પ્રાચીન સમય માં મહિલાના આ અંગ ની પૂજા કરવામાં આવતી, જાણો આ રસપ્રદ માહિતી…

અન્ય

કોઈપણ ઘર પરિવારમાં યુવતીને ઘર ની લક્ષ્મી તરીકે માનવામાં આવે છે અને સ્ત્રી ને પરમ પૂજનીય માતા લક્ષ્મી તરીકે માન સન્માન પણ આપવામાં આવે છે. આપણા હિંદુ ધર્મમાં સ્ત્રી ને દેવી તરીકે પૂજવામાં આવે છે. ભગવાનને સમગ્ર સૃષ્ટિ નુ એવુ સર્જન કર્યુ છે કે, યુવતી વિના આ દુનિયાની સંરચના અધૂરી માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ ના ઘરે દીકરીનો જન્મ થાય એટલે માતા લક્ષ્મી સ્વય આવ્યા છે એવું કહેવામાં આવે છે.

આ સિવાય જ્યારે પણ દીકરીને લગ્ન પછી સાસરામાં જાય છે ત્યારે તેના પગલાઓ ને દેવીનું આગમન થયુ એવુ કહેવામાં આવે છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ આ વિશે કહેવામાં આવ્યું છે કે , “ યત્ર નારયેસ્તુ પૂજયન્તે , તત્ર રમન્તે દેવતા. ” એનો મતલબ એવો થાય છે કે “ જે ઘરમાં મહિલાઓનું પૂજન કરવામાં આવે છે તે ઘર મા દેવતાઓ નો વાસ થાય છે. ” આ ઉપરાંત શાસ્ત્રો મા એવુ પણ લખ્યુ છે કે એક સ્ત્રી લગ્ન બાદ પોતાના પતિ નુ નસીબ પણ બદલી શકે છે.

વાલ્મિકીના કહ્યા પ્રમાણે માતા સીતા જ્યારે અશોક વાટીકામાં હતા ત્યારે ત્રીજટાએ માતા સિતા ને એવુ કહ્યું હતુ કે તેમના રામ એક દિવસ રાજા ની ગાદી પર અવશ્ય સ્થાન ગ્રહણ કરશે તથા મા સીતાજી ને એ પણ જણાવે છે કે તમારા અંગલક્ષણો એ કહે છે કે તમારા પતિ શ્રી રામ રાજા બનશે અને તેમનો રાજ્યાભિષેક પણ જરૂર થશે.

આ ઘટના પછી સ્ત્રી ના અમુક એવા અંગો નુ કથન કરવામાં આવે છે કે જે તેમના પતિના ભવિષ્ય તથા સમૃધ્ધિ વિશે માહિતી મળે છે. તો આવો મહિલાઓના ના અંગો તથા લક્ષણો વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ અંગ લક્ષણ એ છે કે કોઈ પણ સ્ત્રીઓ ના પગ ના તળિયામા કમળ નુ નિશાન હોય તેમના પતિ રાજાઓ ની જેમ જીવન પસાર કરી શકે છે. આવી મહિલાઓના પતિ ને કોઈ ઉચ્ચ પદ પ્રાપ્ત થાય છે.

આ સિવાય જે મહિલાના વાળ કાળા અને લાંબા હોય છે તે પતિ નુ ભાગ્ય અત્યંત શક્તિશાળી હોય છે. નસીબ હંમેશા આ મહિલાઓના હસબન્ડ જોડે રહે છે.

જે મહિલાના દાંત એકદમ દૂધ જેવા સફેદ હોય તે તેમના પતિ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. આ સિવાય જે મહિલાના ના નખ ગોળ તથા સુંદર હોય છે. તેમના પતિનું ખૂબ જ માન રાખે છે. આ સિવાય જે મહિલાઓનો રંગ ગોરો હોય અને જેની સ્કિન મખમલી હોય તે સ્ત્રી ના પતિ મા કોઈપણ પ્રકાર ની અછત નથી હોતી.

આ ઉપરાંત સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જે મહિલાના પગના તળિયા મા ત્રિકોણ આકારનું નિશાન જોવા મળે છે તો આવી મહિલા જ્ઞાની હોય છે અને તે મહિલા પોતાની સમજણ તથા જ્ઞાનથી પોતાના પરિવારની દરેક શક્ય મદદ કરે છે. આવી મહિલાઓને કોઈપણ દિવસ આર્થિક તકલીફ સહન કરવી પડતી નથી. આ ઉપરાંત જે મહિલાઓની નાભિ ઊંડી અને ગોળ હોય છે તે શારીરિક રીતે અત્યંત સુંદરતા ધરાવતી મહિલા હોય છે. આ સિવાય આવી મહિલાઓ પોતાના પતિ માટે અત્યંત નસીબદાર ગણવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *