અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં એકદમ અંધારું થશે, વાદળો છવાશે, 7થી 14મીમે વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પેડ છે કયા કાયા પેડ છે તે જાણો

અન્ય

ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી. આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના લીધે વરસાદ થશે. જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. તા.7મી મેથી 14મી મે વચ્ચે કચ્છના ભાગો તેમજ રાજસ્થાનના ભાગોમાં ધૂળકટ થશે, આ કમોસમી વરસાદના કારણે સવાર ઠંડા પવન ફૂંકાશેતેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે,તા.7મીમે થી 14મી મે વચ્ચે ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળકટ થવાની શકયતા છે. ઉપરાંત બંગાળના ઉપસાગરના ભેજના કારણે તેમજ અરબી સમુદ્રના ભેજના કારણે પ્રિ-મોન્સુન એક્ટિવિટી જોર પકડશે. જેમાં ઓરિસ્સાના ભાગો, મધ્ય મહારાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાંગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા છે. ઘણી વખત દિવસના ભાગમાં એકદમ અંધારું થઈ જાય તેવા વાદળો આવશે. ગુજરાત ના કેટલાક ભાગોમાં આવવાથી માવઠું થવાની શકયતા છે.વધુ ભેજ વાળા વાદળો હશે તો સંગ,વલસાડ,તાપી,સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ,મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે.તાજેતરમાં વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. ત્યારે ખેડૂતોને ભારે વરસાદથી કળ વળી નથી ત્યાં જ ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે.

ચોમાસાના આગમન પહેલાં પ્રિ-મોન્સુન ચોમાસું જામશે: અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉલ્લેખનીય છે કે હજુ સત્તાવાર ચોમાસાને વાર છે. તે પૂર્વે જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે ખેડૂતોને વધુ નુકસાની ભોગવવી પડે તેવી શક્યતા છે. ઉનાળામાં ગરમી પડે તે પૂર્વે જ વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે. તેમજ ગરમી અને ઠંડકનું પ્રમાણ રહેશે. પૂર્વ સાગર કાંઠે હવામાનમાં ફેરફાર થતા ભેજ વાળા વાદળો પૂર્વથી મધ્યપ્રદેશ, વિદભ અને પશ્ચિમમાં આવી શકવાની શકયતા છે.ડબલ સિઝનના કારણે હાલના કોરોનાના વાતાવરણમાં વધુ લોકો ઋતુજન્ય બીમારીમાં પટકાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *