વેક્સિન લેવા માટે મહિલાઓએ બોલાવી ઝપાઝપી, પ્રથમ વખત દેખાયો વેક્સિન માટે મહાસંગ્રામ..

મનોરંજન

મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં કોવિડ રસીકરણને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો વેક્સિન માટે પડાપડી કરી રહ્યા છે. પરિણામસ્વરૂપ વેક્સિન કેન્દ્રો પર લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ ભીડને કાબૂ કરવી પ્રશાસન માટે પણ માથાનો દુખાવો બની ગયો છે.

તાજેતરમાં જ ખરગોનના કસરાવદ તાલુકાના એક ગામમાંથી વિચિત્ર બનાવ સામે આવ્યો છે. અહીં વેક્સિન લગાવાની બાબતમાં મહિલાઓ અંદરોઅંદર બઘડાટી બોલાવી હતી. જિલ્લાથી 40 કિમી દૂર આવેલા કસરાવદ તાલુકાના ખલબુજુર્ગ ગામનો આ વીડિયો છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, વેક્સિન લેવા માટે મહિલાઓએ લાંબી લાઈનો લગાવી છે.

આ દરમિયાન વેક્સિન લેવા માટે થઈને મહિલાઓ એકબીજા સાથે ઝપાઝપી પર ઉતરી આવી હતી. થોડી વારમાં તો આ ઝઘડો મારામારી પર ઉતરી આવ્યો હતો. મહિલાઓ એકબીજાના વાળ ખેંચતી પણ દેખાઈ હતી. એક મહિલાના વાળ તો એટલી હદે ખેંચ્યા કે, તે દૂર જઈને ધડામ દઈને પડી હતી. વીડિયોમાં આપ જોઈ શકો છો

અમુક પૂરૂષો મહિલાની આ લડાઈ જોઈને તેમની છોડાવાની કોશિશ કરી. પણ પુરૂષો મહિલાને છોડાવામાં નિષ્ફળ રહ્યા હતા. આ મહિલાઓ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી. લોકોનું કહેવુ છે કે, સ્વાસ્થ્ય વિભાગ તરફથી કોઈ સારી વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે આવા ડખ્ખા થઈ રહ્યા છે. લોકોની ભીડ એકઠી થઈ રહી છે. જેની જ્યાંથી જગ્યા મળે ત્યાંથી લોકો સેન્ટરમાં ઘૂસી રહ્યા છે. કોઈ વ્યવસ્થા નથી. સામે કર્મચારીઓને પણ ભારે મુશ્કેલીઓ આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *