?” દીપાલીના હોઠ પર કટાક્ષભર્યું હાસ્ય જોઈને મનોજ સંકોચાયો, ”હસી લે, ખૂબ મજાક ઉડાવ…. ત્યાં પત્ની અને અહીં પ્રેમિકા…. હું તો બે શિલાઓ વચ્ચે પિસાઈને રહી જઈશ…. બચવાનો કોઈ માર્ગ નજરે પડતો નથી.

બાન્દ્રાના પોશ વિસ્તારમાં પાલી હિલ પર આવેલા દીપાલીના ફ્લેટમાં પહોંચીને દાખલ થતાંની સાથે જ મનોજ દીપાલીને પોતાની બાહોમાં જકડી લીધી. દીપાલીના વિરોધ પર ધ્યાન ન આપતા તે તેને આલિંગનમાં વધુને વધુ જકડવા લાગ્યો.

બીજા દિવસે સાંજે મનોજ અને દીપાલીની મુલાકાત ક્લબમાં થઈ. બંને એક જણ એક જાણીતી ક્લબના સભ્યો હતા. પછી તો ક્યારેક ક્લબના રૂમમાં, ક્યારેક હોટેલમાં તો ક્યારેક દીપાલીના ફ્લેટમાં બંનેનો પ્રેમ તમામ બંધનઓ અને મર્યાદાઓ તોડીના શારીરિક સંબંધોમાં બદલાઈ જતો હતો. આધેડ ઉંમરની સુગંધાની સરખામણીમાં યુવાન, કામણગારી, રૂપસુંદરી દીપાલીનો દેહ અને મોહક અદાઓનો મનોજ દીવાનો બની ગયો હતો.

એક દિવસ આવી જ અંગત ક્ષણોમાં મનોજે દીપાલીને કહ્યું, ”સુગંધા હવે મારાથી દિનપ્રતિદિન દૂર થઈ રહી છે… અમારા બેડરૂમ પણ અલગ અલગ થઈ ગયા છે…..

”ખોટું સરાસર ખોટું.” દીપાલીએ મનોજના ગાલે હળવી ટપલી મારી, ”પતિ ગમે તેટલો લંપટ અને જુઠો હોય, પરંતુ પત્ની કદાપિ તેની લગામ ઢીલી છોડતી નથી. સુગંધા છેલ્લા શ્વાસ સુધી તમને ખીલે બાંધીને જ રાખશે. મારી અક્કલ મારી ગઈ હતી કે એક વિવાહિત , આધેડ વ્યક્તિને પ્રેમ કરી બેઠી.” દીપાલીએ રિસાવવાનો અભિનય કર્યો.

મનોજે તેને મનાવતા બોલ્યો, ”મારોે વિશ્વાસ કર, સુગંધા હાલના દિવસોમાં પોતાના ગુરુ પર વધુ અંધશ્રધ્ધા રાખવા લાગી છે, તે તેમને સાક્ષાત શિવાનો અવતાર માને છે. તને તેો ખબર જ છે, ગત વર્ષે તે મને પણ પોતાની સાથે ઋષિકેશમાં ગુરુના આશ્રમે લઈ ગઈ હતી. જે દિવસે તું લંડનથી પાછા ફરી તે દિવસે સ્વામીએ અમારા ઘરે જ સત્સંગનું આયોજન કર્યું હતું. મુર્ખ સુગંધાએ તેમને રૂપિયા ૫ લાખ ભેટમાં દીધાં.”

સુગંધાએ પોતાના ગુરુને જેટલી રકમની ભેટ આપી છે, શુંતમે તેનાથી અડથી રકમ પણ પોતાની પ્રેમિકાને આપી નથી શકતા?” દીપાલીએ ફરી એકવાર રિસાવાની અદા દર્શાવી, ”પરંતુ તે તો શેઠાણી છે. તમારી પત્ની છે અને હું તો એક બેસહારા , એકલી અટૂલી સ્ત્રી…. ભલા મને તમે આટલી મોટી રકમ કેવી રીતે આપી શકો?”

ગત વર્ષે જ તો તને રૂપિયા ૨ લાખ રોકડા આપ્યા હતા…” મનોજે દીપાલીને કહ્યું, ”અને એના આગળના વર્ષે તારા જન્મદિવસ પર રૂપિયા સવા લાખ પણ ભેટરૂપે આપ્યા હતાં ને”

”માય ડિયર, હું તમારી સંપત્તિની ભૂખી નથી… મને તો બસ તમારા પ્રેમ અને બે મીઠાશભર્યા શબ્દોની જ ભૂખ છે… જે સ્થિતિમાં રાખશો તે સ્થિતિમાં ખુશ રહીશ, તેમ છતાં પણ….” દીપાલીએ વાતને વળાંક આપ્યો, ”સારું છે કે મારા ફ્લેટનું ભાડું દર મહિને તમે જ ભરો છો, કાર પણ તમે જ આપી રાખી છે….

મોડલિંગની અનિયમિત અડધીપડધી કમાણીથી હું આટલી સુખસગવડ ભલા ક્યાંથી અને કેવી રીતે મેળવી શકત…. તમારા અહેસાનોનો બદલો તો હું કદાપી ચૂકવી શકીશ નહીં.

”સાંભળ, આવતા મહિને સુગંધા ઋષિકેશ જઈ રહી છે. ત્યાં તેનો એક- દોઢ મહિનો રોકાવાનો કાર્યક્રમ છે. આ સમયગાળા દરમિયાન આપણે બંને ખૂબ મોજમસ્તી કરીશું. કોઈ પણ પ્રકારની રોકટોક રહેશે નહીં. કહેતા કહેતાં મનોજનોે સ્વર ધીમો પડી ગયો, ”અગાઉ તો હું કાળા નાણાં વિશે સુગંધાને બધું જ જણાવી દેતો હતો, જ્યાં જ્યાં તેને ઠેકાણે પાડવાનું હોય, તેને વિશે પણ માહિતી પણ આપી દેતો હતો. પરંતુ આ વર્ષે મેંતેને અંધારામાં જ રાખી છે. આખરે તું પણ ક્યાં સુધી ભાડાના મકાનોમાં ભટકતી ફરીશ.” કહીને મનોજે તીક્ષ્ણ નજરોથી આમતેમ જોયું કે ક્યાંક નોકરાણીએ તોે તેમની વાત સાંભળી નથી ને.

મનોજનો આશય સમજતા દીપાલી ધીરેથી બોલી, ”કિરણને મેં શાકભાજી લેવા મોકલી દીધી છે, તમે નિશ્ચિત બનીને તમારી વાત કહો. ” કહીને મનોવાંછિત મેળવી લેવાના ઉત્સાહમાં તે મનોજને વીંટળાઈ ગઈ.

”મારી વાત ધ્યાનથી સાંભળ.” મનોજે સ્વયંને દીપાલીના મોહપાશમાં થી છોડાવ્યો, ”મારી પાસે હાલમાં લગભગ ૫૦ લાખ રૂપિયાનું કાળું નાણું છે. ગત દિવસો દરમિયાન જ જ્યારે સુગંધાએ આ નાણા વિશે પૂછપરછ કરી હતી ત્યારે મેં કહ્યું હુતં કે ૨-૩ પાર્ટીઓ છેતરી ગઈ છે. અને સાંભળીને તે ચૂપ રહી હતી. કદાચ તેને મારી વાત પર ભરોસો બેસી ગયો હતો.

હું આ કાળા નાણાં ને મારી હવેલીમાં તો છુપાવીને રાખી શકતો નથી, અંતે સમજીવિચારીને મારું ધ્યાન તારી તરફ ગયું. હું ઈચ્છું છું કે તારા માટે ફ્લેટ ખરીદવા આ રકમ સુરક્ષિત રાખવામાં આવે અને અહીં જ તારા ફ્લેટમાં છુપાવવામાં આવે. જો જરૂર પડશે તો હું બીજા ૧૫-૨૦ લાખ વધુ ખર્ચી નાખીશ. મારી રાણીને હવે તો હું ફ્લેટની માલકણ બનાવીને જ રહીશ.

”પરંતુ રૂપિયા ૫૦ લાખની આટલી મોટી રકમ ભલા હું ક્યાં અને કેવી રીતે છુપાવીશ તેમજ ઘરમાં નોકરાણી પણ છે. ક્યાંય તેને ખબર પડી ગઈ તો?”

”તું એવું કેમ નથી કરતી કે નોકરાણીને થોડા દિવસો માટે રજા પર મોકલી દે. ગમે તે બહાનું બનાવી નાખ. આ સમયગાળા દરમિયાન આપણે બંને મળીને આ રકમને આ જ ફ્લેટમાં છુપાવાની કોઈ ને કોઈ વ્યવસ્થા કરી લઈશું.”

”ઠીક છે. જ્યારે સુગંધાનું ઋષિકેશ જવાનું થશે, તેના ૨-૪ દિવસ અગાઉ હું નોકરાણીને રજા પર મોકલી દઈશ.” દીપાલીએ હળવેથી કહ્યું.

બીજી તરફ સુગંધા દિનપ્રતિદિન પોતાના સ્વામીની ભક્તિમાં લીન થઈ રહી હતી. સ્વામીના મોહક વ્યક્તિત્વ અને મધુર વાણીનો જાદુ તેના માથે ચઢીને હવે તો બોલવા લાગ્યો હતો.

તેનું મુખ્ય કારણ એ જ હતું કે પાછલાં ૫-૬ વર્ષોથી પોતાના પતિ સાથેના તેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. શારીરિક અને માનસિક એમ બંને સ્તરે તેમની વચ્ચે દીવાલ ચણાઈ ગઈ હતી. દીકરીનાં લગ્ન અને દીકરાના અમેરિકા ચાલ્યા ગયા બાદ બંને પતિપત્ની ક્લબ જવા લાગ્યાં હતાં.

પરંતુ ત્યાંની ઐયાશી જિંદગી અને સ્વછંદતા જોઈને સુગંધાને સૂગ આવતી હતી, કારણ કે આ જ સમયગાળા દરમિયાન તે પોતાની સાહેલી પ્રિયા સાથે એક વાર ઋષિકેશની યાત્રા પણ કરી આવી હતી. સુગંધા ગંગાતટ પર નાની-નાની પહાડીઓની મધ્યમાં પ્રાકૃતિક સુંદરતાથી ઘેરાયેલા આશ્રમ અને સ્વામીના આકર્ષક વ્યક્તિત્વ અને પ્રવચન શૈલીથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી અને ધીમેધીમે તે પતિના ઉષ્માહીન વ્યવહાર અને એકાકીપણાથી ત્રાસીને સાંસરિક કાર્ય વ્યવહારથી દૂર થતી ગઈ.

મનોજ દીપાલી અગાઉ પણ ૨-૩ મહિલાઓ સાથે અંતરંગ સંબંધ સ્થાપિત કરી ચૂક્યો હતો. શરૂશરૂમાં તો સુગંધાએ તેને સમજાવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા, પરંતુ તે તેના આગળ વધી રહેલાં પગલાંઓમાં બેડીઓ પહેરાવી શકી ન હતી.

આ જ કારણે ગત વર્ષે તે ઋષિકેશના બે ચક્કર મારી આવી હતી, સ્વામી પણ આધેડ ઉંમરની સુંદર શેઠાણીઓને પૂરી રીતે પોતાની ચુંગાલમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અત્યંત સુંદર દેહલાલિત્યની સાથેસાથે જો લાખોની દોલત હડપવાનો મોકો હાથ લાગી જાય તો ભલા કોણ મૂર્ખ હોય જે તકથી હાથ પછો ખેંચે?

આગામી મહિનાની ૧૦ તારીખે સુગંધાએ ઋષિકેશ જવાનો પ્રોગ્રામ બનાવી લીધો હતો. દેખાવ ખાતર મનોજે થોડોઘણો વિરોધ કર્યો, પરંતુ અંદર ને અંદર તે ખૂબ જ ખુશ હતો. સુગંધાના કાર્યક્રમ વિશે તેણે દીપાલીને પણ જાણ કરી દીધી હતી. નક્કી કરેલી યોજના અનુસાર દીપાલીએ પોતાની નોકરાણીને ૧ મહિનાની રજા આપી દીધી.

સુગંધાના ઋષિકેશ ગયાના ઠીક બીજા જ દિવસની સાંજે મનોજ ૨ બેગોમાં રૂપિયા ૨૫ લાખ ભરીને દીપાલીના ફ્લેટે જઈ પહોંચ્યો. કોઈપણ પ્રકારની કોઈ ચર્ચા ન થાય, તે માટે તે સુરક્ષાગાર્ડોને પણ લાંચરૂપે દર મહિને હજાર ૨ હજાર રૂપિયા આપતો રહેતો હતો.

મનોજ અને દીપાલીએ સાથે મળીને નાણાંને સ્ટીલના ૨ ડ્રમોમાં મુકી દીધા અને તેની ઉપર ચોખા અને દાળનાં પેકેટો મૂકી દીધાં, બીજા દિવસે બાકીની રકમ પણ આ જ પ્રમાણે છુપાવીને મૂકી દીધી.

આ બનાવના ૪-૫ દિવસ બાદ મનોજને ગુજરાતના ૪-૫ શહેરોની યાત્રા પર જવું પડયું. આ સમય દરમિયાન પોતાની પત્ની સાથે તો તેની એકાદ વાર જ વાતચીત થઈ, પરંતુ દીપાલી સાથે દરરોજ અનેક વાર વાતચીત થતી રહેતી હતી.

જે દિવસે મનોજને મુંબઈ પરત ફરવાનું હતું, તે સવારે જ્યારે તેણે અમદાવાદથી દીપાલીને ફોન લગાવ્યો ત્યારે સ્વિચ ઓફનો સંદેશ સંભળાયો. ૧ કલાકમાં તેણે દીપાલીને ૩-૪ વાર ફોન લગાવ્યો, પરંતુ દરેક વખતે સ્વિચ ઓફનો જ સંદેશ આવી રહ્યો હતો. કોઈ અઘટિત ઘટનાની શંકાને પગલે મનોજ ઉતાવળે મુંબઈ પહોંચવા ઈચ્છતો હતો, પરંતુ તેની ફ્લાઈટ બપોરે ૨ વાગ્યાની હતી.

સાંજના સમયે મુંબઈ પહોંચીને મનોજ એરપોર્ટથી સીધો દીપાલીના ફ્લેટ પર જઈ પહોંચ્યો. ડયૂટી પર હાજર ગાર્ડે માહિતી આપી કે દીપાલી તો ૨ દિવસ પહેલાં જ ફ્લેટ છોડીને અન્ય જગ્યાએ ચાલી ગઈ છે અને પોતાને તમામ સામાન પણ સાથે લઈ ગઈ છે.

સિક્યોરિટી ગાર્ડની વાત સાંભળતાં જ મનોજ ઉતાવળે પગલે દીપાલીના ફ્લેટ તરફ જઈ પહોંચ્યો. બહારથી મારેલી સાંકળ ખોલીને જ્યારે તેણે અંદર જોયું તો ખાલી રૂમો જાણે તેની મશ્કરી કરતા હોય તેવું તેને લાગ્યું. થોડી ક્ષણો સુધી તો ભાન ભૂલીને ચકળવકળ નજરે ફ્લેટમાં આમતેમ જોતો રહી ગયો.

આખરે થાકેલોહારેલો નીચે ઊતરી દરવાજાની બહાર આવી ગયો. બહાર ઊભેલી ટેક્સીમાં બેસીને જ્યારે તે પોતાની હવેલી પર પહોંચ્યો ત્યારે ત્યાં પણ સુગંધાની ગેરહાજરીને કારણે જાણે પોતે મજાક બની ગયો હોય તેવી તેને અનુભૂતિ થઈ. પોતાના રૂમમાં જઈને મનોજે નોકરને ઠંડા પાણીની બોટલ અને બરફ લાવવા કહ્યું અને ગમને ભૂલવા માટે દારૂ પીવા બેસી ગયો.

નોકરચાકરો તેને કુતૂહલભરી નજરે જોઈ રહ્યા હતા, પરંતુ કોઈપણ વ્યક્તિની કશું પૂછવાની હિંમત ચાલી નહીં. દીપાલીના ફોન સ્વિચ ઓફની વાત હવે ધીરેધીરે તેના મગજમાં ઊભરાવા લાગી હતી. લાંબા શ્વાસો ભરતા તેના હોઠોથી થોડાં અભદ્ર શબ્દો પણ નીકળી ગયા કે, ‘સાલી, બેવફા… દગાબાજ… હું તને જીવતી નહીં છોડું…’ પરંતુ હવે પસ્તાવો કરવાથી કશું જ પરત થનાર ન હતું. નશામાં હોવા છતાં મનોજ શાંતિથી ઊંઘી શક્યો નહીં, રાતભર પડખા ફેરવતો રહ્યો.

બીજા દિવસે સવારે મનોજે સિક્ટોરિટી ગાર્ડને ફોન કરીને દીપાલી વિશે પૂછપરછ કરી ત્યારે તેણે સહાનુભૂતિભર્યા શબ્દોમાં જવાબ આપ્યો, ”સાહેબ, તમે પોતે જ પોતાના પગ પર કુહાડી મારી છે. આ ધંધાદારી સ્ત્રી મોડલિંગની આડમાં ન જાણે આજદિન સુધી કેટલાય લોકોને લૂંટી ચૂકી છે. એ દિવસો દરમિયાન તમારા સિવાય પણ તેણે એક ફિલ્મ નિર્માતાને પોતાની જાળમાં ફસાવીને રાખ્યો હતો. તે પણ ખૂબસૂરત નાગણની નજીક ગયો અને તે પણ ઝેરીલો ડંખ ખાઈને તડપડતો પોતાના વાળ ખેંચતો રહી ગયો.

સાચી વાત તો એ છે કે તમારી જેમ જ તેના દરેક આશિકો અમને દર મહિને બાંધેલી રકમ આપતા રહેતા હતા. સાથેસાથે દીપાલી પણ દર મહિને પ્રત્યેક ગાર્ડને ઈનામ રૂપે રૂપિયા હજારદોઢ હજાર આપતી રહેતી હતી. તેથી જ તો અમારા સૌનું મોં બંધ રહેતું હતું. તેને શોધવાની નિષ્ફળ કોશિશ કરશો નહીં, ચોરો અને ગુંડાઓ સાથે પણ તેણે અનૈતિક સંબંધો બાંધીને રાખ્યા છે. જો તમે તેનો પીછો કરશો તો જાનથી હાથ ધોઈ બેસશો.”

મનોજ થોડી ક્ષણો સુધી દિગ્મૂઢ બનીને પોતાના મોબાઈલને હાથમાં રમાડતો રહ્યો. પછી પોતાના દિલફેંક સ્વભાવને કોસતો બાથરૂમમાં ઘૂસ્યો. લગભગ ૧ કલાક બાદ જ્યારે તે નહાઈધોઈને બહાર આવ્યો ત્યારે સ્વયંને ખુશમિજાજ અને હળવો અનુભવવા લાગ્યો. ઓચિંતા સામેની દીવાલ પર લટકાવેલી સુગંધાની જૂની તસવીરને જોઈને તે ધીરેથી હસી પડયો.

બાદમાં જૂની યાદોમાં ખોવાઈ જતાં તેણે સુગંધાને મનમાં ને મનમાં નવોઢાનાં રૂપમાં જોઈ, હનીમૂનની અનેક મીઠીમધુર યાદો મનમસ્તિષ્કમાં તાજી થઈ ઊઠી. બંને બાળકોની બાલ્યાવસ્થાની કિલકારીઓ તેના કાનમાં મધુર ઘંટડીઓની જેમ રંજવા લાગી.

આ જ સમયે તેની ફેક્ટરીના વર્કર્સ મેનેજર ચંદ્રાનો ફોન આવ્યો અને તે તરત જ તૈયાર થઈને ફેક્ટરીએ જઈ પહોંચ્યો. મનોજ નતમસ્તકે શૂન્યભાવથી ફાઈલોનાં પાનાં ફેરવતો અનેક જગ્યાઓએ સહીઓ કરતો રહ્યો. ૨-૩ વાર વિચાર્યું કે, સુગંધાને ફોન કરીને જલદી ઘરે આવવા જણાવું, પરંતુ તે એક જરૂરી મીટિંગનું આયોજન થવાને કારણે વિચારને અમલમાં મૂકી ન શક્યો.

મીટિંગ ફાઈવસ્ટાર હોટલમાં યોજાઈ રહી હતી. લગભગ ૨ કલાક બાદ મનોજે ડ્રાઈવરને ફેક્ટરી જવાને બદલે ગાડી ઘર તરફ હંકારવા આદેશ આપ્યો. હજુ તો તે પોતાના રૂમમાં પહોંચ્યો જ હતો કે મોબાઈલ રણક્યો તેણે ચશ્માં પહેર્યા. નંબર જોયો ત્યારે તે ચોંકી ગયો, ફોન સુગંધાનો જ હતો. તે ખિલેલા ચહેરે ઊંચા સ્વરે બોલ્યો, ”હેલો સુગંધા, કેમ છે?”

”તબિયત સારી નથી… આજે સવારે નર્સિંગ હોમમાં ચેકઅપ કરાવ્યું હતું.” ”કોઈ ગંભીર વાત તો નથી ને?” મનોજે ચિંતિત સ્વરે પૂછ્યું.

”નહીં, કોઈ જોખમભરી વાત નથી… પહાડી રસ્તાઓ પર ચઢવાથી શ્વાસ થોડા ઝડપી બની ગયા હતા.” તેણે જૂઠનો સહારો લીધો.

”ચિંતા કરીશ નહીં… ગભરાઈશ પણ નહીં… હું અત્યારે જ એર બુકિંગ માટે પૂછપરછ કરું છું. જેમ બને તેમ જલદી તારી પાસે આવી રહ્યો છું… બીજું કંઈ કહેવું છે?”

”નહીં… ઠીક છે… તમે આવી જાઓ… હું પણ હવે જેમ બને તેમ જલદી ઘેર પરત ફરવા ઈચ્છું છું… ટિકિટના બુકિંગ બાદ ફોન કરજો.” સુગંધાનો સ્વર ભરાઈ આવ્યો હતો.

”ગભરાઈશ નહીં… માની લે કે હું તારી પાસે પહોંચી જ ચૂક્યો છું.” કહીને મનોજે ફોન કાપી નાખ્યો અને એર બુકિંગ એજન્સીઓને દિલ્લી જતી ફ્લાઈટો વિશે પૂછપરછ કરવી શરૂ કરી. હવે તેના મનમાં જેમ બને તેમ જલદી પોતાની પત્ની સુગંધા પાસે પહોંચી જવાની તડપ પેદા થઈ ગઈ હતી.

થોડી જ વારમાં એક એજન્સી તરફથી જવાબ મળ્યો કે રાત્રે ૧૦ વાગ્યાની ફ્લાઈટમાં સીટ મળી શકે છે. આટલું સાંભળતાં જ મનોજે શાંતિથી શ્વાસ લીધા અને સુગંધાને પણ આ સમાચારથી વાકેફ કરી.

બીજી તરફ સુગંધા આશ્રમમાંના પોતાના રૂમમાં પથારી પર પડયાં-પડયાં તે રાત્રીની ભયાનક તથા દુ:ખદ ક્ષણોને કોઈપણ હાલતમાં ભુલાવી શકતી ન હતી. મોડી રાત્રે તેની અંધશ્રદ્ધાને જોઈને સ્વામીએ તેને પોતાના અંગત રૂમમાં બોલાવી હતી.

થોડી વાર સુધી પ્રવચન આપ્યા બાદ સ્વામીએ પોતાના સેવકને શરબત લાવવા આદેશ આપ્યો હતો, જેને સુગંધાએ ગુરુદેવનું ચરણામૃત સમજીને હસતાં-હસતાં થોડી જ મિનિટોમાં પી લીધું હતું, પરંતુ તે તરત એક અનોખા આનંદના સરોવરમાં તરવા લાગી હતી. થોડી વાર બાદ તે અનુભવવા લાગી કે તે તો મુક્ત આકાશમાં ઊડવા લાગી હતી. ત્યારબાદ તેણે જોયું કે સ્વામી હાસ્ય સાથે તેને એકીટસે પ્રેમભરી નજરે જોઈ રહ્યા હતા.

તે સમયે સુગંધાને એવો અહેસાસ થયો કે જાણે પોતે એક દીવાસ્વપ્ન જોઈ રહી છે, આનંદરૂપી લહેરો તેને પોતાની બાંહોમાં સમાવીને આમતેમ નૃત્ય કરી રહી છે. તેણે સ્વામીના હોઠોને પોતાના હોઠો સાથે સ્પર્શ કરતા અનુભવ્યા. ધીરેધીરે સ્વામીનું આલિંગન તેના દેહની આસપાસ જકડાતું ગયું. શરબતમાં ભેળવેલો નશીલો પદાર્થ અત્યંત અસરકારક હતો. તેથી જ સુગંધા પણ કોઈ પણ પ્રકારનો વિરોધ કરી શકી નહીં, તે પોતે જ સ્વયં સ્વામીની બાંહોમાં સમાઈ જવા લાગી.

પરંતુ જ્યારે સવારે ૬ વાગ્યાની આસપાસ સુગંધાનો નિદ્રા ભંગ થયો ત્યારે સ્વયંને અર્ધનગ્ન અવસ્થામાં જોતાં જ રાત્રીની તમામ બીભસ્ત તસવીરો ૧-૧ કરીને તેના માનસપટલ પર સાકાર થતી ગઈ. તેને મનમાં થયું કે અત્યારે જ જઈને સ્વામીનું ગળું દબાવી દઉં. સ્વામીને જાનથી મારી નાખું, પરંતુ તરત તેને ખબર પડી કે સ્વામી કોઈ જરૂરી કામ અર્થે પંજાબ યાત્રા પર નીકળી ચૂક્યા હતા અને હવે તેઓ ૩-૪ દિવસ બાદ પરત ફરશે.

સુગંધા હવે પલંગ પર પડી તરફડિયા મારી રહી હતી. થોડી ક્ષણો માટે તો તેને એવો આભાસ થયો કે પોતે લંપટ-કપટી સ્વામીની ચુંગલમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ચૂકી છે. સ્વામીથી બચવાનો કોઈ જ માર્ગ તેને નજરે પડતો ન હતો. ૨ વર્ષ પહેલાં જેવા તેના હૃદયના ધબકારા તીવ્ર બની ગયા હતા અને શ્વાસ અટકવા લાગ્યા હતા, હવે આજે પણ તેને એવો જ અનુભવ થઈ રહ્યો હતો. સુગંધાએ ઉતાવળે એક સેવિકાને બોલાવી અને નજીકના નર્સિંગહોમમાં ફોન કરવા માટે કહ્યું.

નર્સિંગહોમ પહોંચીને સુગંધા થોડી અસ્વસ્થ થઈ ગઈ, પરંતુ ઈંજેક્શન અને દવાનો ડોઝ લેતા થોડી ક્ષણોમાં તેની તબિયત સારી થઈ. ડોક્ટરે પણ કહ્યું કે, હવે જોખમની કોઈ વાત રહી નથી. સુગંધાએ પોતાની જાતને સમજાવી કે ‘જો બીત ગઈ, વહ રાત ગઈ, જો ખતમ હુઈ વહ બાત ગઈ.’ હવે સ્વામીની પાપલીલાનો પર્દાફાશ કશું જ મેળવી શકાવાનું હતું નહીં, પરંતુ તેનાથી વિપરીત સ્વયંની બદનામી થશે.

જો પોતાના પતિને સમગ્ર ઘટના વિશે ખબર પડી જશે તો કદાચ તે તેને ઘરમાં જ ઘૂસવા દેશે નહીં. આ સંજોગોમાં પોતે પોતાનાં બાળકોની સામે કેવી રીતે જઈ શકશે? હવે તો તેની સમક્ષ માત્ર બે જ રસ્તા બાકી રહી ગયા હતા. એક તો ગંગામાં કૂદીને જીવ આપવો અથવા જે સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે, તેની સામે સમજૂતી કરીને મૌનની ચાદર ઓઢી લેવી.

બીજે દિવસે બપોરના સમયે મનોજ ઋષિકેશના આશ્રમમાં પહોંચી ગયો. ત્યાં સુધીમાં તો સુગંધા શારીરિક અને માનસિક એમ બંને પ્રકારે પોતાની જાતને સંયમિત અને સ્વસ્થ અનુભવવા લાગી હતી. તેણે ઉમળકાથી પોતાના પતિનું સ્વાગત કર્યું અને મનોજે પણ હાસ્ય સાથે સુગંધાના ગાલ પર હળવા હાથે ટપલી મારી, ”અરે, તું તો બિલકુલ હાલતી-ચાલતી છે… મને તો ખોટો ડરાવી મારી, ‘આભાર’, તે કે તને ખુશ જોઈ રહ્યો છું… સ્વયંને સ્વસ્થ તો અનુભવી રહી છે ને? તારા સ્વામી ક્યાંક બહાર ગયા લાગે છે?”

”હા, હવે હું બિલકુલ નિશ્ચિંત બની ગઈ છું.” સુગંધાએ હળવેથી કહ્યું. તે જેમ બને તેમ જલદી આ દુ:સ્વપ્નથી છુટકારો મેળવવા ઈચ્છતી હતી. હવે તો તેને સ્વામીનો ઉલ્લેખ પણ પસંદ ન હતો. પતિ તરફ જોતાં સુગંધા ફરી એક વાર હસી પડી, ”મને ઘરની ખૂબ જ યાદ આવી રહી છે… તમને ફોન કર્યા બાદ બાળકોને પણ ફોન કર્યો હતો. તેઓ પણ ચિંતા કરતા હશે. તમે જ તેમને કહી દો કે હવે હું બિલકુલ સ્વસ્થ છું. ચિંતાની કોઈ વાત રહી નથી.”

”ઠીક છે.” કહીને મનોજે બંને બાળકોને ફોન દ્વારા સુગંધાની તબિયતમાં થઈ રહેલા સુધારા વિશે માહિતી આપી દીધી.

બીજા દિવસે સવારે નર્સિંગહોમમાં ફરીથી ચેકઅપ કરાવ્યા બાદ પતિપત્ની ખુશ થઈ, ટેક્સી કરીને દિલ્લી રવાના થઈ ગયા અને ત્યાંથી સાંજે ફ્લાઈટ પકડીને બંને જણ રાત્રે ૯ વાગે મુંબઈ પણ પહોંચી ગયા. ઘરની અંદર દાખલ થતાં જ સુગંધા કોઈ અલ્લડ મુગ્ધાની જેમ ખુશીની મારી જોરથી બોલી ઊઠી, ”હોમ… હોમ… સ્વીટ હોમ…”

”ખરેખર ઘર તો ઘર જ હોય છે.” મનોજ પણ હસી પડયો, ”મને આ ક્ષણે એવું લાગી રહ્યું છે કે વર્ષો બાદ આપણા બંનેનું પુનર્મિલન જાણે ન થઈ રહ્યું હોય… કંઈક કંઈક એવું જ જેવું લગ્નના શરૂઆતના દિવસોમાં થતું હતું.”

”મને પણ એવું જ લાગી રહ્યું છે.” સુગંધાએ પોતાનું માથું મનોજના ખભા પર પ્રેમથી ઢાળી દીધું, ”શું તમે પણ તમારા હૃદયના ઊંડાણથી આમ કહી રહ્યા છો? આમ તો તમે હવે પહેલાંની સરખામણીમાં ઘણા બદલાયેલા લાગી રહ્યા છો… તન અને મન બંનેથી… ક્યાંય મારું માનવું ખોટું તો નથી ને?”

”ના, તારું માનવું તદ્દન સાચું છે… મારા તરફથી હવે તને ફરિયાદનો કોઈ અવસર મળશે નહીં. સમજી લે, હવે તો ફરીથી હું તારો વફાદાર, આજ્ઞાાકારી પતિ બની ગયો છું… એટલે કે સાચા દિલથી એક જોરૂનો ગુલામ…”

”મને એવું લાગી રહ્યું છે કે જાણે દીપાલીએ ઊંડો ઘા કર્યો છે.” સુગંધાએ વ્યંગ્યબાણ છોડયું તો મનોજે તેને બાંહોમાં જકડતા કહ્યું, ”તે હલકી સ્ત્રીનું નામ સુધ્ધાં લઈશ નહીં. આ હર્યાભર્યા સંસારમાં કોઈપણ સ્ત્રી મારી સુગંધાની બરાબરી કરી શકે જ નહીં. હવે તો હું એમ જ ઈચ્છું છું કે તું હંમેશાં આ રીતે જ હસતીકૂદતી રહે… અને ઘરના આંગણામાં સદૈવ સુગંધીની ઈન્દ્રધનુષી છટાં પાથરતી રહે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *