હું 35 વર્ષની છું, પાડોશી સાથે 5 વર્ષથી મજા કરું છું, પરંતુ હવે..

અન્ય

હું 35 વર્ષની યુવતી છું. લગભગ ૫ વર્ષ સુધી હું એક વ્યક્તિને પ્રેમ કરતી રહી. તે મારી પાડોશમાં ભાડાના મકાનમાં એકલો રહેતો હતો.

હું ૫૦ વર્ષનો પુરુષ છું. મારી પત્ની ૪૦ વર્ષની છે. આમ તો તેને શરૂઆતથી જ સેક્સમાં ખાસ રુચિ નહોતી, પણ બાળકો થયાં પછી તો તે વધારે ને વધારે ઓછી થતી ગઈ. ઘરની દરેક જવાબદારી અને બાળકોનો ઉછેર ખૂબ સરસ રીતે નિભાવી પણ રહી છે, પરંતુ શું બાળકો થઈ ગયાં પછી સ્ત્રીઓમાં સેક્સ પ્રત્યેનો રસ સમાપ્ત થઈ જાય છે? હું શારીરિક સુખ વગર આખી રાત પડખાં બદલતો રહું છું, પરંતુ તે મારી પરવા કર્યા વગર સૂઈ જાય છે.

આ માન્યતા ખોટી છે કે સંતાનોના જન્મ પછી સ્ત્રીઓનો સેક્સમાં રસ ઓછો થઈ જાય છે. તમે પોતે જ સ્વીકારો છો કે તમારા પરિવારની જવાબદારી અને બાળકોના ઉછેરનો સમગ્ર બોજ તમારી પત્ની પર છે. આ બધી જવાબદારીઓને નિભાવવામાં તે થાકી જાય છે, એટલા માટે તમને સમય આપી શકતી નથી.

તમારે તેમની આ જવાબદારીમાં પૂરો સહકાર આપવો જોઈએ જેથી તેને નવરાશનો થોડો સમય મળે, જેને તે તમારી સાથે વિતાવી શકે. આમ કરવાથી ચોક્કસ તમને ફરિયાદ કરવાની કોઈ તક મળશે નહીં.

હું ૧૯ વર્ષનો યુવક છું. છેલ્લાં ૨ વર્ષથી મને હસ્તમૈથુનની આદત છે. ક્યારેય કોઈ તકલીફ થઈ નથી, પણ ગયા મહિનાથી મને ગુપ્તાંગમાં ખંજવાળ આવે છે. સૌથી મોટી તકલીફ એ છે કે હું કોઈ બહાર જાહેર સ્થળ પર કે કોઈની સામે એવું કરી શકતો નથી. કૃપા કરી મને ઈલાજ જણાવો.

ગુપ્તાંગમાં ખંજવાળ ખાસ કરીને સાફ-સફાઈની ઊણપ કે કોઈ જાહેર શૌચાલયની ગંદકીથી થતાં ચેપના કારણે થઈ શકે છે. તેની સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપો. એન્ટિસેપ્ટિક સાબુનો ઉપયોગ કરો. સ્વચ્છ અને સુતરાઉ કાપડના અંતરવસ્ત્રો પહેરો. તેમ છતાં તકલીફ દૂર ન થાય તો ડોક્ટરનો સંપર્ક કરો.

હું ૩૫ વર્ષની યુવતી છું. લગભગ ૫ વર્ષ સુધી હું એક વ્યક્તિને પ્રેમ કરતી રહી. તે મારી પાડોશમાં ભાડાના મકાનમાં એકલો રહેતો હતો. અમારા બંનેની ઓફિસ કનોટ પ્લેસમાં છે, એટલે લગભગ દરરોજ મુલાકાત થઈ જતી હતી. શરૂઆતની હાય-હેલોની ઔપચારિકતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ, ખબર જ ન પડી. પ્રેમનો એકરાર પણ તેણે જ પહેલાં કર્યો, પરંતુ લગ્નની વાત ક્યારેક પિતાનું મૃત્યુ, તો ક્યારેક નાની બહેનનાં લગ્ન જેવાં બહાનાં બનાવી ટાળતો રહ્યો. હમણાં એક વર્ષ પહેલાં જ્યારે મારા ઘરવાળાઓએ દબાણ કર્યું તો તે સ્પષ્ટ ના પાડવા લાગ્યો કે તેની મા આંતરજ્ઞાાતીય લગ્ન માટે ક્યારેય તૈયાર થશે નહીં. બેશક, તે મને ખૂબ પ્રેમ કરે છે. તેના જવાબથી હું સ્તબ્ધ થઈ ગઈ છું.

ઘરવાળા મને લગ્ન માટે મનાવી રહ્યાં છે, પણ પુરુષજાત પરથી મને વિશ્વાસ જ ઊઠી ગયો છે. જ્યારે આટલા દિવસોના પરિચય પછી વ્યક્તિનો અસલી ચહેરો હું ઓળખી શકી નહીં, તો કોઈ અજાણી વ્યક્તિ પાસેથી હું આશા કેવી રીતે રાખી શકું છું? તેનાથી તો સારું છે કે હું લગ્ન જ ન કરું.

એ સાચું છે કે પ્રેમનાં નામ પર તમને છેતરવામાં આવ્યાં છે, જે વ્યક્તિને તમે તમારો જીવનસાથી બનાવવાનાં સપનાં જોઈ રહ્યાં હતાં, તે તમારા ભોળપણનો લાભ ઉઠાવી રહી હતી. વિશ્વાસ તૂટવાથી દુ:ખ થાય એ સ્વાભાવિક છે પણ તેનો અર્થ એ કદાપિ નથી કે એક ચાલાક વ્યક્તિના કારણે સમગ્ર પુરુષજાત પરથી વિશ્વાસ કરવાનું છોડી દેવું જોઈએ. તમારા પરિવારવાળા બધી તપાસ-પરખ કરીને તમારા માટે વર શોધશે. તમે હકારાત્મક વિચારો રાખો અને સામાજિક ધોરણે સ્વીકૃત સુઢ લગ્ન-સંબંધની પહેલ કરો.

હું ૨૫ વર્ષની યુવતી છું. લગ્ન થયાને ૧ વર્ષ થયું છે. સમસ્યા મારી નણંદને લઈને છે. મારી જેમ તે પણ નોકરિયાત છે અને અમારા ઘરેથી માત્ર ૧ કિલોમિટરના અંતરે રહે છે. તેના ૨ વર્ષના છોકરાને તેની સાસુ રાખે છે. સાસુ પોતાના બીજા છોકરાની પાસે ૧-૨ મહિને જાય છે, તો તેના છોકરાની દેખભાળ માટે મારી સાસુ અમારે ત્યાં આવે છે. છોકરીના ઘરમાં તેઓ રહી શકતા નથી, માટે મહિના ૨ મહિના માટે નણંદનો આખો પરિવાર અમારા ત્યાં શિફ્ટ થઈ જાય છે.

તમારી સમસ્યા ખરેખર ગંભીર છે. તમારી નણંદ ભણેલી-ગણેલી નોકરિયાત યુવતી છે, તેણે તમારી મુશ્કેલીને સમજવી જોઈએ. જો બાળકોને રાખવાનો બીજો કોઈ વિકલ્પ તે ઇચ્છતી નથી અને તમારા ત્યાં આવીને રહેવા ઇચ્છે છે, તો તેમણે થોડી સમજદારી દાખવીને કામ લેવું જોઈએ. તમારા નણદોઈ ઘણા મોડેથી જમે છે તો તેમણે કહેવું જોઈએ કે તમે બધા લોકો પહેલાં જમી લો જેથી તમે લોકો સમયસર ફ્રી થઈ જાવ. નણંદ પોતાના પતિની સાથે પાછળથી ભોજન લઈ શકે છે.

તેમને વાતની પ્રતીતિ નથી, તો તમે તમારા પતિ દ્વારા તેમને તેની પ્રતીતિ કરાવી શકો છો. ભાઈની વાતનું તેમને ખોટું લાગશે નહીં. તેનાથી માત્ર તમારી મુશ્કેલી જ દૂર નહીં થાય, પરંતુ તમને નણંદનું આવવાનું અપ્રિય પણ લાગશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *