આ વિરાન ગામ માં રહે છે માત્ર એક જ મહિલા, કહાની સાંભળીને થઇ જશો હેરાન..

અજબ-ગજબ

ગામ ભલે ગમે તેટલું નાનું હોય તો પણ ત્યાં ગણતરી ની વસ્તી તો હોય જ છે. પરંતુ આજે અમે તમને એક એવા ગામ વિષે જાણવા જય રહ્યા છીએ કે તમે આવું ક્યારેય નહિ સાંભળીયુ હોય. દુનિયામાં એક એવું ગામ છે જ્યાં એલ્સી આઈલર નામની એક જ મહિલા રહે છે.

ગામમાં એકલી રહેતી આ મહિલાની પાછળ એક રસપ્રદ વાર્તા છે, અને તમે પણ આ વાર્તા સાંભળીને સ્તબ્ધ થઈ જશો. આ-84 વર્ષીય મહિલા અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યના મોનોવી ગામમાં રહે છે એનું એવું કેહવું છે કે ‘હું એકલી આ ગામ માં રાહુ છું કે કોઈ પણ તેના ગામને ભૂતિયા ગામ ન કહે.

ગામની સંભાળ રાખે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તે આ ગામની જાતે જ સંભાળ રાખે છે, અને પાણી અને વીજળી માટે $ 500 નો ટેક્સ પણ ચૂકવે છે.

તમને જણાવી દઈએ કે સરકાર એલ્સીને જાહેર સ્થળોની દેખરેખ માટે કેટલાક પૈસા પણ આપે છે. જે લોકો તેમના નાણાં ખર્ચ કરે છે તે જ નક્કી કરે છે કે પૈસા ક્યાં અને કેવી રીતે ખર્ચ કરવો.

આ ગામનો એક માત્ર નાગરિક હોવાને કારણે તે ગામનો મેયર, કારકુન અને અધિકારી છે. 1930 સુધી, આ ગામમાં લગભગ 150 લોકો રહેતા હતા. જો કે, હવે ત્યાં ફક્ત એલ્સીનું ઘર છે, જે લગભગ 54 હેક્ટરમાં ફેલાયેલ છે.

આ પછી, વર્ષ 1980 સુધીમાં, વસ્તી ઓછી થતી રહી ત્યાં સુધીમાં, ગામમાં ફક્ત 18 લોકો બાકી હતા. આ પછી, વર્ષ 2000 સુધીમાં, ત્યાં ફક્ત બે જ લોકો બાકી હતા, એલ્સી અને તેના પતિ, પરંતુ, 2004 માં તેના નિધન પછી, એલ્સી હવે આ ગામમાં એકલી બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *