દરેક વ્યક્તિ હમેશા પોતાના જીવનને ટકાવી રાખવા અને પોતાના પરિવારના ભરણપોષણ માટે મહેનત કરીને પૈસા કમાતો હોય છે.જયારે પ્રાણીઓની વાત કરવામાં આવે તો તે જયારે ભૂખ્યા થાય છે ત્યારે શિકારની શોધ કરવા લાગે છે અને પોતાની ભૂખ સંતોષે છે.આજે તમને આવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ ચોંકાવનારી છે.
સામાન્ય રીતે જોવામાં આવે તો આપણા દેશની મોટાભાગની વસ્તી ગામડામાં રહે છે અને પોતે ખેતી કરીને આવક ઉભી કરે છે.તે રાતદિવસ ખેતી કરીને તેમાંથી પૈસા મેળવે છે.ખેડૂતો આજે પણ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને જવી રહ્યા છે.જયારે આ ઘટના અંગે વાત કરવામાં આવે તો તે ઉત્તર પ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવી છે.
મળતા અહેવાલ મુજબ એવું જાણવા મળ્યું છે કે ત્યાના એક ખેડૂત વ્યક્તિ સાથે જે થયું હતું તે પોતે સપનામાં પણ વિચાર્યું ન હતું.એવું કહેવામાં આવે છે કે તેના ઘરે રહેલી બકરી આશરે 60 હજાર રૂપિયા ચાવી ગઈ હતી.આ ખેડૂત પોતાનું ઘર બનાવવા માટે બેન્કમાંથી પૈસા લઈને ઘરે આવ્યો હતો.પરંતુ તે પૈસા તેના પેન્ટમાં રહી ગયા હતા.અને ભૂખી બકરી તેને ચાવી ગઈ હતી.
જયારે આ ખેડૂત બેંકમાં ગયો હતો ત્યારે ઘરે રહેલી બકરી ખૂબ જ ભૂખી થઈ હતી.જયારે ખેડૂત પોતાના પૈસા લઈને ઘરે આવ્યો અને પોતે નાહવા માટે પોતાનો પેન્ટ કાઢીને ગયો.પરંતુ પેન્ટમાંથી પૈસા કાઢવાનું તે ભૂલી ગયો હતો.આ સમયે ત્યાં રહેલી બકરીએ રંગીન દેખાતા કાગળ ચાવવાનું ચાલુ કરી નાખ્યું હતું.
ખેડૂત જયારે બહાર આવ્યો ત્યારે તેને જે જોવા મળ્યું તે જોઇને તેના હોંશ ઉડી ગયા હતા.જયારે આવી સ્થિતિમાં પણ ખેડૂતે હસતા હસતાં તેના મોંમાંથી બે નોટો કાઢી હતી.તમને જણાવી દઈએ કે બકરી આશરે 60 હજાર રૂપિયા ચાવી ગઈ હતી.જ્યારે તેમના પડોશીઓને આ ઘટનાની જાણ થઈ, ત્યારે બધા લોકોએ સલાહ આપી કે બકરીને કોઈ કસાઈને વેચો જયારે તેને તેની સજા મળે.
પરંતુ ગરીબ ખેડૂતે આવું કર્યું ન હતું.તેને કોઈ સજા પણ આપી ન હતી.જયારે ઘણા લોકો આ ખેડૂતની પ્રસંશા કરવા લાગ્યા હતા.અને આખરે ગ્રામજનોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ તેના ઘર માટે દાન પણ એકત્રિત કર્યું હતું.જેથી તે પોતાનું ઘર બનાવી શકે.