પ્રેમી પ્રેમિકાને લઈ જતો હતો હોટલમાં, યુવતીની થઈ જતી હતી આવી હાલત…

અન્ય

મારી ઉંમર ૨૧ વર્ષની છે. મને છેલ્લા પાંચ વર્ષથી એક યુવતી સાથે પ્રેમ છે. તે પણ મને ઘણો પ્રેમ કરે છે. પરંતુ ચારેક મહિના પછી તેના લગ્ન બીજા સાથે થવાના છે. તો શું મારે તેને ભૂલી જવી? આ મારો પ્રથમ પ્રેમ છે.

શક્ય હોય એટલી જલદી તમે યુવતીને ભૂલી જાવ. હવે તેના લગ્ન બીજા સાથે થવાના છે ત્યારે તેને પ્રેમ કરી તેમજ તેને મળી તેનું લગ્નજીવન ભાંગવું યોગ્ય નથી. તમારી ઉંમર હજુ ઘણી નાની છે. તમે તેને ભૂલી જશો. સમય બધા દરદનું ઓસડ છે. ભવિષ્યમાં તમને તેના કરતા પણ સારી જીવનસાથી મળી રહેશે. તમને તેના પર ખૂબ જ પ્રેમ હતો તો તેની સગાઈ પૂર્વે તમારે બન્નેએ તમારા ઘરમાં વાત કરી યોગ્ય પગલાં લેવા જોઈતા હતા. હવે ઘણું મોડું થઈ ગયું છે. હવે તો તેને ભૂલી જવામાં જ તમારું તેમજ તેનું હિત છે.

હું એક હેન્ડસમ યુવાન છું. મારી ઉંમર ૨૧ વર્ષની છે. મારા લગ્ન થઈ ગયા છે. મારી પત્ની પણ મને જોઈએ તેવી જ મળી છે. મારા લગ્ન પૂર્વે હું એક અન્ય યુવતીના પ્રેમમાં હતો. પરંતુ તેણે બેવફાઈ કરતા મને ઘણો આ*ઘાત લાગ્યો હતો. પરંતુ તેની નીકટની સહેલીએ પ્રેમ આપી તે યુવતીને ભૂલવામાં મદદ કરી હતી. મારા લગ્ન પછી પણ તેણે મને પ્રેમ આપ્યો. પરંતુ હવે અમારા પ્રેમની વાત મારી પત્ની સુધી પહોંચી ગઈ છે. આ કારણે અમારી વચ્ચે અવારનવાર ઝઘડા થયા કરે છે. તે મને આ યુવતીને ભૂલી જવા કહે છે. પરંતુ હું તેને ભૂલી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

તમારી પત્ની બરોબર કહે છે. તમારે તેને ભૂલી જવી જોઈએ. તમને એના પર એટલો પ્રેમ હતો તો પછી તેની સાથે લગ્ન કેમ કર્યા નહીં? લગ્ન પછી તેની સાથે સંબંધ રાખી તમે ત્રણ જિંદગી બરબાદ કરી રહ્યા છો. તમારે અને એ યુવતી વચ્ચે ભલે ગમે તેટલો નિર્મળ પ્રેમ હોય પરંતુ સમાજ તમને બદનામ કરી મૂકશે. તમારા આ પગલાંથી તેની જિંદગી પણ બરબાદ થાય છે. આથી યોગ્ય માર્ગ તો એ છે કે તમે તેને કોઈ સાચા યુવાન સાથે પરણી જવાની સલાહ આપો. આમાં જ તમારા બધાની ભલાઈ છે.

હું ૧૯ વર્ષનો યુવક છું. એક છોકરીને પ્રેમ કરું છે. તે છોકરી પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. પણ અમારા ઘરના લોકોને ખબર પડી જવાથી તે છોકરી ગભરાઈ ગઈ છે. તો મારે તેની કેવી રીતે મનાવવી?

તમારી ઉંમર હજુ ઘણી નાની છે. હમણા અભ્યાસમાં ધ્યાન આપો તે જ યોગ્ય છે. બીજું તે છોકરી તેના ઘરવાળાથી ગભરાય છે. તો પછી શા માટે તેના પર દ*બાણ કરો છો. તેની ઉંમર પણ હજુ ઘણી નાની છે. તમારી ઉંમરમાં ક્ષણિક આવેગને પ્રેમ સમજી શકવાની ભૂલ થઈ જાય છે. તમને તેના પર ખૂબ જ પ્રેમ હોય તો તેને પોતાની જાતને સમજવાનો સમય આપો. તમારા પ્રેમને પરિપકવ થવા દો. થોડી રાહ જુઓ. એકાદ-બે વર્ષ પછી પણ તમારા પ્રેમમાં કોઈ ઓટ ન આવે તો આગળ વધો. હાલમાં પ્રેમને મૈત્રી તરીકે જ રહેવા દો.

મારી ઉંમર ૧૮ વર્ષની છે. મારા પ્રેમની ઉંમર ૨૨ વર્ષ છે. અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. એકબીજા વગર રહી શકતા નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ નથી, પરંતુ અમે હોટેલના રૂમમાં જઈએ છીએ ત્યારે મારી યોનિમાંથી સફેદ ચીકણું પ્રવાહી નીકળે છે. આમ કેમ થતું હશે? તે જણાવવા વિનંતી.

તમારી ઉંમર નાદાન છે. નાદાન ઉંમરમાં વિજાતિય સંબંધ બાંધતા ખૂબ જ વિચાર કરવો જોઈએ. હોટલના રૂમના એકાંતમાં ઘણીવાર ન બનવાનું બની જાય છે. આથી સાવચેત રહો. સૌ પ્રથમ તો તમારે સે–ક્સ અંગેની જાણકારી મેળવવાની જરૂર છે. સે–ક્સની અજ્ઞાનતાને કારણે કોઈક વખત કોઈ વ્યક્તિ તમારી લાચારીનો લાભ લઈ શકે છે. જેને કારણે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. કોઈ સારા ડૉકટર કે ઘરની કોઈ વડીલ સ્ત્રી પાસે સે–ક્સ અંગેની જાણકારી મેળવો. આ માટે બજારમાં મળતા બકવાસ પુસ્તકોનો આશરો લેવો નહીં. બીજું યોનિમાંથી નીકળતું સફેદ પ્રવાહી સામાન્ય છે. વિજાતિય આકર્ષણને કારણે શરીરમાં થતા હોર્મોનલ ફેરફારને કારણે આમ થઈ શકે છે. આમ છતાં પણ કોઈ ડૉક્ટરને બતાવી શંકાનું સમાધાન કરી લો.

હું ૧૯ વર્ષનો છું. મેં દસમું ધોરણ પાસ કર્યું છે. મારી એક ફ્રેન્ડ છે. અમારી દોસ્તીને એક વર્ષ થઈ ગયું છે. પણ તે મને વધારે મળતી નથી. તે અમારા ગામની કોલેજમાં ભણે છે. અમે વાતો કરીએ છીએ પણ એકલા વાતો કરતા નથી. અમારી વચ્ચે દોસ્તી સિવાય કાંઈ નથી.

દોસ્તીને દોસ્તી જ રહેવો દો. તેની સહેલી સાથે હોય તેમાં તેની સાથે વાતો કરવામાં તમને શો વાંધો છે? તમારી દોસ્તીને પરિપકવ થવા દો. તેને તમારી પ્રત્યે પ્રેમ હશે તો ધીરે ધીરે એ વાત તમને ખબર પડી જ જશે. શક્ય છે તેને તમારી સાથે પ્રેમ ન હોય અને માત્ર મૈત્રી જ હોય. આથી હમણાં તો જેમ ચાલે છે તેમ જ ચાલવા દો.

મારી ઉંમર ૧૭ વર્ષની છે. હું અમારા ઘરની સામે રહેતા એક યુવાન સાથે પ્રેમમાં છું. પરંતુ અમારા ધર્મ અલગ-અલગ હોવાથી અમારા ઘરવાળાઓ અમારા લગ્ન માટે માને એવી શક્યતા નથી. જોકે આજ સુધી અમે એકબીજા સાથે વાત કરી નથી. બન્ને એકબીજાને જોયા જ કરીએ છીએ. પરંતુ હું એના વગર રહી શકતી નથી. એકાદ બેવાર મેં આ*ત્મહ*ત્યા કરવાનો પણ વિચાર કર્યો હતો. યોગ્ય સલાહ આપવા વિનંતી. એક કન્યા (વડોદરા)

આ*ત્મહ*ત્યા કરવાનો વિચાર છોડી દો. હજુ તો તમે તે યુવક સાથે વાત પણ કરી નથી. તમારી ઉંમર ઘણી નાની છે. બીજુ પરધર્મિય પ્રેમમાં પાછળથી ઘણી સમસ્યાઓ સર્જાવાની શક્યતા છે. આથી સમજી વિચારીને આગળ વધજો. આ તે કેવા પ્રકારનો પ્રેમ છે કે એકબીજા સાથે વાતો કર્યા વિના જ તમે મરી જવાની વાત કરો છો. આ બધું ફિલ્મમાં શોભે. વાસ્તવિક જીવનમાં નહીં. આ તો નર્યું ગાંડપણ છે. આથી હમણા અન્ય પ્રવૃત્તિમાં જ ધ્યાન આપો. ભણતા હોતો ભણતરમાં ધ્યાન આપો. જે કંઈક કરો તો સમાજમાં તેને કેવાં પડઘો પડશે તે સમજી વિચારીને જ કરજો. અવિચારી પગલું ભરતા નહીં. મારી ઉંમર ૨૦ વર્ષની છે. મને એક ૨૪ વર્ષના યુવક સાથે બે વર્ષથી પ્રેમ છે. અમારા ઘરના લોકો પણ અમારા લગ્ન કરાવવા તૈયાર છે.

હું કોમર્સમાં ભણું છું. હોશિયાર હોવા છતાં પણ તેણે ૧૧મી પછી શિક્ષણ છોડી દીધું છે. અત્યારે તે સારું કમાય છે પરંતુ તેને સિગારેટ, તમાકુ જેવા નશાકારક દ્રવ્યોનું સેવન કરવાની આદત હતી જે મારા કહેવાથી ઓછી કરી છે. પરંતુ થોડા દિવસ પહેલા તેણે મને અલ્સર હોવાનું કહ્યું તે રોગનું ઓપરેશન શક્ય છે. પરંતુ ત્યાર પછી તેણે બીજા પર આધારિત જીવન જીવવું પડે તેમ છે. દા. ત. તે વજન ન ઊંચકી શકે, કામ વધારે ન કરી શકે. ઓપરેશન ન કરાવે તો બે વર્ષમાં તેનું મૃત્યુ થાય તેમ છે. તેની બીમારીની વાત અમારા બે સિવાય કોઈને ખબર નથી. તે મને તેને ભૂલી જવા માટે કહે છે. હું માનતી નથી એટલે તેણે ફરી તેની આદત શરૂ કરી દીધી છે. તેના રોગનો કોઈ ઇલાજ હોય તો તે લખી જણાવશો. મારે તેની સાથે સંબંધ ચાલુ રાખવો કે નહીં તે જણાવશો.

તમારા કાગળની વિગતો પરથી લાગે છે કે તમારા બોયફ્રેન્ડને અલ્સર (હોજરીમાં ચાંદા) છે. આ બીમારી બહુ વધી ન હોય તો ગભરાવા જેવું નથી. તમે જણાવ્યું છે તેમ વ્યક્તિ મરી જવાનો ડર રહેતો નથી. હા, તમારા બોયફ્રેન્ડે તમાકુ, પાનમસાલા, ધૂમ્રપાન, નશીલા પદાર્થોની આદત છોડવી જ પડશે. આ ઉપરાંત બન્નેના ઘરમાં ખાસ કરીને તેના ઘરના વડીલોને તેની બીમારીની જાણ કરી કોઈ સારા ડોક્ટરની સલાહ લો. ઘરવાળાઓને તેની બીમારીની જાણ થવી જ જોઈએ. ગમે તે ડોકટરની કોઈએ કહેલી દવા લીધી વિના સત્વરે કોઈ નિષ્ણાતની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *