કુંવારી છોકરીઓ ને કરવાનું મન થાય તો તે શું કરે છે?

અન્ય

ઘણી વાર લગ્ન પછી સચ્ચાઈનો સામનો થતાં યુવતીનાં શમણાં ધૂળમાં રગદોળાઈ જાય છે, છતાં એ શમણાં છે, સચ્ચાઈ નથી, એ યાદ રાખવું જોઈએ. શમણાં જ્યાંસુધી શમણાં રહે, ત્યાંસુધી જ તે સારાં લાગે છે. જ્યારે તે વાસ્તવિકતામાં બદલાય, ત્યારે તેમનો સામનો કરવાનું અઘરું લાગે છે. પરિણામે જીવન નીરસ બની જાય છે. ખરી સમજદારી એ કહેવાય, જ્યારે શમણાં અને સચ્ચાઈનો યોગ્ય સુમેળ સાધવામાં આવે. વિનીતાના કિસ્સામાં જે રીતે બન્યું, એ રીતે મનીષાએ નાદાનીને કારણે જાતે જ પોતાનું જીવન દુ:ખી બનાવી દીધું હતું. ઘરેણાં અને પોશાકના શોખને મર્યાદિત રાખવો જોઈએ. તેને જીવનનું ધ્યેય ન બનાવી દેવાય. એનું કારણ એ છે કે તેના લીધે મળતી ખુશી લાંબો સમય ટકતી નથી, જ્યારે સાચો પ્રેમ આજીવન સાથે રહે છે. આનાથી મળતી ખુશી અમર્યાદિત હોય છે. જીવનનું સાચું સુખ એક સમજદાર પતિનો સાથ જ આપી શકે છે.

રમાએ એ સમજવાની જરૂર હતી કે શમણાંનો રાજકુમાર જેવો આદર્શ પુરુષ કોઈ યુવતીને ક્યારેય મળતો નથી. એવું નહોતું કે રમાના પતિને હસવુંબોલવું પસંદ નહોતું. વાસ્તવમાં, એ જે વિષય ભણાવતા હતા, તે સાવ નીરસ હતો. છતાં રમાએ જો એમના અંતરમાં ડોકિયું કર્યું હોત, તો એને ખ્યાલ આવત કે એના પતિને એના પ્રત્યે કેટલો પ્રેમ હતો. રમાને મેળવીને એ કેટલા ખુશ હતા. તેમની નબળાઈ એ હતી કે એમને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતાં નહોતું આવડતું, પરંતુ થોડી ધીરજ, સમજદારી અને વિવેકથી એમને આ વાત સમજાવી શકાઈ હોત અને તો જીવન ઉદાસીને બદલે ખુશીઓથી છલકાઈ જાત.

બેલાએ લગ્ન પહેલાં જ નક્કી કરી લેવાની જરૂર હતી કે પતિ તરફથી એ શું ઇચ્છતી હતી. એ તો સ્પષ્ટ છે કે વેપાર-ધંધો કરનારો પતિ પત્ની માટે વધારે સમય ન જ ફાળવી શકે. જીવનમાં મનવાંછિત બધું પ્રાપ્ત નથી થતું, એટલે ક્યાંક તો બાંધછોડ કરવી જ રહી. ભાવુકતા અને ઉતાવળમાં સમજ્યાવિચાર્યા વિના લેવાતા નિર્ણય મોટા ભાગે સાચા નથી હોતા. કોઈ પ્રકારના પુરાવા વિના પતિના ચારિત્ર્ય પ્રત્યે શંકા કરવી પણ યોગ્ય નહોતી. રાજેસના કોઈ સ્ત્રી સાથે અનૈતિક સંબંધો નહોતા, એ નિ:શંક બાબત હતી, પણ પત્નીની શુષ્કતાથી અકળાઈને કે કંટાળીને જો એ આ માર્ગે ગયો હોત, તો કોણ વધુ દોષિત ગણાત ? પતિ કે પત્ની ? સ્વાભાવિક રીતે પત્નીને જ દોષિત માનવામાં આવત.

આ તો જાણીજોઈને પોતાના પગ પર કુહાડો મારવા જેવી વાત થઈ. પુરુષ રસિક સ્વભાવનો હોય, એ સાધારણ વાત છે, તો પતિ પોતાની સાતે બંધાયેલો રહે, તે માટે પત્નીમાં સમજદારી હોવી પણ જરૂરી છે.

ગુણ અને દોષ મિશ્રણથી જ માણસ બને છે, એટલે જ એ ‘માણસ’ કહેવાય છે. નહીંતર એ ‘દેવતા’ કે ‘શેતાન’ ન કહેવાતો હોત ? જે જેવું હોય, તેવું સ્વીકારી લેવાય, ત્યારે જ દામ્પત્યજીવનમાં સામંજસ્ય શક્ય બને છે. કોઈ કુટેવ માટે પતિને મહેણાં સંભળાવવાથી નાની નાની વાતમાં તેને જવાબદાર ઠેરવવાથી કે એની નિંદા કરતા રહેવાથી કંઈ નહીં વળે, સંબંધો વધુ કડવા બનશે.

સતત પ્રયત્ન, પ્રેમ, સમયને અનુરૂપ બાંધછોડ, શાલીનતાભર્યો હસમુખો વ્યવહાર અને થોડી ધીરજથી પત્ની પતિની જે તે કુટેવ છોડાવવામાં સફળ થાય, એવું બને.

આજકાલ સંયુક્ત કુટુંબપ્રથા ઘટતી જાય છે, છતાં જ્યાં આ પ્રથા છે, ત્યાં ક્લેશ વધી ગયો છે. આજની યુવાન પેઢીને મન માતાપિતાની કંઈ વિસાત નથી રહી, તો સાસારિયાંની શી વાત કરવી ? જો યુવતીઓ સાસરિયાંમાં સારી રીતે, પ્રેમથી રહે, તો તેમને સામે પક્ષેથી પણ એવો જ પ્રતિભાવ સાંપડયા વિના ન રહે. સૌથી વધુ જરૂરી છે એકબીજા સાથેની વાતચીત. કંઈ કહ્યા વિના મનમાં ને મનમાં જ આશા-અપેક્ષાઓ સંઘરી રાખવાનો શો અર્થ છે ? પતિ કંઈ અંતર્યામી નથી કે પત્નીના મનની વાત સમજી જાય. પતિપત્ની બંનેને એકબીજા પર વિશ્વાસ હોવો જોઈએ. એવો વિશ્વાસ બંધાઈ જાય કે તેઓ એકબીજાની વાતનો ખોટો અર્થ નહીં કાઢે, ત્યારે જ તે પોતાના વિચાર એકબીજાને જણાવી શકશે.

વૈચારિક મતભેદ સ્વાભાવિક બાબત છે, પરંતુ તેના માટે ઝઘડવું, એ મૂર્ખતા કહેવાય. બધાં સમાન શોખ અને વિચાર ન ધરાવતાં હોય એમ માની લઈને ક્યારેક પત્નીએ પતિની વાત માનવી જોઈએ, તો ક્યારેક પોતાની વાત મનાવી લેવી જોઈએ. એકબીજાની લાગણીઓની કદર કરો. જો તમારામાં આ બધા ગુણ હોય, તો તમારે ક્યારેય એવું કહેવાની જરૂર નહીં પડે કે, ”લગ્ન પહેલાં મેં કેવાં સપનાં સજાવ્યાં હતાં ? એમાંથી એકેય સપનું સાચું ન પડયું.. મારા વિચાર કરતાં વાસ્તવિકતા જુદી જ નીકળી.. મને મારા મનનો માણીગર ન મળ્યો..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *