નતાશા નું માત્ર આટલું સપનું હતું કે સૂરજ એક વાર ભરપૂર આનંદ નો એહસાસ કરાવે, પરંતુ નસીબ..

અન્ય

નતાશા અને સૂરજનાં લગ્ન બાદનું પહેલું વર્ષ તો એટલું જલદી પૂરું થઈ ગયું કે બંનેને ખબર જ ન રહી કે ક્યાં સમય નીકળી ગયો. સૂરજ મુંબઇની આઇ.ટી કંપનીમાં કામ કરતો હતો, પણ લગ્ન થયાંને બીજા જ મહિને લોકડાઉન થયું. લોકડાઉન થયું એટલે આઇ.ટી કંપનીએ વર્ક ફ્રોમ હોમ આપી દીધું હતું. વર્ક ફ્રોમ હોમ ખાસ્સું લાંબું ચાલ્યું. બંનેને ધાર્યો નહોતો એવો સમય સાથે રહેવા માટે મળી ગયો હતો. આ સમયનો બંનેએ ભરપૂર સદુપયોગ કર્યો, કારણ કે બહાર નહોતું જવાનું, ઘરે રહીને કામ કરવાનું હતું,

કામ પણ સાવ ઓછું હતું, ઘરે બેઠાં સેલેરી મળી રહી હતી. ઘરમાં બેસીને કરવાનું શું? ટીવી જોવાનું. ફિલ્મો જોવાની અને ભરપૂર રોમાન્સ કરવાનો. કહો મજ્જાની લાઇફ. બંને બહાર ન નીકળતાં હોવાથી કોરોનાથી પણ સેફ હતાં. આ સમય દરમિયાન બંનેની સમાગમલાઇફ ખૂબ જ સારી રહી. નવાં નવાં લગ્ન કર્યાં હોય વળી આટલો સારો સમય મળ્યો હોય, તો સમાગમલાઇફ સારી રહે તે સ્વાભાવિક હતું. બંનેએ આ સમયમાં અનેક ફેન્ટસીઝ પણ પૂરી કરી હતી. નતાશાની અમુક ફેન્ટસી તેમજ સૂરજની ફેન્ટસી બંનેએ એકબીજાને જણાવી હતી, તેથી બંનેને પૂરી કરવાનો સુંદર સમય મળી ગયો હતો.

ધીરે ધીરે કોરોના હળવો થવા લાગ્યો હતો. સૂરજની ઓફિસ શરૂ થઈ ગઇ હતી. ઓફિસ દૂર હતી પણ ઓફિસ ખૂલી ગઇ હોવાથી જવું તો પડે જ. આખો દિવસ કામ કરવાથી અને ઓફિસ જવા માટે ખાસ્સો સમય ડ્રાઇવિંગ કરવાથી સૂરજ ખૂબ થાકી જતો. એક આખું વર્ષ આરામ કરવાથી શરીર આરામપ્રિય બની ગયું હતું, હવે અચાનક કામ શરૂ થયું એટલે થાક લાગે તે સ્વાભાવિક હતું. પણ આની અસર તેના અંગત જીવન ઉપર પડી રહી હતી. એક આખું વર્ષ બંનેએ ડ્રીમ લાઇફ જીવી હતી, હવે અચાનક બધું જ બદલાઇ ગયું હતું.

સૂરજ ઓફિસથી આવે એટલે થાકી ગયો હોવાથી શારીરિક સંબંધ બાંધવા બાબતે તે ઉદાસીન થઇ ગયો હતો, અરે, માત્ર શારીરિક સંબંધ જ નહીં તે એટલો થાકી જતો કે જમીને પથારીમાં પડી જતો. જમીને તરત જ લગભગ તેને ઊંઘ આવી જતી. નતાશા સમજતી હતી પણ સૂરજ શનિ-રવિની રજાઓમાં પણ કોઇ એક્શન નહોતો કરતો. શનિ-રવિની રજાઓમાં પણ તે મોટાભાગે આરામના મોડમાં જ રહેતો. હજી બહાર જવા માટે બહુ પરમિશન નહોતી મળતી, તેથી બંને ઘરમાં જ રહેતાં, પણ સૂરજ એક દિવસ ઘરમાં હોય તો પણ સૂતો જ રહેતો.

નતાશાને શારીરિક સંબંધ બાંધવાની ખૂબ ઇચ્છા થતી, તે ઘણીવાર સામેથી પ્રયત્ન પણ કરતી, તે બ્લોજોબ પણ આપતી, પણ સૂરજ બહુ રિસ્પોન્સ નહોતો આપતો. ઘણી વાર નતાશા ફરિયાદ કરે તો રવિવારે શારીરિક સંબંધ બનાવી લેતો પણ મન વગર શારીરિક સંબંધ બાંધતો હતો. નતાશાને તેનો અંદાજ આવી જતો હતો, તેથી તેણે ધીમે ધીમે શારીરિક સંબંધ બાબતે કહેવાનું મૂકી દીધું હતું. નતાશાને સૂરજના આવા વર્તનથી દુઃખ થતું હતું,

વળી ગત વર્ષે બંનેએ એટલી હોટ સમાગમલાઇફ એન્જોય કરી હતી કે હવે સૂરજનું આવું વલણ નતાશા માટે અસહ્ય હતું. નતાશા સમજતી હતી કે પોતે આખો દિવસ ઘરે રહેતી એટલે તેનામાં એનર્જી અને ઇચ્છા બંને હોય જ્યારે સૂરજ કામ ઉપર જતો તેથી થાકી જતો, પણ નતાશા માટે સૂરજનું સન્ડેનું આળસુ વલણ અસહ્ય બની જતું. ઘણાં કપલ્સમાં આવું બનતું હોય છે, શરૂઆતમાં સમાગમલાઇફ ઘણી સારી હોય, બાદમાં કામના પ્રેશરથી, માનસિક તણાવથી કે કોઇ શારીરિક સમસ્યાથી સમાગમલાઇફ મંદ પડી જતી હોય છે.

એવે સમયે જે પાર્ટનરને શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા થતી હોય તે દુઃખી થઇ જાય છે, ઘણી વાર આવાં કારણો એક્સ્ટ્રા મેરિટલ અફેર સુધી પણ લઇ જાય છે. આવા સમયે ઝઘડો કરીને કે ઉગ્રતા દર્શાવીને સમસ્યાનું સમાધાન કરવાને બદલે સમજીને કામ લેવું. રોમાન્સને રિક્રિએટ કરવો, એકબીજાની કેર કરવી, ઉત્તેજના લાવે તેવી વાતો કરવી, તેવી ફિલ્મો જોવી આવી નાની નાની કસરતથી સમાગમલાઇફ તરોતાજા થઇ શકે છે. બીજી વાત કે પાર્ટનરને પોતાના મનની વાત પણ જણાવતાં રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *