60 વર્ષ મા એટલો વધ્યો સોનાનો ભાવ, તમે પણ કહેશો મારા દાદાએ સોનુ ખરીદ્યુ હોત તો કરોડપતિ હોત

ખબરે

રોકાણ માટે લોકો શેરબજાર અને સોનાને વધુ પસંદગી આપતા હોય છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી શેરબજારના ચડાવ ઉતારને લીધે લોકો સલામત રોકાણ માટે સોનામા વધુ રોકાણ કરી રહ્યા છે. 1963 થી લઇ અત્યાર સુધી સોના એ જબરજસ્ત રીટર્ન આપ્યુ છે. એમા પણ કોરોના કાળ બાદ સોનામા રોકાણ કરવા તરફ લોકોનો ઝૂકાવ વધી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ 1963 થી અત્યાર સૂધીના સોનાના ભાવ.

60 વર્ષ પહેલા સોનાનો દર

1963 માં સોનાનો ભાવ 97 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે 1965માં સોનાની કિંમત 72 રૂપિયાની આસપાસ હતી. એટલે કે થોડાં વર્ષોમાં, જ્યારે ભારતનો ઈતિહાસ નવો વળાંક લઈ રહ્યો હતો, ત્યારે સોનામાં રોકાયેલું નાણું વર્ષ-દર વર્ષે 20 ટકાના દરે રીટર્ન આપી રહ્યુ હતુ.

આ પછી, 1975નું વર્ષ આવ્યું, જ્યારે એક તરફ દેશમાં કટોકટી ચાલી હતી, તો બીજી તરફ સોનું તેની અસર કરતું રહ્યું અને તેની કિંમત 1970માં 184 રૂપિયાની સરખામણીમાં લગભગ 785 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ હતી. મતલબ કે હવે સોનાએ વાર્ષિક ધોરણે 30 ટકાથી વધુ વળતર આપી રહ્યુ હતુ.

સોનાને લોકો સલામત રોકાણ ગણે છે. અને તેમા એકંદરે સારુ વળતર મળતુ રહે છે. એમા પણ કોરોના કાળ બાદ લોકોનો સોનામા રોકાણ કરવા તરફ ક્રેઝ વધ્યો છે. કોઇ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એકસપર્ટની સલાહ અચૂક લેવી જોઇએ. લોકો રોકાણ કરવા માટે સોના ચાંદિ ને પ્રથમ પ્રાયોરીટી આપતા હોય છે.

છેલ્લા 60 વર્ષનો સોનાનો ભાવ જોતા 1963 મા 97 રૂપીયાનુ સોનુ જો તમે લીધુ હોય તો તેની કિમત આજે 62000 જેવી થાય છે. સોનાને સલામત રોકાણ ગણવામા આવે છે કારણ કે અમુક વર્ષોને બાદ કરતા સોના ના ભાવમા વધારો થતો જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *