એમ તો એ આધેડ ઉમર નો હતો પરંતુ બેડરૂમ માં મને ખૂબજ મજા કરાવી અને હવે…

અન્ય

પ્રશ્ન :હું ૩૮ વરસની છું. મારી ભૂલને કારણે અમે ડિવોર્સ લીધા હતા. મારા બાળકો મારા પતિ પાસે છે. હવે એમ થાય છે કે મેં છૂટાછેડા આપીને ઉતાવળ કરી હતી. મારી ભૂલને કારણે મારા બાળકોની જિંદગી ખરાબ થઇ ગઇ છે. આ અપરાધ બોજનો ભાર મારા મનમાંથી જતો નથી. પિયરના લોકો બીજા લગ્ન કરવાનું કહે છે પણ હું મારી જાતને માફ કરી શકતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.- – એક બહેન(ગુજરાત)

ઉત્તર : હવે પસ્તાવાથી કંઇ વળવાનું નથી. વિતી ગયેલો સમય પાછો આવવાનો નથી. ભૂતકાળ ભૂલી તમારે વર્તમાનમાં આગળ વધવાની જરૂર છે. તમારા પતિએ બીજા લગ્ન કર્યાં નહીં હોય અને તેઓ તૈયાર હોય તો તેમની પાસે ભૂલની માફી માગી સમાધાન કરી નવેસરથી જીવન શરૂ થઇ શકે છે. આમ તમારા સંતાનોને માતા અને પિતા બંનેનો પ્રેમ મળી શકશે. એ શક્ય હોય નહીં તો તમારા પરિવારના લોકો કહે છે એ વાત માની બીજા લગ્ન કરી તમારો સંસાર શરૂ કરો. આખી જિંદગી એકલા રહેવું સહેલું નથી. આ ઉપરાંત કોઇ નોકરી શોધી પગભર થાવ.

પ્રશ્ન : મારા લગ્નને વીસ વર્ષ થયા છે. ગયે વરસે મારું ગર્ભાશય ઓપરેશન કરી કાઢી નાખવામાં આવ્યું હતું. આ પછી મારી સે–ક્સમાં રૂચિ ઘટી ગઇ છે. મારા પતિને પણ સે–ક્સ દરમિયાન ઉત્તેજના થતી નથી. શું ગર્ભાશય કઢાવી નાખવાને કારણે આમ થતું હશે? – એક બહેન (મુંબઇ)

ઉત્તર : ગર્ભાશયને સે–ક્સ સાથે કોઇ સંબંધ નથી. એનો ઉપયોગ માત્ર સંતાનનો જન્મ આપવાનો જ છે. સે–ક્સમાં રસ ઓછો થવા પાછળ બીજું કોઇ કારણ જવાબદાર હોઇ શકે છે. આ પાછળ માનસિક કારણ જવાબદાર હોઇ શકે છે. તમારા પતિનો પણ રસ ઓછો થઇ ગયો હોવાથી આનું કારણ કોઇ બીજું જ છે. તમારે બંનેએ કોઇ મનોચિકિત્સક કે સે–ક્સોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર છે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૩ વર્ષની છે. મને ચામડીનો રોગ છે. મારી ઇન્દ્રિયની આજુબાજુ સાથળમાં દાદર-ખૂજલી થાય છે. મેં ઘણી દવા કરી, પરંતુ કોઈ અસર નથી થતી. કેન્ડિડ, કેન્ડિડ-બી જેવા મલમ પણ વાપર્યા છે. જ્યાં સુધી દવા ચાલુ રાખું છું ત્યાં સુધી સારું રહે છે, પણ પછી ખૂજલી ફરી શરૂ થઈ જાય છે. મારે શું કરવું જોઈએ. – એક યુવક (મુંબઈ)

ઉત્તર : મુંબઈની આજુબાજુ દરિયો નજીક હોવાથી હવામાં ભેજ વધારે હોય છે. આખો દિવસ જીન્સ જેવાં કપડાં પહેર્યાં હોવાથી સાથળની આજુબાજુના ભાગમાં પસીનો થઈને ચામડી પર દાદર જેવો રોગ થવાની શક્યતા વધારે રહે છે. એને લીધે દુર્ગંધ અને ખંજવાળ આવે છે. આ એક સાવ સામાન્ય વસ્તુ છે.

તમે જે દવા વાપરો છો એ બરાબર છે. મારી તમને સલાહ છે કે સ્નાન કર્યા પછી પહેલાં સુંવાળા રૂમાલથી થપથપાવીને (ઘસીને નહીં) તમારા સાથળની બન્ને બાજુની ચામડી અને અંડકોશની નીચેના ભાગમાંની ભીનાશ દૂર કરો. પછી ડોક્ટરે આપેલો મલમ લગાવીને ટેલ્કમ પાઉડર કે એન્ટિ-ફન્ગલ પાઉડર છાંટીને પાંચ-સાત મિનિટ નિર્વસ્ત્ર પંખા નીચે સૂઈ રહ્યો. ત્યાર બાદ કોટનની અન્ડરવેઇર પહેરો. જો તમને કોટન ન ફાવે તો ઓફિસેથી રાત્રે ઘરે આવીને પછી ઉપરની ક્રિયા ફરી કરીને અન્ડરવેઅર, લુંગી કે કોટનનો પાયજામો પહેરીને સૂઈ જાઓ.

આ બધું કર્યા પછી પણ જો સારું ન થાય તો તમને ડાયાબિટીઝ છે કે નહીં એ ચેક કરાવી લેવું અને કોઈ સારા સ્કિન-સ્પેશ્યલિસ્ટની સલાહ લેવી.

પ્રશ્ન : મારી જાણ કારી મુજબ પિરિયડ્સના એક અઠવાડિયા પહેલાંનો અને એક અઠવાડિયા પછીનો સમયગાળો સમાગમ કરવા માટે સલામત ગણાય છે. શું આ સમયગાળો ૧૦૦ ટકા સલામ છે? આ ગાળામાં ગર્ભ રહેવાની કોઈ શક્યા ખરી? – એક યુવતી (બીલીમોરા)

ઉત્તર : માસિકપાળી આવવાના એક અઠવાડિયા પહેલાં અને એક અઠવાડિયા પછીના સમયગાળામાં સમાગમ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા ઓછી હોય છે, પણ નથી હોતી એવું નથી. માસિકપાળીના પહેલા જ દિવસે સમાગમ કર્યો હોય તોય ગર્ભ રહ્યો હોવાના કિસ્સાઓ મોજૂદ છે. એટલે તમે જ્યારે પણ ગર્લફ્રેન્ડ સાથે સમાગમ કરો ત્યારે ૧૦૦ ટકા સુરક્ષિતતા ઇચ્છતા હો તો કોન્ડોમ (નિરોધ) પહેરીને જ સમાગમ કરવો હિતાવહ રહેશે.

પ્રશ્ન : હું ૨૩ વર્ષનો કુંવારો યુવક છું. થોડા સમયમાં મારાં લગ્ન થવાનાં છે. સ્ત્રીઓ માટે ગર્ભાધાનનો ઉત્તમ સમય કયો?- એક યુવક (પાટણ)

ઉત્તર : ગર્ભાધાન માટે કોઈ ખાસ નિયત દિવસ નથી હોતા કે ક્યારે સં–ભોગ કરો તો સ્ત્રી પ્રેગ્નન્ટ થાય. એવું કહેવામાં આવે છે કે જ્યારે ઓવરીમાંથી સ્ત્રીબીજ બહાર આવે ત્યાર પછી જો ૪૮ કલાકમાં એ બીજ શુક્રજંતુને મળે તો ગર્ભ રહેવાની શક્યતા વધુ રહે છે. સામાન્ય રીતે આ સ્ત્રીબીજ માસિક આવવાના પહેલા કે છેલ્લા અઠવાડિયામાં નીકળવાના ચાન્સ ઓછી હોય છે. વચલાં બે અઠવાડિયાં ગર્ભાધાન માટે વધુ સારાં. સં–ભોગ કર્યા પછી જો સ્ત્રી પોતાના પગ છાતીસરસા ચાંપીને અડધો કલાક પડી રહે તો વાત્સાયનના કહેવા મુજબ આ ઉત્ફુલ્લક આસનથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે.

પ્રશ્ન: હું ૨૦ વર્ષની પરિણીત યુવતી છું. મને ફક્ત બીજી સ્ત્રીઓ પ્રત્યે જાતીય આકર્ષણ થાય છે. એનું કારણ શું? મારી જન્મકુંડળીનો જોડામેળ પણ જોવડાવવામાં આવ્યો હતો અને અમારા ગુણાંક (દોકડા) સરેરાશ કરતાં વધારે હતા.- એક યુવતી (જામનગર)

ઉત્તર : આ બાબતમાં આવી સ્ત્રીઓની આદતોથી માંડીને તેમનો વિકાસ, તેઓ કયા વાતાવરણમાં રહે છે, માબપાનું વર્તન અને છેલ્લે આનુવંશિકતાના સિધ્ધાંત સહિત ઘણાબધા સિધ્ધાંતોના આધારે જન્મકુંડળીનો અભ્યાસ કરવામાં આવે છે. છઠ્ઠી સદીના જાણીતા જ્યોતિષી તથા ખગોળશાસ્ત્રી વરાહમિહિરે તેમના સૌથી લોકપ્રિય ગ્રંથ ‘બૃહદજાતક’ (અધ્યાય ૨૪, શ્લોક નં. ૭)માં લખ્યું છે કે જો સ્ત્રીની જન્મકુંડળીમાં શુક્ર અને શનિ બરાબર સામસામે (એકબીજા પર દ્રષ્ટિ કરતા) હોય અથવા એકબીજાના નવમાંશમાં રહેલા હોય તો તે સ્ત્રી વધુ પડતી કામવાસના ધરાવતી થશે અને બીજી સ્ત્રીઓની મદદથી વિજાતીય વ્યક્તિની ભૂમિકા ભજવીને તેની કામવાસના પ્રગટ કરશે. વરાહમિહિરે આ નિયમનો ઉલ્લેખ સમલૈંગિક આકર્ષણ અનુભવતી સ્ત્રીઓ વિશે કર્યો હોવા છતાં તેમના ગ્રંથના સમીક્ષક રુદ્રભટ્ટ જણાવે છે કે આ નિયમ સમલૈંગિક આકર્ષણ અનુભવતા પુુરુષોને પણ લાગુ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *