બહેનપણી એ કહ્યું મારા પતિ કરતા તો મને તારો પતિ વધારે ગમવા લાગ્યો છે તું મંજૂરી આપતી હોય તો..

અન્ય

અંગત જીવનમાં દરેકના અનુભવ અલગ હોય તેમ દરેકની સે*ક્સ લાઇફ પણ થોડી અલગ હોવાની જ, તેની સરખામણી ન કરાય

આરુ, કેટલા દિવસથી નથી જોઇ તને યાર. લગ્ન પછી આપણાં જીવન જ બદલાઈ ગયાં નહીં? પહેલાં તો રોજેરોજ મળ્યાં વગર ચાલતું નહોતું, અને જો અત્યારની આપણી હાલત જો, છેલ્લાં બે વર્ષથી એકબીજાનું મોઢું પણ નથી જોયું. પૂજાએ આરુષીને જોઈ કે તરત હરખાઈને પોતાની હૈયાવરાળ કાઢી. આરુષી અને પૂજા નાનપણની બહેનપણીઓ હતી. બંને લગ્ન પહેલાં લગભગ સાથે જ રહેતી, ખાલી સૂવા જ પોતપોતાના ઘરે જાય, બાકી આખો દિવસ બંને સાથે હોય.

લગ્ન થઈ ગયાં પછી સ્વાભાવિકપણે જ અલગ અલગ રહેતાં હોવાથી કોન્ટેક્ટ ઘટી જાય. ફોનથી મળતાં રહે પણ રૂબરૂ મળવાનું તો ભાગ્યે જ બને. આરુષી અને પૂજા વાતોએ વળગ્યા. બંનેએ પોતપોતાના પરિવાર અને પતિની વાતો ચાલુ કરી. આરુષીએ પતિનાં અને પોતાની અંગત લાઇફનાં વખાણ કરવાની શરૂઆત કરી. તેણે કહ્યું કે અનિકેત તો ખૂબ જ મસ્તીખોર છે. અમારાં લગ્નનાં બે વર્ષ થઈ ગયાં છે તો પણ અમારી સે*ક્સલાઇફમાં અનિકેત રોજ કંઈક નવું નવું કરે, રોજ મને એમ થાય કે આજે તો મજા આવી ગઈ. પૂજાએ આંખો પહોળી કરીને પૂછયું, તો તમે બે વર્ષ બાદ પણ રોજ શરીરસુખ માણો છો?

આરુષી બોલી, ઓફકોર્સ બેબી, રોજ જ કરવાનું હોયને? અનિને તો એક દિવસ પણ ન થાય તો ન ચાલે, વળી મને પણ એટલી મજા આવે છે કે હું પણ રોજ કરવાની ના ન પાડું. તું માનીશ અમે બે વર્ષમાં કેટલુંય નવું નવું ટ્રાય કર્યું છે. સે*ક્સલાઇફને હંમેશાં મસાલેદાર રાખવી એ તો કોઈ અનિકેત પાસેથી શીખે. હું નસીબદાર છું કે તે મને પાર્ટનર તરીકે મળ્યો. યાર, પૂજા તું નહીં માન એક દિવસ મેં તેને કહ્યું કે મને તો ચોકલેટ ખૂબ ભાવે, તે બીજા દિવસે ચોકલેટ સોસ લઇ આવ્યો અને અમે તેને પ્રોપ બનાવીને શરીરસુખ માણ્યું. તેણે મારા આખા શરીરે ચોકલેટ સોસ લગાવીને લીક કર્યું. યાર, હજી આ વાત કરું છું તો પણ પેટમાં બટરફ્લાઇઝ ઊડવા લાગે છે.

આરુષી મલકાઈ. પૂજા તેની સામે જ જોઈ રહી હતી. તે મનોમન વિચારતી હતી કે આરુષી કેટલી નસીબદાર છે કે તેને અનિકેત જેવો પાર્ટનર મળ્યો, અને એક હું છું, મારા વરને તો આવું કંઈ આવડતું જ નથી. પૂજાને વિચારતી જોઇને આરુષીએ તેને હચમચાવી, તેણે કહ્યું ક્યાં ખોવાઈ ગઈ પૂજા? મારી તો બધી વાતો જાણી લીધી, હવે તારું તો જણાવ?

પૂજાએ કહ્યું હું પણ ખુશ છું, પ્રિયાંક સારો છે, મને ખૂબ પ્રેમ કરે છે, પણ અમારી સે*ક્સલાઇફ તમારા જેટલી મજેદાર નથી. અમે અઠવાડિયામાં બે વાર શારીરિક સંબંધ બાંધીએ છીએ, શનિવાર અને રવિવાર. પણ એ તમારી જેવું ચટપટું નથી હોતું. હા, મને સંતોષ મળે છે, પણ તારી મજેદાર સે*ક્સલાઇફ વિશે સાંભળીને મને પણ એવું થાય છે કે કાશ, પ્રિયાંક પણ આટલો ચંચળ હોત.

પૂજાએ નિસાસો નાખ્યો, પછી વાતને આડે પાટે ચડાવવા તેણે પૂછયું યાર, આરુ તું તો મારા કરતાં પણ હોશિયાર છે, અહીં જોબ કરતી હતી તો ત્યાં કેમ ઘરકૂકડી થઇને રહી ગઇ? ઘરમાં કંટાળો નથી આવતો? જોબ કરને ફ્રેશ રહીશ. આરુષીએ ઝંખવાઈને કહ્યું મને તો ઇચ્છા છે પણ અનિકેતની ઇચ્છા નથી એટલે ના કહે છે. તેને આવું ન ગમે.

એ દિવસે આરુષી અને પૂજા છૂટા પડયા પછી પ્રિયાંકનો પૂજા ઉપર ફોન આવ્યો પણ તેને પ્રિયાંકનો ફોન રિસીવ કરવાનું મન જ ન થયું, તે પોતાની મિત્ર આરુષીની સે*ક્સલાઇફની વાતો સાંભળીને એટલી રોમાંચિત થઇ ગઇ હતી કે પ્રિયાંક તેને બોરિંગ લાગવા માંડયો હતો.

મોટાભાગે સ્ત્રીઓમાં આવું બનતું હોય છે. બીજી સ્ત્રીની રોમાંચિત સે*ક્સલાઇફ વિશે જાણીને પતિને ખુલ્લાદિલથી એ કહેવાને બદલે તેઓ બોલવાનું બંધ કરી દે છે, ઝઘડા કરી બેસે છે, આડકતરી રીતે મેણાં મારવા લાગે છે. પણ તેઓ એ નથી વિચારતી કે જે સાંભળ્યું છે તેવું કદાચ ન પણ હોય.

બને કે સામેની વ્યક્તિ થોડું મીઠું-મરચું ભભરાવીને વાત કરતી હોય અને ઇનકેસ બધી વાત સાચી હોય તો પણ તમને એવી સે*ક્સલાઇફ માણવાની ઇચ્છા થાય તો જાતે પહેલ કરવી, પતિ સાથે ખુલ્લામને બધી જ ડિઝાયરની ચર્ચા કરવી, બને કદાચ પતિ પણ એવું જ ઇચ્છતો હોય પણ તમારા અણગમાને કારણે તમને ન કહી શકતો હોય. માટે જૅલસી ફીલ કરીને પાર્ટનરને ટોન્ટ મારવાને બદલે કોમ્યુનિકેશન કરો, કોમ્યુનિકેશન કરશો તો ઘણાં ઉપાયો મળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *