શું તમને ખ્યાલ છે કે દુનિયામાં એવી ઘણી જગ્યા છે, જ્યાં પર અનોખા લોકો જોવા મળે છે. સામાન્ય રીતે ઘરમાંથી લોકો કપડા પહેરીને નિકળે છે. તમે વિચારી રહ્યાં હશો કે તેમાં શું જુદી વાત છે. પરંતુ એક ગામ એવું છે, જ્યાં છેલ્લા 90 વર્ષથી એક પરંપરાને માની રહ્યાં છે અને કપડા પહેર્યા વગર જીવન જીવી રહ્યાં છે. કેમ ચોંકી ગયાને. આજે અમે તમને આ અનોખા ગામ વિશે જણાવી રહ્યાં છીએ. જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય.
શું તમે ક્યારેય એવી જગ્યા વિશે સાંભળ્યું છે, જ્યાં લોકો કપડા વગર રહેતા હોય. એવું નથી કે અહીં બધા ગરીબ છે કે પછી તેની પાસે પહેરવા માટે કપડા નથી. પરંતુ અહીં વર્ષો જૂની પરંપરા છે. બ્રિટનનું એક સીક્રેટ ગામ છે, જ્યાં લોકો વર્ષોથી કપડા વગર રહે છે. મિરરના રિપોર્ટ અનુસાર ગામમાં બે બેડરૂમવાળા બંગલા પણ છે, જેની કિંમત £85,000 કે તેનાથી વધુ છે.
ગામના લોકોની પાસે મૂળભૂત સુવિધાઓની કોઈ કમી નથી. પરંતુ પરંપરા અને માન્યતાઓને માનનાર લોકો કપડા વગર રહે છે. હર્ટફોર્ડશાયરના સ્પીલપ્લાટ્ઝ ગામમાં ન માત્ર મોટા-મોટા પરંતુ બાળકો પણ કપડા વગર રહે છે. સ્પીલપ્લાટ્ઝ, જેનો જર્મનમાં અર્થ રમતનું મેદાન છે.
હર્ટફોર્ડશાયરનું આ ગામ બ્રિટનની સૌથી જૂની કોલોનીઓમાંથી એક છે. અહીં પર ન માત્ર સારા મકાન છે, પરંતુ શાનદાર સ્વિમિંગ પૂલ, લોકોને પીવા માટે બીયર જેવી સુવિધાઓ પણ હાજર છે. આ જગ્યા પર છેલ્લા 90 વર્ષથી લોકો આ રીતે રહે છે.
સ્પીલપ્લાટ્ઝ ગામમાં જીવનનો આનંદ લેનારમાં 82 વર્ષીય ઇસેલ્ટ રિચર્ડનસ છે, જેમના પિતાએ 1929મા સમુદાયની સ્થાપના કરી હતી. તેમણે ભાર આપીને કહ્યું હતું કે પ્રકૃતિવાદીઓ અને રસ્તા પર રહેનાર લોકો વચ્ચે કોઈ અંતર નથી.
તેના પર દુનિયાભરના લોકો ઘણી ડોક્યૂમેન્ટ્રી અને શોર્ટ ફિલ્મ પણ બનાવી ચુક્યા છે. અહીં પર પાડોશી, પોસ્ટમેન અને સુપરમાર્કેટ ડિલીવરી કરનાર લોકો હંમેશા આવતા રહે છે. આ ગામનું નામ સ્પીલપ્લાટ્ઝ છે. જેનો મતલબ થાય છે પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતનું મેદાન.