તમે તેની સાથે હેંગઆઉટ કરો છો અને જ્યારે તમે સાથે નથી હોતા ત્યારે એક બીજાને ટેક્સ્ટ કરો છો. તે સમજે છે, હસાવે છે અને તમને મહત્વ આપે છે તો તમે શું સમજશો. જો તમારી સાથે પણ આવુ થઇ રહ્યું છે તો આ ચાર સંકેત પરથી જાણો કે તે તમને પસંદ કરે છે કે નહી.
કેટલીક વાર એવુ થાય છે કે સામેથી તમારા માટેની ફીલીંગ્સ ન કહી શકે તેવા સમયમાં તમારે આ સંકેતો દ્વારા જાણી લેવુ જોઇએ કે ખરેખર તે તમારામાં ઇન્ટ્રસ્ટેડ છે કે નહી. કેટલાક લોકોનો શરમાળ નેચર હોય છે જેના કારણે તેઓ કહી શકતા નથી.
તમારામાં રસ લે છે
તે તમારા વિશે વધારે જાણવામાં ઉત્સુકતા ધરાવે છે. તમારા શોખ, પસંદ કે નાપસંદ વિષે જાણવા ઇચ્છે છે. તમને વ્યવસ્થિત રીતે જાણવા માટે ઉત્સુક રહે છે તો તમે સમજી જાઓ તમારા માટે તેને સ્પેશ્યલ ફીલીંગ્સ છે.
તમને હેરાન કરે છે
તે વ્યક્તિ જો તમને હેરાન કરે છે અથવા તમારી મજાક ઉડાવે છે તો સમજો કે તમારા માટે તેને ખાસ ફીલીંગ છે. તમને તે આંખોના ઇશારા કરે અથવા અન્ય રીતે હેરાન કરે છે તો તેનો મતલબ છે કે તમને તે પસંદ કરે છે.
તે હંમેશા તમને મેસેજ કરે છે
જ્યારે એક છોકરી તમારામાં રુચિ ધરાવે છે ત્યારે વાત કરવાનો પ્રયાસ કરે છે અને જો તે તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે તો તમને તે હંમેશા મેસેજ કરશે. તે તમારી સાથે સતત સંપર્કમાં રહેવાનુ પસંદ કરશે.
તે તમારી સાથે સુરક્ષિત છે
જો કોઇ તમારી સાથે કમજોર હોય છે તો એવુ એટલા માટે હોય છે કારણકે તે તમારા પર પોતાના કરતા પણ વધારે વિશ્વાસ કરે છે અને તમારી સાથે તેને સુરક્ષિત મહેસુસ થાય છે. જ્યારે પણ કોઇ છોકરીને કોઇ છોકરા સાથે સેફ ફીલ થાય ત્યારે તે તેની સાથે જ રહે છે. અને તેના પરથી સાબિત થાય છે કે તે વ્યક્તિમાં રસ ધરાવે છે.