તારક મહેતા…ના માત્ર પાત્રો જ નહી પરંતુ કેટલીક નિર્જીવ વસ્તુઓ પણ ખુબ ફેમસ થઇ ગઇ છે. ભીડે ટ્યુશન ક્લાસીસનું બોર્ડ હોય કે પછી અબ્દુલની સોડા, જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિક્સ હોય કે તારક મહેતાના ઘરની બહાર પડેલી બે ખુરશી. આ દરેક વસ્તુ આપણા જીવનમાં શો થકી અનોખુ સ્થાન ધરાવે છે.
ગડા પરિવાર
જેઠાલાલ ગડાનો પરિવાર આ શોમાં જાન ફૂંકે છે. દિલીપ જોશી, દિશા વાકાણી, અમિત ભટ્ટ અને ભવ્ય ગાંધી કે જે ટપૂનો રોલ કરતો હતો તે હવે રાજ અનડકટ કરે છે. આ બધા જ પાત્રો એકબીજા સાથે હકીકતમાં પણ સારા સંબંધો ધરાવે છે. હવે અફવા આવી છે કે દિલીપ જોશી અને રાજના સંબંધોમાં તિરાડ પડી છે.
ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી
રાજ અને દિલીપ વચ્ચે ઓનસ્ક્રીન ગજબ કેમેસ્ટ્રી જોવા મળે છે અને મિડીયા રિપોર્ટસનું જો માનીએ તો જેઠાલાલ અને ટપૂ વચ્ચે કંઇ પ્રોબ્લેમ થઇ છે અને દિલીપ જોશીએ ટપૂને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો પણ કરી દીધો છે.
કેમ નારાજ છે જેઠાલાલ
સૂત્રો અનુસાર આ નારાજગીનું કારણ છે કે જેઠાલાલ સિનીયર એક્ટર હોવા છતાં શૂટ પર સમયે આવી જાય છે અને રાજને ઘણીવાર કહેવા છતાં પણ તે સમય પર આવતો નથી. દિલીપ જોશીને રાજની રાહ જોવી પડે છે અને આ જ કારણ છે કે દિલીપ જોશી તેનાથી નારાજ છે.
જેઠાલાલ અને તારક મહેતા વચ્ચે નારાજગી
શોમાં જેને પોતાનો ફાયરબ્રિગેડ કહે છે તે જ મહેતા સાહેબ સાથે જેઠાલાલના સંબંધો બગડ્યા હતા. તેઓ ઓનસ્ક્રીન જેટલા સારા મિત્રો છે ઓફસ્ક્રીન એકબીજાથી એટલા જ દૂર રહે છે. આ નારાજગીનું કારણ હજુ પણ અકબંધ છે પરંતુ એક વાત જરૂર છે જૂના પાત્રોના ગયા બાદ હવે નવા પાત્રો દર્શકોના મનમાં પણ સારી છાપ છોડી નથી રહ્યાં.