આ ગોલ્ડમેન પહેરે છે એટલા કિલો સોનુ કે કિંમત જાણી ને નવાઈ પામશો…

અજબ-ગજબ

80-90ના દાયકામાં ભારતમાં ડિસ્કો સંગીત ને પ્રખ્યાત કરનાર ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું ગઈકાલે મુંબઈ ખાતે નિધન થયું છે. બપ્પીદા ને સોનાનાં ઘરેણાં પહેરવાનો ખુબ શોખ હતો. તેમના ગળામાં હંમેશાં જાડી સોનાની ચેઇન અને હાથમાં વીંટીઓ રહેતી હતી.

તેમની જેમ રાજસ્થાનમાં પણ એક માણસ સોનાનો શોખીન છે. ચિત્તોડગઢમાં રહેતા કન્હૈયા લાલ ખટીકને પણ સોનું પસંદ છે. તેમને ફિલ્મો સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તે એટલું સોનું પહેરે છે કે લોકો તેને મેવાડના બપ્પી લાહિરી કહેવા લાગ્યા. તેમને રાજસ્થાનના ગોલ્ડમેન તરીકે પણ ઓળખવામાં આવે છે.

એકસમયે આ ગોલ્ડમેનને જોઈને બપ્પીદા પણ ચોંકી ગયા હતા : કનૈયા લાલ કુલ 3.5 કિલો સોનું પહેરે છે. તેઓ કહે છે- 2014-15 ના વર્ષ માં સીપી જોશીએ લોકસભા ચૂંટણી દરમિયાન તેમનો પરિચય બપ્પી લાહિરી સાથે કરાવ્યો હતો. બપ્પી દા તેમને જોઈને ચોંકી ગયા. ભારતમાં કોઈક તો તેમના જેવું કોઈ છે, જે ઘણા સોનાના આભૂષણો પહેરે છે.

જુના સંસ્મરણો તાજા થયાં : તેની આ સુંદર યાદો તાજી કરતાં તેમણે કહ્યું હતું કે બપ્પીદા તેમને મળીને ખૂબ જ ખુશ થયા હતા. તેમણે પૂછ્યું હતું કે શું તમને ગાવાનો શોખ છે? ત્યારે મેં કહ્યું હતું – મને ગીતો ગાવાનો શોખ નથી, પણ ગીતો સાંભળવાનો શોખ ચોક્કસ છે.

કનૈયા લાલે વધુ જણાવ્યું હતું કે તેમના એક મિત્રે એકવાર તેમને પહેરવા માટે સોનાની ચેઈન આપી હતી. ત્યારથી મને સોનું પહેરવાનો શોખ થઈ ગયો છે. મને બપ્પી લાહિરીનાં ગીતો સાંભળવા પણ ખુબ ગમે છે.

આ ગોલ્ડમેન 3 કિલોથી પણ વધુનું સોનું પહેરે છે : ગોલ્ડમેન દરરોજ 3 કિલો 600 ગ્રામ જેટલું સોનું પહેરે છે. કનૈયાલાલ તેમની આંગળીઓ, ગળા અને ચપ્પલમાં પણ સોનું પહેરે છે. તેમનો મોબાઈલ પણ ગોલ્ડ પ્લેટેડ છે. સોનાના ઘરેણાંનો ક્રેઝ એટલો બધો છે કે પાંચ હેવી ચેન, 8 વીંટી, બ્રેસ્લેટ અને ઘણા બીજા દાગીના પહેરે છે.

લારીથી ગોલ્ડમેન સુધીની સફર ખેડી આ ગોલ્ડમેન એ.. : કનૈયાલાલ 15 વર્ષ પહેલાં ચિત્તોડ બસ સ્ટેન્ડ પર ફળોની લારી ચલાવતા હતા. ત્યારે તેમને સોનાનો એટલો શોખ નહોતો. તેના એક મિત્રએ બે તોલાની ચેઈન પહેરાવી ત્યારથી જ સોનાનો ખુબ શોખ જાગ્યો. કાશ્મીરથી સફરજન ની ટ્રકો મગાવવાની શરૂ કરી. આ કામ એટલું ખીલ્યું કે 4 વર્ષ પછી તેના દિવસો બદલાઈ ગયા. હવે તેમનું નામ શાહુકારોમાં ગણવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *