પત્નીની મિત્ર પર આવી ગયું દિલ, જાણો કોણ છે યુ-ટ્યુબર અરમાન મલિક જેની બંને પત્નીઓ એકસાથે છે પ્રેગ્નન્ટ

અન્ય

યુ-ટ્યુબર અરમાન મલિક ફરી એકવાર સમાચારમાં છે. કારણ એ છે કે તેની બંને પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિક એકસાથે ગર્ભવતી છે. અરમાન મલિકે પોતે બંનેની તસવીરો શેર કરીને આ વિશે માહિતી આપી છે.

બેંકમાં નોકરી દરમિયાન પાયલ સાથે થઈ મૂલાકાત : અરમાન મલિક એક સમયે બેંકમાં નોકરી કરતો હતો અને આ દરમિયાન તેની મુલાકાત પાયલ સાથે થઈ હતી. એક ઈન્ટરવ્યુમાં અરમાને જણાવ્યું હતું કે બંને જણા બેંકમાં કામ કરતા હતા અને તેમને પ્રેમ થઈ ગયો હતો. 6 દિવસ પછી અમે બંને નજીક આવ્યા અને કોર્ટમાં લગ્ન કરી લીધા હતા.

બીજા લગ્ન પર પ્રથમ પત્નીની પ્રતિક્રિયા કેવી હતી? : અરમાન મલિક જણાવ્યું હતું કે મેં પહેલા પાયલને કહ્યું હતું કે મારે તારી મિત્ર કૃતિકા સાથે અફેર છે અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તે દરમિયાન અમારા સંબંધો બગડી ગયા હતા. પાયલનો પરિવાર તેને લઈ ગયો હતો. તે સમયે હું ડિપ્રેશનમાં આવી ગયો હતો.

કૃતિકાના પરિવારને 4 મહિના પછી લગ્નની ખબર પડી : અરમાન મલિકની બીજી પત્ની કૃતિકાની માતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બંનેએ મને 4 મહિના સુધી જણાવ્યું ન હતું કે તેમણે લગ્ન કરી લીધા છે.

યુટ્યુબ અને બ્રાન્ડ પ્રમોશનથી પૈસા કમાયા છે : અરમાન મલિક આજે ખૂબ જ વૈભવી જીવન જીવે છે. યુટ્યુબ ઉપરાંત ઘણી બ્રાન્ડ પ્રમોશનથી પણ કમાણી કરે છે. અરમાન મલિકના ઈન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન અને યુ-ટ્યુબ પર લગભગ 2 મિલિયન ફોલોઅર્સ છે, જે ઘણી સેલિબ્રિટી કરતાં વધુ છે. તેની બંને પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિકના પણ સારા ફોલોઅર્સ છે. અરમાન મલિકના રૂટિન વ્લોગથી લઈને ફિટનેસ વ્લોગ્સ વારંવાર વાયરલ થાય છે.

એક સમયે 120 કિલો વજન ધરાવતા હતા, હવે ફિટનેસ આઇકોન છે : અરમાન મલિકની યુ-ટ્યુબ પર ફેમિલી ફિટનેસ નામની ચેનલ છે, જેના 9.73 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. આ ચેનલ પર, તે પોતાના અને તેના પરિવારના રોજિંદા દિનચર્યાથી લઈને જિમ અને કસરત સુધીના વીડિયો શેર કરે છે. અરમાનની ફિટનેસ ટિપ્સ સંબંધિત વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. નોંધનીય છે કે અરમાન મલિકનો વજન 120 કીલો હતો જોકે પછી વજનમાં ઘટાડો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *