ભારતનું એક એવું મંદિર જ્યાં ભગવાનના દર્શન કરનાર થઈ જાય છે અંધ

ધાર્મિક

ભારતમાં અનેક દેવી-દેવતાઓના હજારો મંદિરો આવેલા છે. તે તમામ માટે અલગ અલગ માન્યતાઓ છે અને તેની પૂજાના રીવાજો પણ અલગ અલગ હોય છે. આવા જ એક અદભૂત મંદિર વિશે જાણકારી અહીં આપવામાં આવી છે. સામાન્ય રીતે તો નાગ અને મણીની વાતોને મોટાભાગના લોકો કાલ્પનિક જ માનતા હોય છે.

પરંતુ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક એવું મંદિર છે જેના દર્શન કોઈ આજ સુધી નરી આંખે કરી શક્યું નથી. માનવામાં આવે છે કે આ મંદિરના ગર્ભગૃહમાં નાગરાજ તેમની મણી સાથે બિરાજમાન છે. તેનું તેજ એટલું હોય છે કે તેને જોનારની દ્રષ્ટિ જતી રહે છે. આ મંદિરમાં પૂજા કરતી વખતે પૂજારી પણ તેની આંખ પર પાટા બાંધી રાખે છે.

આ મંદિરને દેશભરમાં લાટૂ દેવતાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર વર્ષમાં એકવાર જ ખુલે છે અને તે દિવસે પણ ભક્તો 75 ફુટ દૂરથી જ લાટૂ દેવતાના દર્શન કરે છે. સ્ત્રીઓ હોય કે પુરુષો આ મંદિરમાં કોઈ પ્રવેશી શકતું નથી. મંદિરના પૂજારી પણ આંખ અને નાક પર પટ્ટી બાંધી અને પૂજા કરે છે. માન્યતા છે કે જે વ્યક્તિ ભગવાનના નરી આંખે દર્શન કરે છે તેની દ્રષ્ટિ જતી રહે છે.

આ મંદિરમાં બિરાજતા લાટૂ દેવતા ઉત્તરાખંડની આરાધ્યા નંદા દેવીના ભાઈ છે. દર 12 વર્ષે થતી ઉત્તરાખંડની સૌથી લાંબી શ્રીનંદા દેવીની રાજ જાત યાત્રાનો બારમો પડાવ વાંણ ગામ છે. લાટૂ દેવતા વાંણ ગામથી હેમકુંડ સુધી નંદા દેવીનું અભિનંદન કરે છે. લાટૂ દેવતાનું મંદિર જ્યારે ખુલે છે ત્યારે વિષ્ણુ સહસ્ત્રનામ અને ભગવતી ચંડિકા પાઠનું આયોજન થાય છે.

આ દિવસે મેળાનું પણ આયોજન થાય છે. ભક્તો દૂર દૂરથી આ મંદિરના દર્શને આવે છે. લોકોની માન્યતા છે કે આ મંદિરમાં નાગરાજ બિરાજમાન છે અને તેની મણીનું તેજ એટલું છે કે સામાન્ય લોકો તેના દર્શન નરી આંખે ન કરી શકે. પૂજારી પણ આંખ-નાક પર પટ્ટી એટલા માટે જ બાંધતા હોય છે કે નાગરાજની વિષૈલી ગંધ તેમના નાક સુધી ન પહોંચે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *