એક્ટ્રેસ કંગના રણૌત છેલ્લા ઘણા દિવસોથી પોતાની આગામી ફિલ્મ ધાકડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી. ધાકડ ફિલ્મની શૂટિંગ માટે તે બુડાપેસ્ટ ગઈ હતી. હવે ધાકડ ફિલ્મનું શૂટિંગ ખતમ થઈ ગયું છે. હવે કંગનાએ ફિલ્મ માટેની રેપ અપ પાર્ટી આપી હતી. જેમાં તેનો ઘણો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર રેપઅપ પાર્ટીના ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે.

કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રેપ અપ પાર્ટીના ફોટોઝ શેર કર્યા છે. જેમાં કંગના પાર્ટી એન્જોય કરતી જોવા મળી છે. કંગનાએ પોતાના આ ફોટા શેર કરતા લખ્યું છે- મોહબ્બતમાં નહીં ફરક જીવવા અને મરવાનો , તેને જ જોઈને જીવીએ છે જેની પર કાફીર પર દમ નીકળે- ગાલિબ. પાર્ટી માટે કંગનાએ વ્હાઈટ બ્રાલેટ-પેન્ટ સેટ પહેર્યા હતા. આ ડ્રેસમાં કંગના ઘણી ગ્લેમરસ જોવા મળી હતી. કંગના એકદમ સુંદર અને સેક્સી લાગી રહી હતી.

તેણે પોતાના લૂકને ન્યૂડ મેકઅપ સાથે પૂરો કર્યો હતો. સાથે જ ટાઈટ હેર બન અને મેચિંગ હાઈ હિલ્સથી પોતાના ગેટઅપને પૂરો કર્યો હતો. સોશિયલ મીડિયા પર તે ફિલ્મના ક્રૂ સાથે જોવા મળી રહી છે. સાથે તેની બહેન રંગોલી પણ તેની સાથે જોવા મળી રહી છે. તેણે તેના આ લૂક સાથે લાઈટ જ્વેલરી પહેરી છે.
કામની વાત કરીએ તો કંગના ધાકડ સિવાય થલાઈવીમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. ફિલ્મમાં તે જય લલિતાના પાત્રમાં જોવા મળવાની છે. પરંતુ કોરોના મહામારીના કારણે તેને પોસ્ટપોન કરવામાં આવી છે. હજુ ફિલ્મની ફાઈનલ ડેટ સામે આવી નથી. પરંતુ આ ફિલ્મના ટ્રેલરને લોકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવ્યું છે.
આ સિવાય કંગના ઈન્દિરા ગાંધીના પાત્રમાં જોવા મળવાની છે. આ ઈન્દિરા ગાંધીની બાયોપીક નથી પરંતુ એક ગ્રાન્ડ પીરિયોડીક ફિલ્મ છે. આ એક પોલીટીકલ ડ્રામા ફિલ્મ છે જે અમારી પેઢીને ભારતની સોશિયો-પોલીટીકલ રચના સમજવામાં મદદ કરશે. કંગનાએ કહ્યું છે કે સૈથી લોકપ્રિય અભિનેતા આ ફિલ્મનો ભાગ રહેશે અને ભારતીય રાજકીય ઈતિહાસની સૌથી આઈકોનિક લીડરનું પાત્ર ભજવવા માટે હું ઘણું ઉત્સાહિત છું. કંગનાએ કહ્યું છે કે આ ફિલ્મ એક પુસ્તક પર આધારિત હશે.