બધા જ લોકો જાણે છે કે ભારતી દેશની એક પ્રખ્યાત કોમેડિયન કલાકાર છે. બધાએ તેને હંમેશા પોતાને અને લોકોને હસાવતા જ જોઈ હશે. પણ આ હાસ્યની પાછળ તેણે પોતાના પાછળના જીવનમાં ઘણા દર્દ પણ સહન કર્યા છે. આજે તે જે કઈં પણ છે તે તેની અથાગ મહેનતને કારણે છે. ત્યાં પહોંચવા માટે તેણે ખૂબ જ મહેનત કરી છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.
તેના સંઘર્ષની વાર્તા ઘણી પ્રેરણાદાયક :
કોમેડિયન ભારતી પાસે આજે કોઈ પણ વસ્તુની અછત નથી. પણ તેણે નાનપણમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને હાલમાં જ તેણે ખુલાસો કર્યો કે લોકો તેને અલગ નજરથી જોઈને ઘણી શરમજનક રીતે સ્પર્શ કરતાં હતા. આ ખુલાસાથી તેના ચાહક વર્ગમાં ઘણો રોષ જોવા મળ્યો. ભારતીએ પોતાની પર્સનલ જિંદગીના ઘણા કિસ્સાઓ શેર કર્યા. જે ઘણા ઓછા લોકો જાણે છે. તેના સંઘર્ષની વાર્તા ઘણી પ્રેરણાદાયક છે.
જે કોર્ડીનેટર તમને પૈસા આપે છે તે આવી હરકતો કરે :
તેણે જણાવ્યું કે પોતાના કરિયરની શરૂઆતમાં તે તેની મમ્મી સાથે સેટ પર જતી હતી. મમ્મીને સેટ પર લઈ જવાનું ઘણું મોટું કારણ હતું. કારણકે લોકો દ્વારા તેની સાથે થતો વ્યવહાર તે સમજી શકતી ન્હોતી. તેથી તે મમ્મીને સાથે લઈ જતી. આ વાત તેણે એક પોડકાસ્ટમાં કહી હતી. તેણે કહ્યું કે “મારી મમ્મી મારી સાથે સેટ પર આવતી હતી. લોકો મારી મમ્મીને કહેતા કે આંટી તમે ચિંતા ના કરો અમે તમારી દીકરીનું ધ્યાન રાખીશું.
ઘણા લોકો મારી કમર પર હાથ મૂકતાં. મને ન્હોતો ખ્યાલ કે આનો અર્થ શું થાય છે. પણ આ સારી લાગણી નથી. જે લોકો આવું કરતાં તે મારા અંકલ સમાન હતા. જે કોર્ડીનેટર તમને પૈસા આપે છે તે આવી હરકતો કરે છે. તે સમયે હું સમજી નહોતી શકતી કે લોકો કેમ આવું કરતાં હશે, હું નાસમજ હતી કે આ વસ્તુ સમજી ના શકી”