જ્યારે આ છોકરો પાંચના ધોરણમાં ભણતો હતો ત્યારે તેને બચપન કા પ્યાર નામની ગીત ગાયું હતું. હવે બે વર્ષ પછી સહદેવ નામના આ બાળકે ગાયેલું ગીત બચપન કા પ્યાર ગીત વાયરલ થઇ રહ્યું છે. વાયરલ વીડિયો સિંગર બાદશાહ સુધી પહોંચ્યો છે. તેણે વીડિયો કોલ દ્વારા સહદેવ સાથે વાત કરી છે. સાથે જ સહદેવને કહ્યું કે ચાલ સાથે આ ગીત ગાઇએ.
છત્તીસગ ના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ વિદ્યાર્થી સહદેવને મળ્યા અને સાથેનો એક વીડિયો ટ્વીટ કર્યો. આ વીડિયોમાં સહદેવ એક જ ગીત ગાતા સાંભળવામાં આવે છે અને તેના ગળામાં ફૂલોની માળા છે.
‘બચપન કા પ્યાર’ ગીત ખરેખર તો ગુજરાતના કમલેશ બારોટે ગાયું હતું. તેને સાંભળીને સહદેવે આ ગીત યાદ કરી લીધુંય સહદેવ જ્યારે પાંચમા ધોરણમાં હતો ત્યારે શિક્ષકે તેને ગીત ગાવા બોલાવ્યો હતો. આ દરમિયાન કોઇએ તેનો વીડિયો બનાવી લીધો અને તેને વાયરલ કરી દીધો. વીડિયો વાયરલ થયા પછી સહદેવ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઇ ગયો છે. બોલીવુડના પોપ સિંગર બાદશાહે પોતે આ વીડિયો કોલ કરી સહદેવ સાથે વાત કરી અને તેને પોતાની સાથે ગાવા માટે ચંડીગઢ બોલાવ્યો છે.
સિંગર બાદશાહે બાળક સાથે વીડિયો કોલ પર વાત કરી. તેણે સહદેવને પોતાની સાથે ગાવા માટે બોલાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસ પહેલા એક યૂટ્યૂબરે સહદેવને શોધી કાઢ્યો હતો. ત્યાર પછી બાદશાહે તેનો વીડિયો શેર કર્યો હતો. તેના કમેન્ટ બોક્સમાં યૂટ્યૂબરે કહ્યું હતું કે હું આ બાળકને ઓળખું છું. તેના પર સિંગર બાદશાહે કહ્યું કે મારી આની સાથે વાત કરાવો.
ત્યાર પછી બાદશાહે સહદેવ સાથે વાત કરી છે. બાદશાહે હવે સહદેવ સાથે ગીત ગાવાનો નિર્ણય કર્યો છે. સહદેવને ચંડીગઢ બોલાવ્યો છે. સાથે જ બાદશાહે સહદેવના ચંડીગઢ આવવાની વ્યવસ્થા પણ કરી છે. સહદેવની આર્થિક સ્થિતિ સારી નથી. તેની પાસે ટીવી અને મોબાઇલ પણ નથી. પરિવારની પાસે ખેતી લાયક થોડી જમીન છે. તેનાથી ગુજારો થઇ જાય છે.