આ નક્ષત્રમાં હિન્દ મહાસાગરના પૂર્વ કાંઠા ઉપર સખત પવન ફૂંકાતો હોવો જોઈએ અથવા દેશના અંદરના ભાગોમાં સ્થાનિક વરસાદ, વાદળનું તોફાન હોય તો શરૂઆતમાં ચોમાસું જોર પકડે છે. એટલે આ વખતે મૃગશીર્ષ નક્ષત્રમાં પવન ફૂંકાય છે તે ક્રિયા થવી જરૂરી છે. એટલે ખેડૂત ભાઈઓએ વરસાદની ચિંતા કરવા જેવી નથી તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.
ગુજરાતમાં આગામી 25 કલાક ભારે! ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદથી જ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. ગઇકાલે પંચમહાલ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો જ્યારે આજે મેઘરાજા આણંદમાં ધ’ડબ’ડાટી બોલાવી હતી ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી 25 કલાક ભારે વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, આગામી 25 કલાકમાં રાજ્ય માટે ભારે છે. મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
કયા કયા વિસ્તારોમાં પડી શકે વરસાદ? હવામાન વિભાગનું માનીએ તો આગામી 25 કલાક ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે જેમાં જૂનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આણંદ, નડિયાદ, ખેડા, ભરૂચ, નવસારી, ડાંગ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
25 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ રહેશે આગાહી અનુસાર રાજ્યમાં 25 કલાક બાદ વરસાદનું જોર ધીમે ધીમે ઓછું થઈ શકે છે જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદ અવિરત ચાલુ રહેશે.