સસ્તી ફેમેલી કાર ખરીદવાનું વિચારો છો.? અહીંયા મળે છે માત્ર 4 લાખ માં નવી ફેમેલી કાર..

અન્ય

જો તમારુ પરિવાર મોટુ છે, પરંતું બજેટ ઓછું છે અને તમે કાર ખરીદવા માગો છો, તો ઓછા બજેટમાં તમે 7 સીટર કાર ખરીદવાનું સ્વપન પૂર્ણ કરી શકો છો. છેલ્લા કેટલાક મહિનાઓમાં જુદી જુદી કંપનીઓએ 7 સીટર સેગમેન્ટમાં કાર મૂકી છે. આજે એવી 7 સીટર કાર લઈને આવ્યા છે જે તમારા માટે સારો વિકલ્પ બની રહેશે.

(1) RENAULT TRIBER

7 સીટર કારની લિસ્ટમાં પહેલું નામ રેનો ટ્રાઈબર આવે છે. ભારતીય બજારમાં ટ્રાઈબરની શરૂઆતની કિંમત 5.20 લાખ રૂપિયા છે. જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત 7.50 લાખ રૂપિયા છે. ભારતમાં મધ્યમ વર્ગીય અને મોટા પરિવાર માટે આ શાનદાર કાર છે. આ કારનો લુક પ્રિમીયમ કારથી ઓછો નથી. RENAULT TRIBER કારમાં 999CC 3 સિલિન્ડરવાળું એન્જિન છે. જે 6250 RPM પર 71 હોર્સપાવરની તાકાત અને 3,500 RPM પર 96 NMનો ટોર્ક જનરેટ કરતા હોય છે. ફિચર્સની વાત કરીએ તો TRIBER માં 8 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોન્ટમેન્ટ સિસ્ટમ, સેકન્ડ એન્ડ થર્ડ રો સીટ માટે એસી અને એયરબેગ્સ જેવા ફિચર્સ છે.

(2) DATSUN GO PLUS

આ શ્રેણીમાં બીજી કાર DATSUN GO PLUS કાર આવે છે. આ કારની શરૂઆતની કિંમત 4.20 લાખ રૂપિયા કિંમત છે. મધ્યમવર્ગીય પરિવાર માટે આ કાર શ્રેષ્ઠ વિકલ્પ છે. કારના લુક્સ પણ ઘણા જબરદસ્ત છે. DATSUN GO PLUS કારમાં 1,198CC માં 3 સિલિન્ડર SOHC પેટ્રોલ એન્જિન છે. જે 5,000 RPM પર 67 HP પાવર અને 4,000 RPM પર 104 NM ટોર્ક જનરેટ કરે છે.

(3) MAHINDRA MARAZZO

જો તમારું બજેટ થોડું વધારે હોય તો મહિન્દ્રાની 7 સીટર કાર MAHINDRA MARAZZO પણ સારો વિકલ્પ છે. આ કારની શરૂઆતની કિંમત 9.61 લાખ રૂપિયા છે.

(4) MARUTI SUZUKI ERTIGA

MARUTIની ERTIGA કાર પણ મધ્યમવર્ગીય અને મોટા પરિવાર માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. 7 સીટર કારની શરૂઆતની કિંમત 7.59 લાખ રૂપિયા છે. ERTIGA CNG વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે. ભારતમાં આ કારની ખૂબ ડિમાન્ડ રહે છે. ઘણા સ્થળોએ આ કાર વેઈટિંગમાં છે.

(5) MARUTI SUZUKI EECO

મારુતિ સુઝુકીની ઈકો(EECO) કાર ઓલ્વેઝ ડિમાન્ડમાં છે. MARUTI SUZUKI EECOની શરૂઆતની કિંમત 3,97, 800 રૂપિયા છે. 4 લાખ સુધીમાં કાર મળી જાય છે. ઈકોમાં 1196CC 4 સિલિન્ડરવાળું પેટ્રોલ એન્જિન છે જે 6,000 RPM પર 72.41 HPની પાવર અને 3,000 RPM પર 101 NMનો ટોર્ક જનરેટ કરે છે. મારુતિ સુઝુકી EECO પેટ્રોલમાં 16.11 કિલોમીટરની પ્રતિલિટરે માઈલેજ આપે છે. મારુતિ સુઝુકી ઈકો CNGમાં 21.94 પ્રતિ કિલોની માઈલેજ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *