પોપટ ફોન લઈને ઉડી ગયો ! પછી જે થયુ એ જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો : Viral Video

અજબ-ગજબ

પોપટ ફોન લઈને ઉડી ગયો ! પછી જે થયુ એ જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો..

Viral Video : સોશિયલ મીડિયા પર રોજ અવનવા વીડિયો વાયરલ (Video) થતા હોય છે,જેમાં કેટલાક વીડિયો જોઈને ખુબ હસવુ આવતુ હોય છે,જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે,ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,પોપટ ફોન લઈને ઉડી જાય છે,બાદમાં આ યુવક તેની પાછળ દોડે છે,જો કે બાદમાં પોપટ ફોન છોડી દે છે. પરંતુ થોડી વાર માટે મનોહર દ્રશ્ય જોવા મળ્યુ હતુ.વીડિયોમાં જોવા મળે છે કે, પોપટ ઘરની છત,રસ્તાઓને પાર કરીને ઉડતો જોવા મળે છે.જો કે અટારીની રેલિંગ (Relling) પર એક ક્ષણ માટે તે અટકી જાય છે, પરંતુ જ્યારે લોકોએ બૂમો પાડે છે ત્યારે ફરી તે ઉડવાનુ શરૂ કરે છે.

તમને જણાવી દઈએ કે,આ વીડિયો સોશિયલ મીડિયા પર Fred Schultz નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે, આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,”આ પોપટ ડ્રોનથી પણ વધારે ઝડપી છે”,જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *