શું તમને તાવ નથી ઉતરી રહ્યો, તો જાનીલો ક્યારે લેવી કઇ દવા-AIIMSના ડાયરેક્ટરની સલાહ.

હેલ્થ

ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ શુક્રવારના કોરોનાના લક્ષણો, સારવાર, હોમ આઇસોલેશન સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી. તેમણે જણાવ્યું કે, હોમ આઇસોલેશનમાં શું કરવું – શું ના કરવું, રેમડેસિવિર અથવા આઇવરમેક્ટિવ ક્યારે લેવી, ઇનહેલરથી ફાયદો છે કે નહીં, ઑક્સિજનની જરૂર ક્યારે પડશે. એમ્સ ડાયરેક્ટરે એ પણ જણાવ્યું કે વૉર્નિંગ સાઇન શું છે એટલે કે એવા કયા સંકેત છે કે જેને દર્દીઓમાં દેખાયા બાદ તાત્કાલિક ચેતવાની અને હૉસ્પિટલ જવાની જરૂર હોય છે.

અહીં એ વાત ધ્યાને લેવાની જરૂર છે કે ખુદ જ ડૉક્ટર ના બનો અને સજેસ્ટ કરવામાં આવેલી દવાઓનો એમને એમ જ ઉપયોગ ના કરો. આ માટે ડૉક્ટર સાથે વાત કરવી જરૂરી છે, ભલે તે ફોન પર લેવામાં આવી હોય અથવા પછી ઑનલાઇન કન્સલ્ટેશન હોય. જે આપણે સામાન્ય લક્ષણો જોઇએ છીએ કોવિડમાં એ છે – તાવ, શરદી, નાક બંધ થવું, સુકુ ગળું, ખાંસી. આવામાં તાવ માટે પેરાસિટામોલ, શરદી માટે એન્ટી એલર્જિક લો કોઈક, ખાંસી માટે કોઈ પણ કફ શિરફ લો. સાથે જ મીઠાના કોગળા અને નાસ લઇ શકો છો દિવસમાં બે વાર. આનાથી કેટલાક દર્દીઓને આરામ મળે છે.

જો તમારો તાવ પેરાસિટામોલ-650થી ઓછો નથી થઈ રહ્યો તો ડૉક્ટરનો સંપર્ક કરો. તે કોઈ નેપ્રોક્સોન જેવી કોઈ દવા આપી શકે છે જે લાંબા સમય સુધીના તાવના કેસમાં આપવામાં આવે છે. જે દર્દીઓને તાવ અથવા ખાંસી 5 દિવસથી વધારે સમયથી ઠીક નથી થઈ રહી તેઓ ઇનહેલર લઇ શકે છે, જેનાથી આરામ મળે છે. બુડેસોનાઇડની 800 માઇક્રોગ્રામ દિવસમાં 2વાર 5થી 7 દિવસ અથવા 10 દિવસ સુધી ઇનહેલર દ્વારા લઇ શકો છો. આ દવા ફેફસામાં જઇને આરામ આપે છે.

રેમડેસિવિરને ઘર પર બિલકુલ ના લો. આ દવાની પોતાની સાઇડ ઇફેક્ટ્સ છે અને ફક્ત હૉસ્પિટલમાં ભરતી દર્દીઓ માટે આ દવા એડવાઇઝ કરવામાં આવી રહી છે. પહેલા પણ કહ્યું છે, આજે પણ કહેવા ઇચ્છીશ કે રેમડેસિવિર હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓ એટલે કે માઇલ્ડ ઇન્ફેક્શન અથવા એસિપ્ટોમેટિક (લક્ષણો વગરના) દર્દીઓ માટે બિલકુલ ફાયદાકારક નથી, પરંતુ આના નુકસાન જ છે. આ કારણે ઘર પર રેમડેસિવિર બિલકુલ ના લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *