એક્ટીવા લેવા વાળા જરૂર વાંચી લેજો, અત્યારે ખરીદી ઉપર મળે છે ભારે કેશબેક..

અન્ય

હોન્ડાના જણાવ્યા અનુસાર આ ઓફર 30 જૂન સુધી લાગુ રહેશે. સાથે જ, આ ઓફરમાં હોન્ડા (Honda)એ કેટલીક શરતો પણ રાખી છે. જેમાં આ ઓફર તમને SBI Credit Cardથી ચૂકવણી કરશો તો જ મળશે. બીજી તરફ આ ઓફરનો તમે ફાયદો ઉઠાવવા માંગો છો અને EMI પર હોન્ડા એક્ટિવા ખરીદવા ઈચ્છો છો તો ઓછામાં ઓછું 40 હજાર રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે. ત્યારબાદ જ તમે કેશબેક ઓફરનો ફાયદો ઉઠાવી શકશો.

Honda Activa 125ની કિંમત : હોન્ડા એક્ટિવા 125 ત્રણ વેરિયન્ટમાં મળે છે. જેમાં Standard, Alloy અને Deluxe વેરિયન્ટ સામેલ છે. હોન્ડા એક્ટિવાના એન્ટ્રી લેવલ Standard વેરિયન્ટની એક્સ શોરૂમ કિંમત 71,674 રૂપિયા છે. જ્યારે Alloy model અને Deluxeની કિંમત 75,242 રૂપિયા અને 78,797 રૂપિયા છે.

Honda Activa 125ના ફીચર્સ : કંપનીએ આ સ્કૂટરમાં સાઇલન્ટ સ્ટાર્ટ ACG સ્ટાર્ટર મોટરનો ઉપયોગ કર્યો છે. આ સ્કૂટરમાં LED હેડલાઇટ્સની સાથે સેમી ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટર કલસ્ટર આપવામાં આવ્યું છે. તેનાથી સેમી ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટર કલસ્ટરમાં ઓટો મીટર, ફ્યૂઅલ ગેઝ અને સ્પીડોમીટર જેવી જાણકારી જોવા મળે છે. સ્કૂટરનું કુલ વજન 107 કિલોગ્રામ છે. તેમાં કંપનીએ 5.3 લીટરની ક્ષમતાનું ફ્યૂઅલ ટેન્ક આપે છે.

Honda Activa 125નું એન્જિન : આ સ્કૂટરમાં કંપનીએ 109.51 ccની ક્ષમતાનું સિંગલ સિલિન્ડર યુક્ત એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 8.79Nmના ટોર્ક અને 7.79PSનો પાવર જનરેટ કરે છે. પાવરની તુલનામાં આ સ્કૂટર BS4 મોડલથી થોડું ઓછું છે પરંતુ કંપનીનો દાવો છે કે આ સ્કૂટર 10 ટકાની વધારાની માઇલેજ પ્રદાન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *