તારક મહેતાની બબીતા ની ધ’ર’પ’કડ કરવા માટે લાખો લોકો માંગ – જાણો એવું તે શું બોલી હતી બબીતા?

મનોરંજન

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં બબીતાનું પાત્ર ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તા તેના એક વીડિયોને લઈને ખૂબ ચર્ચામાં છે. મુનમૂનના એક વીડિયોને કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી અને ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે અભિનેત્રીની ધર પકડની માંગ શરૂ કરી, જેના પછી મુનમુને બધાની માફી માંગી છે. અભિનેત્રીને એક વિડીયોમાં કરેલી ભૂલ બહુ ભારે પડી રહી છે.

મુનમુનનો વીડિયો વાયરલ થયો છે

હકીકતમાં તાજેતરમાં મુનમૂને એક વિડીયોમાં એક ખાસ જાતિ વિશે એક ટિપ્પણી કરી હતી. તે પછી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે અભિનેત્રી સામે ગુ’સ્સો વ્યક્ત કર્યો હતો અને તેની ધર પકડની માંગ કરી હતી. જાતી વિષયે ટીપ્પણી બદલ સોશિયલ મીડિયામાં ભારે આ’ક્રો’શ જોવા મળી રહ્યો છે. અને લોકો #ArrestMunmunDutta ટ્રેન્ડ કરાવીને બબીતાની ધર પકડની માંગ કરી રહ્યા છે.

શબ્દના અર્થ વિશે ખોટી માહિતી હતી

મામલો જેવો ભડક્યો કે તરત જ મુનમુને સોશ્યલ મીડિયા પર માફી માંગી. મુનમુને એક પોસ્ટમાં લખ્યું, ‘આ ગઈકાલે મેં પોસ્ટ કરેલા એક વીડિયોના સંદર્ભમાં છે. જેમાં મારા દ્વારા વાપરવામાં આવેલા એક શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. આ અ’પ’માન, ધ’મ’કી કે કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી ક્યારેક કહેવામાં નથી આવ્યું. મારી ભાષાના અવરોધને કારણે આવું થયું છે, મને ખરેખર શબ્દના અર્થ અંગે ગેરસમજ હતી.’

હું દરેકની માફી માંગવા માંગુ છું

મુનમુને તેની પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે, ‘એકવાર મને તેનો અર્થ સમજાયો, મેં તરત જ તે ભાગ ડિલીટ કરી નાખ્યો. મારે દરેક જાતિ, પંથ અને દરેક વ્યક્તિ માટે ખૂબ આદર છે. હું આપણા સમાજ અથવા રાષ્ટ્રમાં તેમના પુષ્કળ યોગદાનને સ્વીકારું છું. એ શબ્દના ઉપયોગથી અજાણે જેટલા લોકોને દુઃખ પહોંચ્યું છે એ દરેક વ્યક્તિની હું નિષ્ઠાપૂર્વક માફી માંગુ છું અને તેના માટે હું દિલગીર છું.’

સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં ખુબ ઉછાળ્યો હતો. લોકો તેની ધર પકડની માંગ કરી રહ્યા હતા. આ બાદ અભિનેત્રીએ વિડીયો ડિલીટ કરી દીધો હતો. અને આ પ્રકારે પોસ્ટ મુકીને સૌની માફી માંગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *