1500નો ડ્રેસ માત્ર 600માં… આ બજારમાં કપડાંની ખરીદી કરવા લોકોની પડાપડી

અન્ય

વાર-તહેવારે ગુજરાતીઓમાં વર્ષોથી નવા કપડાં પહેરવાની પ્રથા રહી છે. પ્રસંગ હોય કે પછી તહેવાર હોય તેની ઉજવણી માટેની તૈયારી ગુજરાતીઓ એક મહિના પહેલાથી જ કરી દેતા હોય છે. ખાસ કરીને નવા કપડા પહેરીને રૂઆબ જમાવવા માટે દરેક યુવક-યુવતીઓ થનગનતા હોય છે.

તહેવારો કે પ્રસંગોમાં કપડાની બજારોમાં રોનક જોવા મળતી હોય છે. દરેક જિલ્લાઓમાં એવી કપડાંની બજારો હોય છે જ્યાં સૌથી વધુ ભીડ જોવા મળતી હોય છે. સૌરાષ્ટ્રમાં ધ્રોલની કપડાંની બજાર ખુબ જ ફેમસ છે. એ પાછળ અનેક કારણો છે, તો આવો આજે આપણે ધ્રોલની કપડાં બજારમાં એક લટાર મારીએ…

જામનગર જિલ્લાનો ખુબ જ મહત્વનો તાલુકો છે ધ્રોલ, ધ્રોલ જામનગરની પડોશમાં આવેલા બે જિલ્લા રાજકોટ અને મોરબીની નજીક આવેલું છે. આથી જ ત્રણ જિલ્લાની સરહદ પર આવેલો તાલુકો હોવાથી અહીં ત્રણેય જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો અહીં ખરીદી કરવા આવે છે.

ધ્રોલ ખાસ કરીને કપડાંની ખરીદી માટે જાણીતું છે. અહીં સાવ સસ્તા ભાવે રેડીમેડ કપડાં અને કાપડ પણ મળે છે. તો મહિલાઓ માટે કટલેરી અને ચણિયાચોરી અને સાડીઓની પણ અનેક દુકાનો આવેલી છે. એટલું જ નહીં રસોડા માટેની તમામ વસ્તુઓ કઠોળ, ગરમ મસાલાથી લઇને વાસણ સુધીની તમામ વસ્તુઓ અહીં મળે છે.

અહીંયા 60થી 80 કિલોમીટર દૂરથી લોકો ધ્રોલમાં ખાસ કપડાં ખરીદવા આવે છે. ધ્રોલમાં કપડાં સસ્તા મળવા પાછળના કારણમાં વેપારીઓ જણાવે છે કે, અમે સુરતથી જથ્થાબંધ માલ મંગાવીએ છીએ.

ધ્રોલની આસપાસ મજૂર વર્ગ અને ગ્રામ્ય વિસ્તારોના યુવક-યુવતીઓ કપડાંની ખરીદી માટે ધ્રોલ આવતા હોય છે. આથી ધીમે ધીમે યુવાનોમાં કપડાંની ખરીદીમાં ધ્રોલ ગમવા લાગ્યું છે. આજે વાર-તહેવારે ધ્રોલની બજારોમાં ગ્રાહકો એટલા હોય છે કે, પગ મૂકવાની જગ્યા હોતી નથી.

સામાન્ય રીતે 1500 રૂપિયામાં મળતી રેડીમેઇડ કપડાની જોડી ધ્રોલમાં 700થી 800 સુધીમાં મળે છે. આટલું સસ્તું હોવાથી દૂર દૂરથી લોકો ખરીદી કરવા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *