કેમ પુરુષો સ્ત્રીઓના સ્તન ને સ્પર્શ કરવા નું ઇચ્છતા હોય છે

અન્ય

પુરુષ અને મહિલાની દેહરચના વચ્ચે દેખીતો એટલે કે પહેલી નજરે જ દેખાઈ જાય તેવો તફાવત કયો? વિજ્ઞાન હોય કે સામાન્ય તર્ક, જવાબ એક જ છે. પુરુષ અને મહિલાના ધડનો ભાગ પહેલી નજરે અલગ અલગ હોય છે. ઇતિહાસથી લઈને વર્તમાને પુરવાર કર્યું છે કે પુરુષ જાતે સ્ત્રીના કોઈ એક અંગ પ્રત્યે જો સૌથી ધ્યાન આપ્યું હોય તો તે મહિલાના સ્તન પ્રદેશનો હિસ્સો છે

મહિલાના ચહેરાની સુંદરતા જેટલું જ પ્રાધાન્ય પુરુષોનું મન મહિલાના સ્તનને પણ આપે છે, એવું સોશિયલ અને બિહેવિયરલ ન્યૂરોસાયન્સ સાથે કામ પાર પાડતા વિજ્ઞાનીઓ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. તાજેતરમાં ન્યૂરોસાયન્ટિસ્ટે એવો ખુલાસો કર્યો છે કે પુરુષનું મહિલાના સ્તન સાથેનું કનેક્શન બહુ નહીં, પરંતુ આપણે વિચારીએ છીએ તેના કરતાં પણ વધુ ગાઢ છે.

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટ્લાન્ટા શહેરની ઇમોરી યુનિવર્સિટીના યુનિવર્સિટીના સાઇકિયાટ્રી વિભાગના પ્રોફેસર લેરી યંગ સામાજિક વ્યવહારના જટીલ ન્યૂરોસાયન્સના ગાઢ અભ્યાસી છે. તેમનું માનવું છે કે પુરાતનકાળથી માતા અને બાળક વચ્ચેનો પ્રારંભિક સંબંધ સ્તનપાનથી શરૂ થાય છે. બાળક તેની માતાને અને માતા તેના બાળકને ન્યૂરોલોજિકલી શરીરના જે સંકેતોથી ઓળખે છે અને એકબીજાને હૂંફ આપે છે એની પહેચાન મગજની એક ચોક્કસ સર્કિટને હોય છે.

બાળક મોટું થાય અને સોશિયલ એનિમલ બને છે, પરંતુ જે તે વ્યક્તિના મગજમાં એ ન્યૂરલ સર્કિટ પાસે મહિલા સાથેનો સંબંધ ગાઢ બનાવવાનો એ ન્યૂરોલોજિકલ માર્ગ પ્રબળ રીતે જીવતો હોય છે. પુરુષ અને મહિલા વચ્ચેના પ્રગાઢ સંબંધનો માર્ગ એ ન્યૂરલ સર્કિટ બને છે. જે રીતે નવજાત બાળકને સ્તનપાન ગમે છે એમ જ પુરુષ પણ સ્તનને ચાહે છે. માત્ર પાત્રની અદલાબદલી થાય છે. નવજાત પાસે જનેતા હોય છે અને પરિપક્વ પુરુષ પાસે તેની જીવનસંગિની હોય છે.

સ્તનના ન્યૂરોલોજિકલ કનેક્શન વિશે વિજ્ઞાનની જે સમજ છે એ મુજબ બાળક જ્યારે તેની માતાનું સ્તનપાન કરતો હોય છે ત્યારે માતાના સ્તનની નિપ્પલ સ્ટિમ્યૂલેટ થાય છે. તે સમયે માતાના મગજમાં ઓક્સિટોસીનનો સ્ત્રાવ વહે છે. સામાન્ય પ્રમાણ કરતાં તેનું પ્રમાણ સ્તનપાન દરમિયાન સવિશેષ હોય છે. આ સ્ત્રાવ મહિલાને પોતાના બાળક સાથેનો સંબંધ અત્યંત ગાઢ બનાવવામાં મદદ કરે છે. ઓક્સિટોસીનનો સ્ત્રાવ તબીબી વિજ્ઞાનમાં ‘love drug’ ના હુલામણા નામે ઓળખાય છે.

આ સ્ત્રાવના કારણે સ્ત્રીમાં પુરુષ પ્રત્યેના આકર્ષણ, પ્રેમ અને એકાત્મનો ભાવ જન્મે છે. આ થિયરી પ્રસ્થાપિત છે. છેલ્લા કેટલાક સમયના અભ્યાસો પરથી એવું પણ તારણ સામે આવ્યું છે કે સ્તનમર્દન દ્વારા મગજમાં ઘોડાપૂરની માફક પેદા થતો ઓક્સિટોસીનનો સ્ત્રાવ સ્ત્રીમાં માત્ર ને માત્ર બાળક માટેની આત્મિયતા કેળવવા પૂરતો જ નથી હોતો. તે પ્રેમ અને પુરુષ સાથેના આત્મિય સંબંધ કેળવવા માટે પણ કામ આવે છે.

સ્તનમર્દન અને નિપ્પલના મર્દનથી મોટાભાગની સ્ત્રીઓ જાતીય ઉત્તેજના અનુભવે છે. એટલું જ નહીં, પરંતુ વજાઇનલ અને ક્લિટોરલ સ્ટિમ્યૂલેશનથી મહિલાના મગજમાં જે ભાગ ઉત્તેજિત થાય છે એ ભાગ બ્રેસ્ટ અને નિપ્પલ સ્ટિમ્યૂલેશનથી પણ ઉત્તેજિત થાય છે. એટલે જ્યારે મહિલાનો પુરુષ પાર્ટનર સ્ત્રીના સ્તન અને નિપ્પલના ભાગને સ્ટિમ્યૂલેટ કરે છે ત્યારે મહિલાના મગજમાં ઓક્સિટોસીનનું ઘોડાપૂર વહે છે. મહિલા તેના પુરુષ પાર્ટનર સાથે વધુ ગાઢ રીતે આત્મિયતા સાધે છે.

પુરુષ માટે મહિલાની આ આત્મિયતા અત્યંત અસરકારક હોય છે. સે-ક્સ પહેલાના ફોરપ્લેમાં પુરુષ સ્ત્રીના સ્તન અને તેની નિપ્પલના મર્દન સાથે ગાઢ રીતે સંકળાયેલો હોવાનું પણ અભ્યાસોમાં ટાંકવામાં આવ્યું છે. આ આત્મિયતા સ્ત્રી તરફથી વધારે હોય છે અને તેના તાંતણે પુરુષ બંધાય છે. એટલે પુરુષની મહિલાના સ્તન પ્રત્યેનું આકર્ષણ બમણું રહે છે.

ન્યૂરોસાયન્ટિસ યંગનું કહેવું છે કે પુરુષ જ્યારે બાળકમાંથી કિશોરાવસ્થામાં પ્રવેશે છે તે પિરિયડને પ્યૂબર્ટી પિરિયડ કહેવાય છે. આ સમયગાળામાં કિશોરમાં મહિલાઓ પ્રત્યેના આકર્ષણનો સૌથી પહેલો અને પ્રગાઢ લાંબો તબક્કો જ મહિલાના સ્તન હોય છે. ઇવોલ્યૂશન એટલે કે ઉત્ક્રાંતિએ પુરુષના મગજની કાર્યપદ્ધતિને એ રીતે ઓર્ગેનાઇઝ કરી છે કે પ્યૂબર્ટીની શરૂઆતથી જ તેનું મહિલાના સ્તન પ્રત્યેનું વળગણ બંધાયેલું જ હોય છે. તેના મગજમાં પેલી સ્તનપાન વખતે સક્રિય થતી ન્યૂરોલોજિકલ સર્કિટ પ્યૂબર્ટી વખતે પણ સક્રિય થયેલી હોય જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *