ભાઈ નો મિત્ર મારી સાથે એવી હોળી રમ્યો કે હું તો પાણી પાણી થઈ ગઈ..

અન્ય

છેલ્લા થોડા સમયથી મારી પત્નીને સેક્સમાં રસ નથી રહ્યો. હું સેક્સ માટે પહેલ કરું છું ત્યારે તે એક યા બીજું બહાનું બતાવીને ટાળે છે.

પ્રશ્ન : મારી ઉંમર ૩૫ વર્ષની છે. લગ્નને આઠ વર્ષ થયાં છે. મારે બે બાળકો છે. મારી સમસ્યા એ છે કે છેલ્લા થોડા સમયથી મારી પત્નીને સેક્સમાં રસ નથી રહ્યો. હું સેક્સ માટે પહેલ કરું છું ત્યારે તે એક યા બીજું બહાનું બતાવીને ટાળે છે. આવું થવાનું કારણ શું હશે? યોગ્ય માર્ગદર્શન આપશો. -એક પતિ (વેરાવળ)

ઉત્તર : તમારી પત્નીને સેક્સમાં રસ કેમ ઓછો છે એનું કારણ જાણવું જરૂરી છે. ઘણી વખત પુરુષો પોતાનું કામ પતી ગયા પછી આડા ફરીને નસકોરાં બોલાવતા થઈ જાય છે. તેઓ પોતાની પત્નીને સંતોષ નથી આપતા. આ અસંતોષના પરિણામે ફરી વખત પત્નીને સમાગમ માટે ઇચ્છા જાગ્રત ન થાય એ સ્વાભાવિક બની જાય છે. એટલે સમાગમમાં માત્ર સ્વાર્થની ભાવના ન રાખતાં થોડી પરમાર્થની ભાવના રાખીને પત્નીને એક યા બીજી રીતે સંતોષ આપી દેવો જોઈએ. એવું કરવાથી પત્ની બીજી વખત સમાગમ કરતી વખતે પ્રેમપૂર્વક પહેલ કરશે. તમને એક સીધો દાખલો આપું. તમે મારે ત્યાં ચા પીવા આવ્યા હો અને ચા સારી બની હશે તો બીજીવાર આવીને ચા પીવાનો આગ્રહ રાખશે. પણ જો ચા કડવી બની હશે તો તમે બીજી વાર ચાનો આગ્રહ નહીં રાખો એ સ્વાભાવિક છે. સેક્સનું પણ કંઈક આવું જ છે. તમે જેટલું આપશો એટલું મળશે. સ્ત્રીનો માત્ર ઊંઘની ગોળીને જેમ ઉપયોગ કરશો તો તેનો રસ સમાગમમાંથી આસ્તે-આસ્તે ઓછો થઈ જશે અને કદાચ સમાગમથી તે વિમુખ પણ થઈ જાય.

પ્રશ્ન : મારી ઉમર ૬૬ વર્ષની છે. ૬ મહિના અગાઉ બાયપાસ સર્જરી કરાવી છે. મને સેક્સ માણવાની બહુજ ઇચ્છા થાય છે. પરંતુ ઇન્દ્રિયમાં યોગ્ય ઉત્થાનના અભાવે યોનીપ્રવેશ મુશ્કેલ થાય છે. શંુ હું દેશી વાયેગ્રા લઈ શકું? સમાગમ લાંબો ચાલે એ માટે કોઈ ગોળી જણાવશો. -એક પતિ (સુરત)

ઉત્તર : તમને યોગ્ય અને સચોટ જવાબ તો કાર્ડિયોલોજિસ્ટ જ આપી શકે. જો તમારો કાડિર્યોગ્રામ આરામ અવસ્થામાં અને કસરત પછી નોર્મલ આવે તો મહદઅંશે તમે સમાગમમાં રાચી શકો. જ્યાં કાડિર્યોગ્રામની સેવા ઉપલબ્ધ નથી હોતી ત્યાં એમ માનવામાં આવે છે કે જો એક વ્યક્તિ અડધો કલાક સુધી રીઝનેબલ સ્પિડથી રોકાયા વગર ચાલી શકતી હોય તો અને જો વ્યક્તિને બ્લડપ્રેશર વધઘટ ન થતું હોય અથવા છાતીમાં કોઈપણ પ્રકારનો દુખાવો ન થતો હોય તો એ વ્યક્તિ સમાગમમાં ચોક્કસ રાચી શકે.

દેશી વાયેગ્રા ભૂખ્યા પેટે સમાગમના એક કલાક પહેલાં લેવી જોઈએ. આ ગોળી ૨૪ કલાકમાં એક જ વાર લઈ શકાય. માત્ર એ વાતનો ખ્યાલ રાખવો કે જો તમે બ્લડપ્રેશર માટે કોઈ નાઈટ્રેટયુક્ત ગોળીનું સેવન કરતા હો તો દેશી વાયેગ્રા તમારાથી ન લઈ શકાય.

સમાગમ લાંબો ચલાવવા માટે સ્ખલન જલ્દી શા માટે થઈ જાય છે એનું કારણ શોધીને પછી એનો ઉપાય કરવો આવશ્યક છે.

પ્રશ્ન : હું પરિણીત પુરુષ છું અને એક સંતાનનો પિતા છું. મને નોર્મલ ફેસ ટુ ફેસ સમાગમ કરવાને બદલે પાછળથી (ડોગી પોઝિશનમાં) સમાગમ કરવાનું વધુ પસંદ છે. શું આ નોર્મલ છે? આ પોઝિશનમાં સમાગમ કરવાથી કોઈ નુકસાન થઈ શકે ખરું? આ પોઝિશનમાં પણ સ્ત્રીને ગર્ભ રહી શકો ખરો? -એક પુરુષ (ગોધરા)

ઉત્તર : તમને જો આ પોઝિશન પસંદ હોય તો તમે અવશ્ય એ રીતે સમાગમ કરી શકો છો. ઘણી વ્યક્તિને આ પોઝિશન વધારે પસંદ હોય છે, કારણ કે એમાં પુરુષને બન્ને હાથે સ્ત્રીનું સ્તનમર્દન કરવામાં અને યોનિમાર્ગને પંપાળવામાં વધુ સરળતા રહે છે. આ પોઝિશન એક નવીનતા પણ બક્ષે છે. ઘણા લોકોને આ ડોગી પોઝિશનમાં વધારે આનંદ આવતો હોય છે. કારણ કે પુરુષના લિંગ અને સ્ત્રીની યોનિની પકડ પણ આમાં વધુ મજબૂત બનતી હોય છે.

આ આસનને પશુ આસન પણ કહેવામાં આવે છે, કારણ કે પશુઓ હંમેશાં આ પ્રમાણે જ સમાગમ કરતાં હોય છે. જ્યારે માનવજાતિમાં સ્ત્રી અને પુરુષ બન્નેનાં મોઢાં સામસામાં હોય એ રીતે સમાગમ થતો હોય છે.

જો પુરુષ વિલંબિત સ્ખલનની સમસ્યાથી પીડાતો હોય તો આ આસન યોજવાથી એનું વિલંબિત સ્ખલન થોડું શીઘ્ર સ્ખલન બની જાય છે. આ પોઝિશનમાં પણ સ્ત્રીને ગર્ભ રહેવાની શક્યતા અવશ્ય રહે છે.

પ્રશ્ન : મારી ઉંમર ૩૧ વર્ષની છે. મારાં લગ્નને આઠ વર્ષ થયાં છે. મારી સમસ્યા એ છે કે સંભોગની ઇચ્છા થાય અને શિશ્નને યોનિમાર્ગમાં પ્રવેશ કરાવું કે તરત સ્ખલન થઈ જાય છે તેમજ સમાગમનો આનંદ નથી મળતો. મારું મન અને મારી પત્ની બન્ને ખિન્ન રહે છે. કોઈ દવા કે ઉપાય સૂચવવા વિનંતી. -એક પતિ (કલ્યાણ)

ઉત્તર : સંતોષ મહત્ત્વની વસ્તુ છે. કોઈ પણ દવા, ગોળી ઇન્જેકશન લો એ પહેલાં પત્નીને હસ્તમૈથુન, મુખમૈથુન અથવા કૃત્રિમ ઇન્દ્રિય (વાઈબ્રેટર)થી સંતોષ આપી દેવો. એક વાર તમે સંતોષ આપી દેશો એટલે તમારી અને તમારી પત્નીના મગજમાંથી ખિન્નતા અને એન્ગ્ઝાયટી આપમેળે થોડીઘણી ઓગળી જશે.

શીઘ્રસ્ખલનનાં મુખ્ય કારણોમાં વધુપડતો કામાવેગ અથવા તીવ્ર કામેચ્છા, ઇન્દ્રિયના આગળના લાલ ભાગમાં વધુ સંવેદના, પ્રોસ્ટેટમાં ઇન્ફેકશન અને ડાયાબિટીઝની શરૂઆતમાંથી કોઈ પણ હોઈ શકે. કારણ શોધીને યોગ્ય ઇલાજ ચોક્કસ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *