વડોદરામાં ઝડપાઈ ‘કામલીલા’ : સ્પાના નામે થતું ગંદુ કામ, રૂમમાં યુવતી ગ્રાહક કઢંગી હાલતમાં ઝડપાઈ..

અન્ય

શહેર પોલીસે હરણી રોડ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડો પાડ્યો હતો. ઓરા ઇન્ટરનેશનલમાં સ્પાની આડમાં ચલાવવામાં કુટણખાનું ઝડપાયુ હતું. સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાંથી પોલીસે છ યુવતીઓને છોડાવી હતી. સાથે જ એક યુવતી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે પકડાઈ હતી.

હરણી પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, હરણી રોડ પર આવેલ ઓરા ઈન્ટરનેશનલ સ્પામા ગોરખધંધા ચાલે છે. પોલીસે બાતમીના આધારે સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યો હતો. જેના બાદ મહિલા પોલીસની ટીમ સ્પામાં ત્રાટકી હતી.

મહિલા પોલીસ સાથેની ટીમે એક રૂમમાંથી ડમી ગ્રાહક સાથે આવેલી યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડી હતી. સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાંથી પોલીસે છ યુવતીઓને છોડાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યુ કે

સ્પામાં ગ્રાહક દીઠ રૂપિયા 3000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. જેની સામે યુવતીઓને 1500 રૂપિયા આપવામાં આવતા હતા. પોલીસે સ્પાના મેનેજર સહિત ત્રણની અટકાયત કરી ગુનો દાખલ કર્યો છે. તો સ્પાના સંચાલક સોનુ ગુપ્તા અને કૌશિક શ્રીમાળીને વોન્ટેડ જાહેર કર્યા છે.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *