લગ્નનાં વર્ષો બાદ પણ સંબંધોમાં રોમાંસ અકબંધ રાખવા અજમાવી જુઓ આ ખાસ ટિપ્સ

અન્ય

ખુશ રહેવા માટે સાથે રહેવાની વાતો હવે જૂની થઈ ગઈ. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે દંપતિ કામના કારણે એકબીજાથી દૂર રહે છે, તેઓ એકબીજાને વધારે પ્રેમ કરે છે. અને તેમના સંબંધોમાં હૂંફ વધારે રહે છે, એ વાતનો અહેસાસ તેમને ત્યારે થાય છે, જ્યારે તેઓ થોડા દિવસો બાદ એકબીજાને મળે છે.

જોકે આ અંતર પાંચ દિવસથી વધારે ન હોવું જોઇએ. યૂકેની ટ્રેવેલૉજ હોટેલ દ્વારા કરાવવામાં આવેલ આ સર્વેમાં 2000 લોકોએ ભાગ લીધો. સર્વેમાં જાણવા મળ્યું કે, દસમાંથી એ ચાર લોકો તેમના રિલેશનશિપમાં ખુશ હતા જેઓ કામના કારણે પાર્ટરનથી દૂર રહે છે.

ટ્રેવેલૉજમાં અકાઉન્ટનું કામ કરતા 35 વર્ષના રિચર્ડ સ્કૉટ ઘણીવાર કામના કારણે પત્નીથી દૂર જાય છે. તેમનું કહેવું છે કે, સમયની સાથે-સાથે થોડા દિવસો માટે એકબીજાથી અલગ રહેવું જરૂરી બની જાય છે. તેનાથી એકબીજાનું મહત્વ સમજાઇ જાય છે.

સર્વેમાં કેટલાક લોકો આ વાતથી ખુશ દેખાયા કે, કામના કારણે બહાર જવું અને હોટેલના મોટા રૂમમાં એકલા રહેવામાં શાંતિનો અનુભવ થાય છે. થોડા દિવસો સુધી ઘરની બાબતોથી દૂર રહેવાથી મગજ ફ્રેશ રહે છે. તો દસમાંથી ચાર લોકોનું એવું કહેવું છે કે, તેઓ દૂર રહ્યા બાદ ઘરે પાછા આવે છે ત્યારે તેમનું સ્વાગત બહુ ખાસ રીતે થાય છે, જે તેમને બહુ ગમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *