2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી

મનોરંજન

આજના સમયમાં ક્રિકેટ ખૂબ જ પ્રિય રમત બની ગઈ છે, જે લોકો પહેલા ક્રિકેટ જોવાનું પસંદ કરતા ન હતા, આજના સમયમાં તેઓએ પણ ક્રિકેટમાં રસ દાખવવાની શરૂઆત કરી દીધી છે બાળકો હોય કે વૃદ્ધ, દરેકને ક્રિકેટ ખૂબ જ પસંદ આવી રહી છે અને જ્યારે ક્રિકેટની વાત આવે છે, ત્યારે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેંદ્રસિંહ ધોનીનું નામ સૌથી પહેલા આવે છે, તે ભારતીય ક્રિકેટ ટીમના ખૂબ જ દિગ્ગજ ખેલાડીઓમાંના એક છે, મહેંદ્રસિંહ ધોનીએ તેની બેટિંગથી લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. દુનિયાભરમાં તેમના ચાહનાર સૌથી વધુ છેે બધા લોકો મહેંદ્રસિંહ ધોનીને ખૂબ જ પસંદ કરે છે, તમે એ તો સાંભળ્યું જ હશે કે દરેક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પરંતુ મહેંદ્રસિંહ ધોની એક એવા ભારતીય ક્રિકેટર છે, જેની સફળતા પાછળ તેમનો પોતાની પણ ઘણો હાથ છે.

મહેંદ્રસિંહ ધોનીએ ક્રિકેટના ક્ષેત્રમાં તેની ઈચ્છા તો પૂરી કરી લીધી, પરંતુ તે તેની લવ લાઈફમાં એવા નથી રહ્યા જેવા તે ઈચ્છતા હતા તમે લોકો ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેંદ્રસિંહ ધોની પર બનેલી ફિલ્મ “એમ એસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી” તો જરૂર જોઈ જ હશે. જે ફિલ્મમાં એ બતાવવામાં આવ્યું છે કે મહેંદ્રસિંહ ધોની પહેલા બીજી છોકરીને પ્રેમ કરતા હતા પરંતુ કોઈ કારણોસર એક અકસ્માતમાં તેનો જીવ ગયો હતો જેના કારણે મહેંદ્રસિંહ ધોની સંપૂર્ણ રીતે તૂટી ચૂક્યા હતા જેના કારણે ક્રિકેટમાં તેમનું પર્ફોર્મંસ પણ ખરાબ થઈ રહ્યું હતું

તે જ સમયે મહેંદ્ર સિંહ ધોનીની મુલાકાત હોટલ મેનેજમેંટમાં કામ કરતી સાક્ષી સાથે થઈ, ત્યાંથી જ આ બંનેની મિત્રતા શરૂ થઈ ગઈ હતી મહેંદ્રસિંહ ધોનીએ લગભગ 2 વર્ષ સુધી સાક્ષીને ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા હતા આ વાત એકદમ સાચી છે કે જે શાળામાં મહેંદ્રસિંહ ધોનીએ અભ્યાસ કર્યો છે, તે જ શાળામાં સાક્ષીએ તેનું શિક્ષણ શરૂ કર્યું હતું, જ્યારે મહેંદ્રસિંહ ધોની અને સાક્ષી વચ્ચેનું ઉંમર અંતર લગભગ 8 વર્ષનું છે, તેનો અર્થ એ કે તે તેની શાળામાં તો ક્યારેય સાક્ષીને મળ્યા નહીં હોય.

મહેંદ્રસિંહ ધોની અને સાક્ષીની પણ એક પુત્રી પણ છે જે પૂરા ભારતીય ક્રિકેટ જગતમાં પ્રખ્યાત છે, કદાચ તમે તેમનું નામ જાણતા હશો, તેમ છતાં પણ જણાવી દઈએ કે તેમનું નામ “જીવા ધોની” છે.

તમને જણાવી દઈએ કે મહેંદ્રસિંહ ધોનીએ અત્યાર સુધીમાં થયેલી ચેન્નઈ સુપર કિંગની આઈપીએલની 8 મેચમાંથી 3 મેચોમાં અડધી સદી ફટકારી ચૂક્યા છે અને આ વર્ષ તેમના માટે ખૂબ મહત્વનું સાબિત થવાનું છે કારણ કે તેના આધારે તે 2019 માં વર્લ્ડ કપ ટીમથી ભારતને એક વધુ વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે સક્ષમ હશે આઈપીએલમાં ધોનીની બેટિંગ હવે વધુ સારી થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *