શિવજીની કૃપાથી આ રાશિવાળા લોકોની બદલી જશે કિસ્મત, આવકમાં થશે વધારો, બેરોજગાર લોકોને મળશે રોજગાર….

ધાર્મિક

મેષ : આજે તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. વિવાદથી દુર રહો. જોખમ તથા જામીનનાં કાર્ય ટાળો. કપડાના વેપારીઓ આજે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે વિશેષ યોજનાઓ લાવી શકે છે, જેનાથી તેમને ફાયદો થશે. આજનો દિવસ તમારા માટે નવો રોમાન્સ તથા તાજગી લાવશે અને તમને ખુશમિમજા રાખશે. વેપારમાં ફાયદો થશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોની ઓળખ ઉચ્ચ અધિકારીઓ સાથે થશે કોઈ જુના મિત્ર સાથે ફોન ઉપર વાતચીત થશે.

વૃષભ : આજે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા પર વિચાર કરશો. અધિકારીઓના વ્યવહારથી મન પરેશાન રહી શકે છે. મકાન સાથે સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા પરિવારજનોની સલાહ આવશ્ય લેવી. જુના મિત્રો સાથે મુલાકાત તથા ફોન ઉપર વાતચીત થઈ શકે છે. પ્રતિસ્પર્ધીઓની સાથે વાદવિવાદમાં પડવું નહીં. કામકાજમાં અડચણનો સામનો કરવો પડશે. શિક્ષકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. ખર્ચ વધશે, પરંતુ આવક એટલી જ રહેશે. તેવામાં નકામા ખર્ચ ઉપર કંટ્રોલ રાખો.

મિથુન : આજે તમારે પોતાના ક્રોધ અને પોતાના સ્વભાવની ઉગ્રતા ઉપર નિયંત્રણ રાખવું. સ્વાસ્થ્યને લઈને તમારે વધારે ચિંતા કરવાની જરૂરિયાત નથી, પરંતુ ગર્ભવતી મહિલાઓએ સાવધાની રાખવાની જરૂરિયાત છે. બીજા પ્રત્યે સહાનુભુતિ રાખીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો અવસર પ્રાપ્ત થશે. તમે જે પ્રતિયોગીતામાં પગલાં રાખશો. તમારા પ્રતિસ્પર્ધી નું દિલ જીતવામાં સફળ રહેશો. માનસિક રૂપથી દિમાગ શાંત રહેશે અને નવા વિચાર મનમાં આવશે.

કર્ક : આજે તમારી આવક વધશે. જોકે ખર્ચ પણ તેના હિસાબથી વધશે, એટલા માટે આવક અને ખર્ચમાં તાલમેલ જાળવી રાખો. વિદ્યાર્થીઓ પોતાના લક્ષને પ્રાપ્ત કરવા માટે સખત પરિશ્રમ કરવાથી પાછળ હટશે નહીં. સંપત્તિના દસ્તાવેજો ઉપર હસ્તાક્ષર કરવા આજે ટાળવા જોઈએ. વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી પસંદ કરવાનો યોગ્ય અવસર મળશે. આજે લવ પાર્ટનર તરફથી કોઈ ગિફ્ટ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ ભુલ નું પરિણામ ભોગવવું પડશે.

સિંહ : આજે પારિવારિક સદસ્ય અથવા જીવનસાથી તમારા તણાવનું કારણ બનશે. તમે પોતાના પાર્ટનરની સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનાવશો. ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઈને થોડું ધ્યાન આપવાની જરૂરિયાત છે. વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચવાની કોશિશ કરી શકે છે, પરંતુ તમે તેમની ઉપર વિજય પ્રાપ્ત કરી લેશો. શત્રુઓ તમારો લાભ ઉઠાવવાની કોશિશમાં રહેશે, પરંતુ સમજદારીથી તમે કોઈપણ સમસ્યાને ટાળી શકો છો. રોજગાર પ્રાપ્તિના પ્રયાસ સફળ રહેશે.

કન્યા : આજે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. અટવાયેલી યોજનાઓ ફરીથી શરૂ કરવા માટે યોગ્ય સમય છે. પરિવારના સદસ્યો સાથે પોતાના રોજિંદા કામકાજની વાતચીત કરશો. બીજાના દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરો. તમે દિવસનો થોડો સમય પુજાપાઠ વગેરેમાં લગાવશો. જો કાર્ય કરવામાં કોઈ પરેશાની આવી રહી હોય તો તેમ તરફથી મદદ અવશ્ય લેવી. તમારે પરેશાનીઓને પોતાની ઉપર હાવી થવા દેવી નહીં. તમે એક બિઝનેસ ડીલ દ્વારા પૈસા કમાઈ શકો છો.

તુલા : આજે તમને અટવાયેલા પૈસા મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નિર્ણય લેવાની ક્ષમતા વધી શકે છે. અમુક પ્રભાવશાળી લોકો સાથે મળવાનો અવસર મળશે. ગૃહસ્થ જીવનમાં રહેલા લોકો પોતાના જીવનસાથી ની સાથે એકાંતમાં સમય પસાર કરશે. સંતાનને કારકિર્દી સાથે સંબંધિત સમસ્યાઓનો સમાધાન મળશે. નવા લોકો સાથે કોન્ટેક્ટ થઈ શકે છે. કોઈ ખાસ કામને લઈને કન્ફ્યુઝન જળવાઈ રહેશે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો.

વૃશ્ચિક : નોકરી કરતા લોકોએ વધારાનું કામ કરવું પડી શકે છે અને ખુબ જ ભાગદોડ કરવી પડશે. આર્થિક મામલામાં તમને રાહત મળશે. વડીલો તરફથી મળેલી સલાહ આજે તમને ખુબ જ કામમાં આવશે. ઘર પરિવારના કાર્યમાં રુચિ રહેશે. મકાન, વાહન, જમીન વગેરેની સુવિધા સમય અનુસાર પ્રાપ્ત થશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યનો આયોજન થઈ શકે છે. અસુરક્ષાની ભાવના તમને પરેશાન કરશે અને તમે પોતાને આસપાસની જરૂરી ચીજો પ્રત્યે પણ કમજોર રહેશો.

ધન : આજે વિદ્યાર્થીઓ કોઈ બાબતને લઈને તણાવમાં રહી શકે છે. ઘરની સુખ શાંતિમાં વધારો થશે. તમારે કોઈને પૈસા ઉધાર આપવાથી બચવાનું રહેશે, નહીંતર તમારા સંબંધોમાં તિરાડ ઊભી થઈ શકે છે. ભૌતિક સુખ સગવડતા પાછળ પૈસા ખર્ચ થઈ શકે છે. સામાજિક સ્તર ઉપર તમારે વધારે વ્યસ્ત રહેવું નહીં, નહિતર તમે પોતાની માટે સમય કાઢી શકશો નહીં.

મકર : ઓફિસમાં તમારા સિનિયર તમારો સહયોગ કરશે. તમારી આવક સારી રહેશે. ઘણા પ્રકારના રોચક વિચાર અને યોજનાઓ આજે બની શકે છે. નાના સ્તર ઉપર શરૂ કરવામાં આવેલ બિઝનેસ તમારા માટે લાભદાયક રહેશે. કોઈ અંગત સમસ્યા છે, તો તેના સાથે સંબંધિત મહત્વપુર્ણ સુચના મળી શકે છે. તમને ખુબ જ સંઘર્ષ બાદ પરિણામ મળશે, પરંતુ આ દરમિયાન ઘણા નવા લોકો સાથે મુલાકાત થશે, જે જીવનને નવી દિશામાં લઈ જશે.

કુંભ : આજે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે. મન પ્રસન્ન રહેશે. બેરોજગાર લોકોને કોઈ મોટી કંપની તરફથી જોબની ઓફર મળી શકે છે. વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વિદ્યાર્થીઓને મનોવાંછિત સફળતા પ્રાપ્ત થશે. કોઈ મોટું કામ કરવામાં દિલચસ્પી બતાવશો. પારિવારિક જીવન સુખદ રહેશે. પિતાની સાથે સંબંધો સારા રહેશે અને તેમના તરફથી લાભ મળશે. તમારું કોઈ કામ આજે સરળતાથી પુર્ણ થઈ જશે.

મીન : આજે તમારા ગ્રહો તમને યશ પ્રાપ્ત કરાવશે. વેપાર સાથે સંબંધિત લોકોએ ઈમાનદારીથી કામ કરવું જોઈએ. કોર્ટ તથા કચેરીના કામકાજમાંથી છુટકારો મળી શકે છે. આજે સમય પર પોતાની જવાબદારી પુર્ણ કરી શકશો. તમે બિલકુલ નકામા કામને કારણે માટે પણ યાત્રા કરવા માટે મજબૂર બની જશો. કોઈ સામાજિક કાર્યનો હિસ્સો બની શકો છો. કોઈ નવો વેપાર શરૂ કરવા માંગો છો તો આજનો દિવસ સારો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *