આ રાશિના જાતકોને ધંધા રોજગારમાં થશે ફાયદો, વિવાદ થશે દુર

ધાર્મિક

મેષ રાશિ : કોઈપણ કામને કરતા પહેલાં તેની રૂપરેખા બનાવવી સારી રહેશે. થોડી વિપરીત પરિસ્થિતિઓ સામે આવી શકે છે, પરંતુ તમે તેનો સામનો કરવામાં સક્ષમ રહેશો. અંગત સંપર્કોના માધ્યમથી અંગત કામ પણ યોગ્ય રીતે પૂરા થતાં જશે. આ સમયે ગ્રહોની ચાલ થોડી વિપરીત પણ રહેશે. જોકે, તમે સકારાત્મક થઈને આ સમયમાંથી સરળતાથી બહાર આવી શકશો. ઉચ્ચ શિક્ષાના હેતુથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મંદી હોવાના છતાંય કારોબારમાં લાભ મળી શકે છે. વર્તમાન પરિસ્થિતિને લીધે ઉત્પાદનમાં થોડો અભાવ રહી શકે છે. આવકના સ્ત્રોત યથાવત રહેશે. ઓફિસમાં સહયોગીની ગતિવિધિઓને અવગણવી નહીં. પતિ-પત્નીના સંબંધ સારા જળાવયેલા રહી શકે છે. પ્રેમ સંબંધોને પરિવારની સ્વીકૃતિ મળવાથી શાંતિ રહેશે.

વૃષભ રાશિ : ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. થોડા સમયથી ચાલી રહેલા વિવાદો દૂર થવાથી સંબંધો વધારે ગાઢ બની શકે છે. કોઈપણ મહત્વપૂર્ણ મુદ્દા અંગે અસમંજસની સ્થિતિમાં પ્રિય મિત્ર સાથે ચર્ચા-વિચારણાં કરી લેવી. થોડો સમય બાળકો સાથે પસાર કરવો જરૂરી છે. તમારા વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતાના કારણે તમારા થોડા મહત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. આ સમયે આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

મિથુન રાશિ : ગ્રહ સ્થિતિ તમારા જીવનમાં થોડું પરિવર્તન લાવી રહી છે. આ પરિવર્તન તમારા માટે સારી સફળતા પણ લાવશે. કોઈ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર અસમંજસની સ્થિતિમાં અનુભવી વ્યક્તિઓ સાથે ચર્ચા-વિચારણા કરી લેવી. જેથી તમને કોઈ સારું સમાધાન મળી રહેશે. તમારા વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. તમારા સંબંધીઓને અવગણવા નહિ. સામાજિક બની રહેવું પણ જરૂરી છે.

કર્ક રાશિ : કોઈપણ કામ કરતા પહેલા તેની યોજના અને પ્રારૂપ બનાવી લેવાથી તમને ભૂલ થવાથી બચાવશે. જો ઘરની દેખરેખ કે સમારકામને લગતું કોઈ પ્લાનિંગ ચાલી રહ્યું છે તો આ કાર્યો માટે સમય અનુકૂળ છે. ભાઈઓ તથા નજીકના સંબંધીઓ સાથે કોઈ કારણોસર સંબંધ ખરાબ થવાની સ્થિતિ બની રહી છે. થોડું સાવધાન રહો. બહારની ગતિવિધિઓમાં સમય બરબાદ ન કરો, કેમ કે તેનાથી કોઈપણ યોગ્ય પરિણામ મળી શકશે નહીં.

સિંહ રાશિ : તમે તમારી બૌદ્ધિક ક્ષમતા તથા વ્યવહાર કુશળતા દ્વારા થોડા એવા સકારાત્મક પરિણામ મેળવી શકશો, જેના કારણે સમાજ તથા સંબધીઓ વચ્ચે તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. બાળકોના કરિયરને લગતા કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ બની રહેશે. તમારું વધારે અનુશાસિત રહેવું પણ બીજા લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવવું. બીજા લોકોની બાબતમાં દખલ ન કરો તો સારું રહેશે.

કન્યા રાશિ : તમારૂ યોજનાબદ્ધ રીતે તમારી દિનચર્યા અને કામ કરવું તમને તમારૂ લક્ષ્ય મેળવવામાં મદદ કરશે. સાથે જ કોઈ અટવાયેલા રૂપિયા પણ પાછા આવે તેવી શક્યતા છે. થોડો સમય બાળકો સાથે પસાર કરવાથી તેમના મનોબળમાં વધારો થશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પ્રત્યે બેદરકારી કરવી નુકસાનદાયી રહી શકે છે. સોશિયલ મીડિયા તથા બિન જરૂરી વાતોમાં પડીને તમારા કરિયર સાથે બાંધછોડ ન કરવી.

તુલા રાશિ : તમારી આજુબાજુનું વાતાવરણ સુખદ રહેશે. ઘરની સાફ સફાઈ તથા બીજા કામમાં પણ તમારો રસ રહેશે. કોઈ મિત્ર કે પરિવારના લોકો તરફથી ચાલી રહેલી ચિંતા દૂર થશે. વિદ્યાર્થીઓને નોકરીને લગતી પરીક્ષામાં સફળતા મળી શકે છે. કોઈપણ કામને કરતા પહેલાં તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જરૂરી છે. કેમ કે અનુભવના અભાવથી કામ ખરાબ પણ થઈ શકે છે. કોર્ટ કેસને કે સંપત્તિને લગતો વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલવાના પ્રયત્નો કરવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *