લગ્ન માટે જાન મંડપ માં પોહચે એ પેહલા જ દુલ્હન 2 લાખ રૂપિયા લઇ ને ભાગી ગઈ, કારણ જાણી ને ધ્રુજી જશો…

અજબ-ગજબ

લગ્નનો ઢોંગ કરીને 2 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ છેતરપિંડી દરમિયાન આરોપીએ યુવકને બનાવટી તિલક પણ કરાવ્યો હતો. પરંતુ જ્યારે લગ્નની જાન લગ્નની તારીખે જણાવેલ સ્થળે પહોંચી ત્યારે લગ્ન જેવું કંઈ જ નહોતું. ત્યારે વરરાજા અને વરપક્ષને છેતરાયાની જાણ થતાં તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે એફઆઈઆર નોંધીને આ’રો’પીની ધ’ર’પક’ડ કરી છે.

ઘટના કછોના કોટવાલી વિસ્તારની ગ્રામસભા, હથોડીના કોરીહાના ગામની છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉસરીયપુરનો રહેવાસી વિકાસ નામનો યુવક એક મહિના પહેલા ગામમાં આવ્યો હતો અને ગામમાં જ રોકાઈ ગયો હતો, તેણે પોતાને દૂરના સંબંધી તરીકે ઓળખાવ્યો હતો. પીડિત યુવકના પરિવારને ખોટા પ્રલોભનો આપી કહ્યું કે તે તેમના છોકરા ના લગ્ન કરવા ઈચ્છે છે. આ વાતથી યુવકનો પરિવાર ખૂબ જ ખુશ હતો. તેણે જણાવ્યું કે બેનહદરના જલાલાપુર ગામમાં તેના પરિચિત રહે છે, તે તેની છોકરીના આ છોકરા સાથે લગ્ન કરાવી દેશે.

વિકાસએ તેના ચાર સાથીઓને પરિવારના સભ્યોને સમજાવવા બોલાવ્યા અને તે યુવકના 7 મેના રોજ ગામમાં ચાંદલાનો કાર્યક્રમ કરાવ્યો, અને 19 મેના રોજ લગ્નની તારીખ નક્કી થઈ હતી. છોકરાના લગ્નની તારીખ હોવાથી, વરપક્ષના લોકો તેની તૈયારીઓ માં લાગી ગયા. લગ્નની ગોઠવણ માટે તેમણે તેમની બે ભેંસો પણ વેચી દીધી હતી. મધ્યસ્થી કરી રહેલા વિકાસે ધીમે ધીમે વરપક્ષ પાસેથી આશરે બે લાખ રૂપિયા પડાવી લીધા. તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી વરરાજા બુધવારે જાન સાથે લગ્ન સ્થળે જવા રવાના થયા હતા, પરંતુ આ દરમિયાન વિકાસ રસ્તામાં ક્યાંક ગાયબ થઈ ગયો હતો.

જ્યારે જાન બેનહદરના ગામ જલાલાપોરમાં વિકાસના ઘરે પહોંચી ત્યારે સન્નાટો છવાયેલો હતો. ગ્રામજનોને પૂછતાં ખબર પડી કે તે નામનો કોઈ વ્યક્તિ ત્યાં રહેતો જ નથી. આ સાંભળીને વરરાજા અને જાનૈયાઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને સમજાયું કે તેઓ છેતરપિંડી નો ભોગ બન્યા છે. બીજી તરફ, વિકાસ ફરી કોરિહાના ગામે આવ્યો અને વરરાજાની બહેનને ફોન કર્યો અને તેને જાન લાવવા માટે ગામની બહાર મળવા કહ્યું. યુવતીએ ઘરની મહિલાઓને આખી વાત જણાવી, અન્ય મહિલાઓ પણ જાનના નામે સંમત થઈ ગઈ. જ્યારે તમામ મહિલાઓ ગામની બહાર જાનમા જવા પહોંચી ત્યારે વિકાસ અન્ય મહિલાઓને જોઇને ભાગ્યો હતો.

રહસ્ય ખુલતા જ ગ્રામજનો દોડી આવ્યા હતા અને વચેટિયા વિકાસને પ’ક’ડી પોલીસને હ’વા’લે કર્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિક્ષક અનિલકુમાર યાદવે કહ્યું કે આ કે’સમાં આરોપીની ધ’ર’પ’કડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, આ ઘટના ગામમાં ચર્ચાનો વિષય બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *