એકના એક પાર્ટનર સાથે સમાગમ કરવાનો કંટાળો આવે છે તો હવે હું..

અન્ય

મારી ઉંમર ૩૨ વર્ષની છે અને મારા પતિની ઉંમર ૩૫ વર્ષની છે. અમને બે બાળકો છે. અમારું લગ્નજીવન ખૂબ જ સુખી છે. અમારા એક મિત્ર છે. એમની ઉંમર ૩૭ વર્ષની છે અને એમની પત્નીની ઉંમર ૩૪ વર્ષની છે. અમને ચારેયને ‘ફોર અ ચેન્જ’ પાર્ટનર ચેન્જ કરીને સમાગમ કરવાનું થાય છે. અમને અમારી જાતિય જિંદગીમાં એકના એક પાર્ટનરથી કંટાળો આવે છે. તો શું આવું કરવું યોગ્ય ગણાશે? – એક મહિલા (સુરત)

આપણે ત્યાં એક જમાનામાં લગ્નની પ્રથા જ નહોતી. ગમે તે વ્યક્તિ ગમે તે જોડે જઈ શકતી. લગ્નની પ્રથા શ્વેતકેતુ ઉદ્દાલકે શરૃ કરી. એકવાર શ્વેતકેતુ તેની માતા અને પિતા ઋષિ ઉદ્દાલક જોડે બેઠા હતા. એ વખતે એક બ્રાહ્મણ આવ્યા અને શ્વેતકેતુની માતાને પોતાની સાથે આવવા કહ્યું અને શ્વેતકેતુની માતા સ્વેચ્છાથી એ બ્રાહ્મણ જોડે ગયા. શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને તેણે પિતાને પૂછ્યું, ‘આ શું છે?’ ઋષિ ઉદ્દાલકે કહ્યું, ‘આ ગોધર્મ છે, ગમે તે વ્યક્તિ ગમે તેની જોડે સ્વેચ્છાથી જઈ શકે છે.’ ‘શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને ત્યાર બાદ તેણે લગ્નની પ્રથા શરૂ કરી. ઈતિહાસમાં લગ્નની પ્રથા સમાજમાં સંજોગોવશાત્ બદલાયા કરે છે. તમને શું ગમે છે અને તમારે શું કરવું એ વિશેનો આખરી નિર્ણય તમારો જ હોઈ શકે… અલબત્ત નિર્ણય લેતાં પહેલાં ત્રણ ‘આર’ મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો તમારા માટે હિતકર નીવડશે. આ ત્રણ ‘આર’ છે રાઈટ, રિસપોન્સિબિલિટી અને રિસ્પેક્ટ. તમારે કોની સાથે સમાગમ કરવો અને કોની સાથે ન કરવો એ નક્કી કરવાનો તમારો રાઈટ(હક) છે. પણ રાઈટની જોડે રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) રહેલી છે.

અજાણી વ્યક્તિ જોડે સમાગમ કર્યાં પછી કોઈ બીમારી તો નહીં લાગે ને! એઈડ્સ જેવી ખતરનાક બીમારીને નોતરું તો નહીં આપી બેસું ને! આ કામ કર્યા પછી મારાં બાળકોને કે કુટુંબમાં ખબર પડી જશે તો? જેની જોડે સમાગમ કર્યો એ વ્યક્તિ બીજા એના મિત્રોને કહી દેશે તો? આ વિશેની કોઈ ભાવના કે હીનભાવના મને પાછળથી સતાવશે તો નહીં? આ બધા પ્રશ્નો સમજી વિચારીને પછી જ વ્યવસ્થિત રીતે આગળ વધવું જોઈએ. રાઈટ અને રિસ્પોન્સિબિલિટી સાથે રિસ્પેક્ટ (માન, આદર) પણ હોવો જરૃરી છે.

આ કાર્ય કર્યા પછી યોગ્ય માન અને આદર પોતાના માટે અને સામેવાળી વ્યક્તિ માટે સચવાવું આવશ્યક બની શકશે કે નહીં? આ ત્રણેય ‘આર’ મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો મહદંશે એ નિર્ણય તમારા હિતમાં રહેશે. નોંધ : એક જ વ્યક્તિ જોડે, એક જ રીતે, એક જ સમયે, એક જ શયનખંડમાં સમાગમ યોજવાથી જરાક મોનોટોની (એકસરખી ક્રિયા પછી સર્જાતી કંટાળાજનક સ્થિતિ) આવે એ સ્વાભાવિક છે. પણ એ મોનોટોની દૂર કરવાના ઘણા રસ્તાઓ પણ ઉપલબ્ધ છે. જેવા કે એકબીજાને ઉત્તેજના પમાડે અને સમાગમમાં નવીનતા બક્ષે એવો આનંદયુક્ત વ્યાયામ. આની વાત ઋષિ વાત્સ્યાયને કામસૂત્રમાં કરી છે અને એ જ વાતનું પુનરાવર્તન અમેરિકાના પ્રખ્યાત સેક્સોલોજિસ્ટ માસ્ટર્સ અને જોનસને કર્યું છે. સંવનન (સંભોગ પહેલાંની ગતિવિધિ)નો આનંદ અને તે મેળવવાની કળા એ ઘણીવાર કંટાળાજનક બનતાં જતાં લગ્નજીવનની ઉત્તમ અને અજોડ ચાવી સાબિત થઈ શકે.

હું અને મારી પત્ની અત્યાર સુધી બટાટા નહોતાં ખાતાં અને હવે ખાવાનું શરૂ કર્યું છે. હમણાં હમણાં અમારો સમાગમ લાંબો ચાલે છે અને આનંદ વધુ આવે છે. શું આ બટાટાને આભારી હશે? – એક ભાઈ (મુંબઈ)

બિલકુલ નહીં… બટાટામાં એવું કોઈ જ સત્ત્વ નથી જે સેક્સટોનિકની ગરજ સારી શકે. બટાટાએ કંદમૂળ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ વાતવર્ધક છે. લાંબા ગાળે બટાટાના નિયમિત અને વધુ માત્રાના સેવનથી એ નુકસાનકારક નીવડી શકે પણ ફાયદાકારક તો ચોક્કસ નહીં. ઘણીવાર બટાટાનો આકાર અંડકોશને મળતો આવતો હોવાથી લોકોમાં એવી ભાવના પ્રવર્તતી હોય છે કે આમાં પણ હોર્મોન વધારવાની જડીબુટ્ટી છૂપાયેલી હશે. આવી ભ્રામક ભાવના ઈંડા, કાંદા વગેરે માટે પણ પ્રવર્તે છે. પરંતુ તેમાં કોઈ તથ્ય નથી.

પ્રેમ અને પરણવાને કારણે કોઈ સીધો સંબંધ ખરો? – એક યુવક (અમદાવાદ)

પ્રેમ અને પરણવાને કોઈ સીધો સંબંધ નથી. પ્રેમ થવો એ સહેલું છે પણ નિભાવવો મુશ્કેલ છે. લગ્ન કરવાં એ સહજ છે પણ પચાવવા તેજ છે. પ્રેમ હોય તો પરણી શકાય અને પણ્યા હો તો પણ પ્રેમ કરી શકાય. પ્રેમ એ વિવેચનનો નહીં પણ સંવેદનાનો વિષય છે. તુષાર શુકલએ બહુ સુંદર લખ્યું છે કે ‘પ્રેમ એ અવસ્થા છે અને પરણવું એ વ્યવસ્થા છે.’

પ્રશ્ન: કેટલીક સ્ત્રીઓને પરાકાષ્ઠાનો અનુભવ નથી થતો. શું તેવો અનુભવ ગર્ભાધાન થવા માટે જરૂરી છે?

હા, મૈથુનનું મુખ્ય પ્રયોજન તો ગર્ભાધાન જ છે. કુદરતે યોનિની રચના અને પુરુષની શિષ્ન રચના એ રીતે કરી છે કે શિષ્નોત્થાન થયા પછી પેનિસનો યોનિના ઊંડાણમાં પ્રવેશ શક્ય બની શકે. જે વીર્યસ્ત્રાવ થાય તે ગર્ભાશયમુખની તરફ ફેંકાય.

એટલે મૈથુન ક્રિયાનું મુખ્ય પ્રયોજન તો યોનિમાં વીર્ય મૂકવાનું જ છે પણ આ ક્રિયામાં સુખદ સંવેદન ન હોય તો? તો સ્ત્રી કે પુરુષ બેમાંથી એકેય સમાગમની ક્રિયા માટે પ્રવૃત્ત થાય નહિ.

હા, જે સ્ત્રીને પરાકાષ્ઠાનો અનુભવ ન થતો હોય તે સ્ત્રી પણ ગર્ભવતી તો થતી હોય છે. જોકે એક સર્વસ્વીકૃત નહિ એવી થિયરી છે કે સ્ત્રીને જો પરાકાષ્ઠાનો અનુભવ થાય તો તેના જનનમાર્ગમાં એવા ‘રિધમિક વેજાઈનલ કોન્ટ્રેકશન્સ’ થાય છે જેથી વીર્ય જંતુઓ સરળતાથી તરતા-ગતિ કરતા ગર્ભાશય મુખમાં આગળ વધે છે.

મારા લગ્નને એક વરસ થઈ રહ્યું છે. પરંતુ મને મારા પતિ તરફથી સંતોષ મળ્યો નથી. વળી વીર્ય યોનિમાંથી બહાર નીકળી જાય છે. ઘરમાં બધાને હું જલ્દી ગર્ભવતી બનું એવી ઈચ્છા છે. પણ વીર્ય બહાર નીકળી જાય છે ત્યાં સુધી બધું બેકાર છે. અમે હમણાં એવું નક્કી કર્યું છે કે સમાગમ પછી મારા પતિ તેમની આંગળી અંદર નાંખીને વીર્યને અંદર છેક સુધી પહોંચાડે અને બહાર નીકળતું અટકાવે, જેથી ગર્ભ રહે.

વળી તે આંગળી અંદર નાખીને ક્રિયા કરે છે ત્યારે મને પરમ સુખનો આનંદ મળે છે અને સંતોષ થાય છે. પણ આવું કરવાથી મારા યોનિપ્રદેશને કંઈ નુકસાન થાય? મારા પતિનું પેટ મોટું છે. તેથી સૂઈને સમાગમ કરીએ છીએ પણ એમાં મને સંતોષ થતો નથી. અમને સમાગમનાં વિવિધ આસનો વિશે કંઈ જાણકારી પણ નથી. તે માટે કોઈ ચોપડી હોય તો જણાવવા વિનંતી.

પુરુષ આંગળીથી યોનિમાર્ગમાં સ્પર્શ ક્રિયા કરે તેમાં કોઈ નુકસાન નથી. યોનિને ઢાંકતા અંદરના નાના ગુલાબી હોઠ ઉપર તરફ પૂરા થાય છે ત્યાં તે હોઠ સાથે જોડાયેલા ‘કિલટોરિસ’ નામનો નાનો અવયવ છે. તેની પર ચામડીનું છત્ર (હૂડ) છે. સ્ત્રીના આ અંગમાં કુદરતે કામસુખના સંવેદનોના જ્ઞાાનતંતુનાં ઘણાં જ ઝૂમખાં મૂક્યાં છે.

આ જગ્યાએ તથા યોનિમાર્ગમાં આરંભનાં એક તૃતિયાંશ ભાગની દિવાલોમાં કામસુખના જ્ઞાાનતંતુઓ છે. તે સ્તનોની નિપલ્સ વગેરે સ્થાનોમાં પણ છે. આ સર્વ સ્થાનોમાં સ્પર્શ ઘર્ષણની ક્રિયાથી પણ સ્ત્રીને કામતૃપ્તિનો અનુભવ થાય. પતિ સાથે નિખાલસ વાતચીતમાં આ સ્થાનો અને ક્રિયાઓ વિશે વાત કરવી.

પેનિસમાં હાથ દ્વારા પ્રયત્ન (મેનિપ્યુલેશન) કર્યા પછી જ ઉત્થાન થાય છે. પણ ઉત્થાન થાય છે અને પેનિસનો યોનિ પ્રવેશ શક્ય બને છે તેથી પતિમાં કોઈ ખામી નથી. તે મનથી હળવાશ અનુભવે અને સમાગમ પૂર્વેની ક્ષણોમાં મનમાં ચિંતા-તનાવ ન રહે તેવો પ્રયત્ન કરવો. તેમ થતાં પ્રયત્ન વગર પણ પેનિસમાં ઉત્થાન થશે.

હજી લગ્નને એક જ વર્ષ થયું છે. તેથી ગર્ભ નથી રહેતો તો બાબતને ચિંતાનો વિષય ન બનાવો. સમાગમ પછી પતિ તરત છૂટા ન થાય તેમ રાખો. સમાગમ પછી પાંચેક મિનિટ તે અલગ ન થાય. તે અલગ થાય પછી તમે પણ થોડો સમય (આઠ-દસ મિનિટ) શાંતિથી પડયા રહો.

વીર્ય યોનિની બહાર નીકળી જાય છે તે બાબતને ગર્ભ ન રહેવા સાથે તમે માનો છો તેવો સંબંધ નથી. જે વીર્ય નીકળે છે તેમાં દસ ટકા જ વીર્ય જંતુઓ હોય છે. તે ટકામાં પણ કરોડો વીર્ય જંતુઓ હોય છે, વીર્ય જંતુઓ યોનિમાર્ગની દિવાલોને ચોંટી જાય છે અને તે ગર્ભાશય મુખ તરફ ગતિ કરે છે. જે નીકળી જાય છે તે ભલે વીર્ય છે, પણ તેમાં વીર્યજંતુઓ બધા નીકળી જાય છે તેમ માની ને ચિંતા કરવાની જરૂર નથી.

પતિને તેલ-ઘી-મિઠાઈ વગેરે પદાર્થો ઓછા કરાવો. જેથી પેટનો ભાગ સપ્રમાણ થાય. આસનોની બાબતમાં કોઈ પુસ્તક સૂચવી શકતા નથી. ખરી વાત એ છે કે એવા કોઈ આસનોના પુસ્તકની જરૂર નથી. પતિ-પત્ની બંનેએ વિવિધ શક્ય આસનો અજમાવીને શોધવાં.

લગ્નને ૧૧ વર્ષ થયાં છે. એક વખત સમાગમ વિશિષ્ટ આસન વખતે પત્નીનું શરીર પાછળની તરફ વધારે પડતું ઝૂકી જવાથી પેનિસ પર માઠી અસર થતાં રક્તસ્ત્રાવ થયો. ડૉક્ટરની ટ્રીટમેન્ટ લીધી. ધીમે-ધીમે સારું થયું. સારું થયા પછી ત્રણ મહિના બાદ સમાગમ કર્યો તો કોઈ તકલીફ થઈ નથી. પણ મને મનમાં ભય પેસી ગયો છે. ભવિષ્યમાં રક્તસ્ત્રાવ થશે તો?

કોઈ પણ કારણસર પેનિસમાં અંદર કોઈ રક્તવાહિની તૂટી જવાથી તમને રક્તસ્ત્રાવ થયો. હવે તે રક્તવાહિની સંધાઈ ગઈ છે. આવું બન્યા પછી તમને મનમાં ચિંતા અને ભયનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. તમે વિશેષ માર્ગદર્શન તમારો ઉપચાર કરનાર ડૉક્ટર પાસેથી મેળવો.

દાંપત્યજીવનમાં કામોત્તેજના વધે અને પુરુષની સ્તંભનશક્તિ વધે તેવા ખાસ આહાર વિશે માર્ગદર્શન આપશો.

કોઈ ‘ખાસ’ આહારથી પુરુષની કામોત્તેજના વધે અને તેની સ્તંભન શક્તિ (રિટેન્શન) વધે તેમ કહેવામાં તથ્ય નથી. પણ સામાન્ય રીતે વ્યક્તિએ શરીરને યોગ્ય પોષણ મળી રહે તેવો ખોરાક નિયમિત લેવો જોઈએ.

યોગ્ય, પોષક તાજા નિયમિત ખોરાકથી અને યોગ્ય વિહારથી વ્યક્તિનું સમગ્ર આરોગ્ય સારું રહે. કામેચ્છા-કામાંત્તેજના સ્તંભન વગેરે પણ વ્યક્તિના મનોદૈહિક તંત્રના જ સંચાર અને ક્રિયા છે. જો શરીર-મન સ્વસ્થ, નિરોગી હોય તો બધું બરાબર હોય.

કામક્રિયા પણ બરાબર હોય માટે નિયમિત, યોગ્ય, પોષક આહાર લો, દૂધ નિયમિત લો, ઋતુનાં ફળો અને લીલા શાકભાજીને રોજિંદા આહારમાં સ્થાન આપો, નિયમિત ચાલો, હળવી કસરત કરો. મનનું અજ્ઞાાન દૂર થાય અને સાચી સમજણ વધે તેવાં પુસ્તકોનું વાંચન કરો. આહાર-વિહારનું મહત્ત્વ છે જ પણ, કોઈ ખાસ આહારથી કામોત્તેજના વધે અને સ્તંભનશક્તિ વધે તેવી માન્યતા ખોટી છે.

શિશ્નમણિને જોડતી ત્વચા હસ્તમૈથુન કરતાં ફાટી ગઈ. ત્રણ મહિના પછી વધારે ફાટી ગઈ. હવે મને હસ્તમૈથુન કરતાં ડર લાગે છે. શું હું લગ્ન કરી શકીશ? સમાગમ કરી શકીશ?

એમ કહી શકાય કે શિશ્નમણિ પરની ચામડી ફાટી જવાથી બીજી કોઈ હાનિ થતી નથી. અમુક ધર્મ-સંપ્રદાયમાં શિશ્નમણિ પરની ચામડી છોકરો બાળક હોય ત્યારે દૂર કરવાનો રિવાજ છે. આવા સુન્નત કરાવેલા પુરુષોને સમાગમમાં કોઈ મુશ્કેલી પડતી નથી. આમ છતાં તમે એકવાર કોઈ ડૉક્ટરની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવીને ચિંતામુક્ત થાઓ.

મારી ઉંમર ૩૫ વર્ષની છે. ઊંચાઈ ૫ ફીટ અને ૮ ઈંચ છે. મારું વજન ૮૦ કિ.ગ્રા. છે. મારે વજન ઘટાડવું છે. મારા એક મિત્રનું કહેવું છે કે રોજ મૈથુન સમાગમ કરવાથી શરીરની વધારાની ચરબી ઉતરી જાય છે. શું આ વાતમાં તથ્ય છે? જો કે મને રોજ સેક્સની ઈચ્છા થતી નથી.-એક પુરુષ (સોજીત્રા)

મૈથુન-સમાગમમાં શારીરિક શ્રમ થાય છે તે સાચું, પણ તેમાં શરીરની કેટલી કેલરીઝ વપરાય છે? આ વિષયના અભ્યાસીઓનું કથન છે કે કામ પરાકાષ્ઠાની ઊંચામાં ઊંચી ભૂમિકા આરંભાય તે ક્ષણો અને પરાકાષ્ઠા પછી તરતની ક્ષણોનો જ સમય છે તેમાં પ્રત્યેક મિનિટે સાડા છ કેલરીઝ વપરાય છે.

આટલી કેલરીઝનો વપરાશ તે કંઈ એટલો મોટો વપરાશ નથી કે તમારું અધમણ ચરબીવાળું વજન ઉતારી આપે. સાચે જ વજન ઉતારવું હોય તો રોજિંદા ખોરાકમાંથી ચરબીવાળા પદાર્થો (તેલ,ઘી) ચરબી વધારનાર પદાર્થો (ખાંડ, મિઠાઈ, ભાત, બટાટાં) શક્ય તેટલા ઓછા કરી દો. લવણ (સોલ્ટ)થી પણ શરીરમાં પાણી અને સોડિયમનો સંગ્રહ થવાથી વજન વધે છે.

જે પ્રમાણમાં આપણે રોજિંદા વાનગીઓમાં નમક ખાઈએ છીએ તે વધારે પડતું છે. તેમાં પોણો ભાગ ઘટાડવાથી પણ લાભ થાય. વજન ઉતારવાની બાબતમાં તમે ગંભીર રહો તો આ રીતે ભોજનના પદાર્થોમાં સમજણ પૂર્વકનો ફેરફાર કરો અને બીજી મહત્ત્વની બાબત તે રોજનો વ્યાયામ. રોજ ચાલો, દોડો, તરો, સૂર્ય નમસ્કાર કરો. જે પ્રમાણેની અનુકૂળતા હોય તે પ્રમાણેના વ્યાયામ કરો.

અમે પતિ-પત્નીએ નક્કી કર્યું છે કે હવે અમારે કાયમ માટે બ્રહ્મચર્ય પાળવું. અમારે બે સંતાન છે. અમે ચાલીસી વટાવી ચૂક્યાં છીએ. હવે થાય છે સંયમભર્યું જીવન પસાર કરીએ. જો કે અમને કામોત્તેજના નથી થતી એવું નથી. તે થાય છે જ. મારે પ્રશ્ન એ છે તે આ રીતે બાકીનું જીવન બ્રહ્મચર્યમાં ગાળીએ તો કોઈ નુકસાન (શારીરિક કે માનસિક) થાય ખરું? -એક યુવતી (નડિયાદ)

આ બાબતમાં તરફેણમાં કે વિરોધમાં વૈજ્ઞાાનિક સંશોધનના આધાર પુરાવા રજૂ કરી શકીએ એવું રિસર્ચનું કામ થયું હોય તો તેની આ લખનારને જાણ નથી. પણ કેટલાક ‘એવિડન્સ’ને આધારે એમ સૂચવાય છે કે ઘણા લોકો માટે નિયમિત જાતીય સુખનો ‘આઉટલેટ’ કે કામ પરાકાષ્ઠા સુખ તેમના સાકા આરોગ્ય માટે જરૂરી બની રહે છે.

મેનોપોઝનો સમય પસાર થઈ ગયો હોય તેવી સ્ત્રીઓ જો નિયમિત રીતે યોનિમૈથુન દ્વારા કે સ્તનમૈથુન દ્વારા કામ પરાકાષ્ઠાનું સુખ પામતી હોય તો તેના બાહ્ય જનન અવયવો, યોનિમાર્ગની દિવાલોના સ્નાયુકોષો એને મૂત્રમાર્ગ વધારે તંદુરસ્ત હોવાનું માલુમ પડયું છે.

પુરુષોની વાત કરીએ તો પ્રોસ્ટેટ ગ્રંથિનો ઈલાજ કરનાર નિષ્ણાત તબીબોનો એવો અભિપ્રાય છે કે જાતિય સુખથી વંચિત રહેનારા પુરુષોમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. આવા પુરુષોને (પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધી ગઈ હોય તેવા પુરુષોને) નિષ્ણાત તબીબો નિયમિત જાતિય સુખ મળી રહે તે પ્રકારની ક્રિયા કરવાની (મૈથુન કે હસ્તમૈથુનની) સલાહ પણ આપતા હોય છે.

અમારી સલાહ એવી છે કે બુધ્ધિપૂર્વક કડક નિગ્રહનો નિશ્ચય કરવાને બદલે કુદરત પર આખી વાત છોડી દો. કુદરતી ઈચ્છા જાગે તો તેનો જોરપૂર્વક નિગ્રહ ન કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *