રાજોરીમાં 70 વર્ષીય વૃદ્ધ મહિલા તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહેતી હતી અને ભીખ માંગીને નિર્વાહ કરતી હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રસ્તા પરની ઝૂંપડીઓ હટાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. જે અનુસાર વહિવટી તંત્રની એક ટીમ વૃદ્ધાની ઝૂંપડી હટાવવા માટે પહોંચી ત્યારે નોટોની થોકડીઓ નજરમાં આવતા અધિકારીઓને ભારે નવાઈ લાગી હતી.
ત્યાર બાદ અધિકારીઓ દ્વારા નોટની ગણતરી કરવામાં આવી અને કુલ રુ.2.58 લાખની રકમ મળી. 100 કરતા પણ વધારે કવરમાં રાખવામાં આવેલી 10,20,50 અને 100 ની નોટો અને સિક્કાઓની ગણતરી કરતા અધિકારીઓને ત્રણ કલાકનો સમય લાગી ગયો.
રાજોરીના ઉપ જિલ્લા નોશહરના વોર્ડ નંબરમાં નવમાં રહેતી અને ભીખ માંગીને જીવન નિર્વાહ કરનાર આ વૃદ્ધ મહિલાને સ્થાનિકો મદદ કરતા હતા. લોકો વૃદ્ધાને અવારનવાર ખાવાનું તથા કપડા આપતા રહેતા હતા. મહિલાની ભાષા પણ લોકોની સમજમાં આવતી નહોતી પણ લોકોને આ મહિલાને દયા આવતી અને તેને ખાવાનું આપતા હતા.