શરીર સુખ માણતી વખતે ક્યારેય આવું કરવું જોઈએ નહિ, નહીંતર થશે ખરાબ હાલત…

અન્ય

પ્રશ્ન: લગ્નને ૧૧ વર્ષ થયાં છે. એક વખત સમાગમ વિશિષ્ટ આસન વખતે પત્નીનું શરીર પાછળની તરફ વધારે પડતું ઝૂકી જવાથી પેનિસ પર માઠી અસર થતાં રક્તસ્ત્રાવ થયો. ડૉક્ટરની ટ્રીટમેન્ટ લીધી. ધીમે-ધીમે સારું થયું. સારું થયા પછી ત્રણ મહિના બાદ સમાગમ કર્યો તો કોઈ તકલીફ થઈ નથી. પણ મને મનમાં ભય પેસી ગયો છે. ભવિષ્યમાં રક્તસ્ત્રાવ થશે તો?-એક પતિ (મોરબી)

જવાબ : કોઈ પણ કારણસર પેનિસમાં અંદર કોઈ રક્તવાહિની તૂટી જવાથી તમને રક્તસ્ત્રાવ થયો. હવે તે રક્તવાહિની સંધાઈ ગઈ છે. આવું બન્યા પછી તમને મનમાં ચિંતા અને ભયનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. તમે વિશેષ માર્ગદર્શન તમારો ઉપચાર કરનાર ડૉક્ટર પાસેથી મેળવો.

પ્રશ્ન: દાંપત્યજીવનમાં કા-મોત્તેજના વધે અને પુરુષની સ્તંભનશક્તિ વધે તેવા ખાસ આહાર વિશે માર્ગદર્શન આપશો. -એક પતિ (જામખાંભાળિયા)

જવાબ : કોઈ ‘ખાસ’ આહારથી પુરુષની કા-મોત્તેજના વધે અને તેની સ્તંભન શક્તિ (રિટેન્શન) વધે તેમ કહેવામાં તથ્ય નથી. પણ સામાન્ય રીતે વ્યક્તિએ શરીરને યોગ્ય પોષણ મળી રહે તેવો ખોરાક નિયમિત લેવો જોઈએ.

યોગ્ય, પોષક તાજા નિયમિત ખોરાકથી અને યોગ્ય વિહારથી વ્યક્તિનું સમગ્ર આરોગ્ય સારું રહે. કામેચ્છા-કામાંત્તેજના સ્તંભન વગેરે પણ વ્યક્તિના મનોદૈહિક તંત્રના જ સંચાર અને ક્રિયા છે. જો શરીર-મન સ્વસ્થ, નિરોગી હોય તો બધું બરાબર હોય.

કામક્રિયા પણ બરાબર હોય માટે નિયમિત, યોગ્ય, પોષક આહાર લો, દૂધ નિયમિત લો, ઋતુનાં ફળો અને લીલા શાકભાજીને રોજિંદા આહારમાં સ્થાન આપો, નિયમિત ચાલો, હળવી કસરત કરો. મનનું અજ્ઞાાન દૂર થાય અને સાચી સમજણ વધે તેવાં પુસ્તકોનું વાંચન કરો. આહાર-વિહારનું મહત્ત્વ છે જ પણ, કોઈ ખાસ આહારથી કા-મોત્તેજના વધે અને સ્તંભનશક્તિ વધે તેવી માન્યતા ખોટી છે.

પ્રશ્ન: શિશ્નમણિને જોડતી ત્વચા હ-સ્તમૈ-થુન કરતાં ફાટી ગઈ. ત્રણ મહિના પછી વધારે ફાટી ગઈ. હવે મને હ-સ્તમૈ-થુન કરતાં ડર લાગે છે. શું હું લગ્ન કરી શકીશ? સમાગમ કરી શકીશ?-એક યુવક (જૂનાગઢ)

જવાબ : એમ કહી શકાય કે શિશ્નમણિ પરની ચામડી ફાટી જવાથી બીજી કોઈ હાનિ થતી નથી. અમુક ધર્મ-સંપ્રદાયમાં શિશ્નમણિ પરની ચામડી છોકરો બાળક હોય ત્યારે દૂર કરવાનો રિવાજ છે. આવા સુન્નત કરાવેલા પુરુષોને સમાગમમાં કોઈ મુશ્કેલી પડતી નથી. આમ છતાં તમે એકવાર કોઈ ડૉક્ટરની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવીને ચિંતામુક્ત થાઓ.

પ્રશ્ન: મારી ઉંમર ૩૫ વર્ષની છે. ઊંચાઈ ૫ ફીટ અને ૮ ઈંચ છે. મારું વજન ૮૦ કિ.ગ્રા. છે. મારે વજન ઘટાડવું છે. મારા એક મિત્રનું કહેવું છે કે રોજ મૈથુન સમાગમ કરવાથી શરીરની વધારાની ચરબી ઉતરી જાય છે. શું આ વાતમાં તથ્ય છે? જો કે મને રોજ સે-ક્સની ઈચ્છા થતી નથી.-એક પુરુષ (સોજીત્રા)

જવાબ : થુન-સમાગમમાં શારીરિક શ્રમ થાય છે તે સાચું, પણ તેમાં શરીરની કેટલી કેલરીઝ વપરાય છે? આ વિષયના અભ્યાસીઓનું કથન છે કે કામ પરાકાષ્ઠાની ઊંચામાં ઊંચી ભૂમિકા આરંભાય તે ક્ષણો અને પરાકાષ્ઠા પછી તરતની ક્ષણોનો જ સમય છે તેમાં પ્રત્યેક મિનિટે સાડા છ કેલરીઝ વપરાય છે.

આટલી કેલરીઝનો વપરાશ તે કંઈ એટલો મોટો વપરાશ નથી કે તમારું અધમણ ચરબીવાળું વજન ઉતારી આપે. સાચે જ વજન ઉતારવું હોય તો રોજિંદા ખોરાકમાંથી ચરબીવાળા પદાર્થો (તેલ,ઘી) ચરબી વધારનાર પદાર્થો (ખાંડ, મિઠાઈ, ભાત, બટાટાં) શક્ય તેટલા ઓછા કરી દો. લવણ (સોલ્ટ)થી પણ શરીરમાં પાણી અને સોડિયમનો સંગ્રહ થવાથી વજન વધે છે.

જે પ્રમાણમાં આપણે રોજિંદા વાનગીઓમાં નમક ખાઈએ છીએ તે વધારે પડતું છે. તેમાં પોણો ભાગ ઘટાડવાથી પણ લાભ થાય. વજન ઉતારવાની બાબતમાં તમે ગંભીર રહો તો આ રીતે ભોજનના પદાર્થોમાં સમજણ પૂર્વકનો ફેરફાર કરો અને બીજી મહત્ત્વની બાબત તે રોજનો વ્યાયામ. રોજ ચાલો, દોડો, તરો, સૂર્ય નમસ્કાર કરો. જે પ્રમાણેની અનુકૂળતા હોય તે પ્રમાણેના વ્યાયામ કરો.

પ્રશ્ન: હું અને મારી પત્ની અત્યાર સુધી બટાટા નહોતાં ખાતાં અને હવે ખાવાનું શરૂ કર્યું છે. હમણાં હમણાં અમારો સમાગમ લાંબો ચાલે છે અને આનંદ વધુ આવે છે. શું આ બટાટાને આભારી હશે? – એક ભાઈ (મુંબઈ)

જવાબ : બિલકુલ નહીં… બટાટામાં એવું કોઈ જ સત્ત્વ નથી જે સે-ક્સટોનિકની ગરજ સારી શકે. બટાટાએ કંદમૂળ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ વાતવર્ધક છે. લાંબા ગાળે બટાટાના નિયમિત અને વધુ માત્રાના સેવનથી એ નુકસાનકારક નીવડી શકે પણ ફાયદાકારક તો ચોક્કસ નહીં. ઘણીવાર બટાટાનો આકાર અંડકોશને મળતો આવતો હોવાથી લોકોમાં એવી ભાવના પ્રવર્તતી હોય છે કે આમાં પણ હોર્મોન વધારવાની જડીબુટ્ટી છૂપાયેલી હશે. આવી ભ્રામક ભાવના ઈંડા, કાંદા વગેરે માટે પણ પ્રવર્તે છે. પરંતુ તેમાં કોઈ તથ્ય નથી.

પ્રશ્ન: પ્રેમ અને પરણવાને કારણે કોઈ સીધો સંબંધ ખરો? – એક યુવક (અમદાવાદ)

જવાબ : પ્રેમ અને પરણવાને કોઈ સીધો સંબંધ નથી. પ્રેમ થવો એ સહેલું છે પણ નિભાવવો મુશ્કેલ છે. લગ્ન કરવાં એ સહજ છે પણ પચાવવા તેજ છે. પ્રેમ હોય તો પરણી શકાય અને પણ્યા હો તો પણ પ્રેમ કરી શકાય. પ્રેમ એ વિવેચનનો નહીં પણ સંવેદનાનો વિષય છે. બહુ સુંદર લખ્યું છે કે ‘પ્રેમ એ અવસ્થા છે અને પરણવું એ વ્યવસ્થા છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *